ચંદ્રની સપાટી પર જોવા મળતી આ વસ્તુથી ખૌફ ખાય છે વૈજ્ઞાનિકો, જાણો શું છે આ વસ્તુ?
ભારતના ચંદ્રયાને ચંદ્રની ધરતી પર પગ મુક્યા બાદ ચંદ્ર અને તેની સપાટી પરના અનેક રાઝ પરથી પરદો ઉઠી રહ્યો છે. ચંદ્રની સપાટી પર કેટલીક એવી વસ્તુઓ પણ હાજર છે જેનાથી વૈજ્ઞાનિકો ખૌફ ખાય છે.
ચંદ્ર પર જોવા મળતી આ વસ્તુ વિશે કહેવાય છે કે તે જીવ પણ લઈ શકે છે. આ જ કારણ છે કે અવકાશયાત્રીઓ તેનાથી અંતર રાખીને ચાલે છે. આ એટલુ ખતરનાક છે કે જો તે ભૂલથી અવકાશયાત્રીને સ્પર્સે તો જીવ પણ લઈ શકે છે.

હકિકતમાં આ ખતરનાક વસ્તુ ચંદ્રની માટી છે. વૈજ્ઞાનિકો તેને ગન પાવડર પણ કહે છે. તે પૃથ્વીની માટી જેવી નથી પરંતુ એટલી ખતરનાક છે કે એક કણ પણ માણસના શરીરમાં જાય તો જીવ લઈ શકે છે. અંગ્રેજીમાં મૂન ડસ્ટ તરીકે ઓળખાતી આ માટી પૃથ્વી પરના માણસ માટે ઝેર છે.
એક ઈન્ટરવ્યૂમાં નાસાના અવકાશયાત્રી કેટ ગ્રીને તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ચંદ્ર પર લાખો ઉલ્કાઓની ટક્કરથી ચંદ્રની ધૂળ રચાઈ છે. તેમાં સિલિકા અને આયર્ન જેવી ધાતુઓ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
ચંદ્ર પર ન તો હવા છે અને ન પાણી, આવી સ્થિતિમાં ચંદ્રની ધૂળ સમય સાથે ખૂબ જ તેજ બની જાય છે. અને જ્યારે તે કોઈની અંદર જાય છે ત્યારે તે ખૂબ જ જોખમી બની જાય છે.
1972માં એપોલો 17 મિશનનો હિસ્સો રહેલા નાસાના અવકાશયાત્રી હેરિસન સ્મિતા આ ખતરનાક ધુળનો શિકાર બની હતી. જ્યારે સ્મિતા ચંદ્ર પર ઉતરી ત્યારે સ્પેસ ક્રાફ્ટમાં પરત ફરતી વખતે ચંદ્રની થોડી ધૂળ તેના સ્પેસ સૂટ પર ચોંટી હતી.
થોડા સમય પછી આ ધૂળ શ્વાસ દ્વારા સ્મિતાના શરીરમાં પ્રવેશી ગઈ. આ બન્યું તેની થોડીવારમાં જ સ્મિતાની આંખો લાલ થઈ ગઈ અને તેના નાકમાંથી પાણી પડવા લાગ્યું અને તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ત્યાં હાજર અન્ય અવકાશયાત્રીઓએ ખૂબ જ મુશ્કેલીથી સ્મિતાનો જીવ બચાવ્યો હતો. ત્યારથી અવકાશયાત્રીઓ હંમેશા આ ખતરનાક વસ્તુથી દૂર રહે છે.












Click it and Unblock the Notifications
