• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શનિ જયંતિ વિશેષ: સફળ થવા શનિદેવને કરો પ્રસન્ન

|

[જ્યોતિષશાસ્ત્ર] કેટલાંક વેદો અનુસાર શનિ જયંતિ અંગે ધર્મ શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી મળતો. તેમ છતા શનિદેવને અંધકારનો દેવતા માનવામાં આવે છે. અમાવસ તિથિ જે દિવસે રાત્રે સ્પર્શ કરે છે, તે દિવસે શનિ જયંતિ મનાવવામાં આવે છે. આ વર્ષે 18 મે 2015ની સોમવતી અમાવસની સાથે સાથે શનિ શનિ જયંતિ પણ બતાવવામાં આવી છે.

આ દિવસોમાં કૃતિકા નક્ષત્ર રહેશે:

આ વખતે શનિ જયંતિ અલગ-અલગ દિવસે ઉજવવામાં આવશે. કાલનિર્ણય પંચાંગમાં 17 મેના રોજ અને સિદ્ધવિજય પંચાંગમાં 18 મેના રોજ શનિ જયંતિ બતાવવામાં આવી છે. પંડિત 'વિશાળ' દયાનંદ શાસ્ત્રી અનુસાર સ્માર્ત અને વૈષ્ણવ મત અનુસાર પર્વ ઉજવવામાં આવે છે. આ વખતે અમાવસ તિથિ રવિવાર બપોરે 11.48 વાગે લાગશે જે સોમવારે સવારે 9.43 વાગ્યા સુધી રહેશે. જેના પગલે સ્માર્ત મત વાળા 17 તારીખે અને વૈષ્ણવ મતવાળા 18ના રોજ શનિજયંતિ ઉજવશે. ભગવાન શનિદેવનો જન્મ બપોરે 12 વાગ્યે માનવામાં આવે છે. અમાવસ પણ 17 મેના રોજ બપોરે 12 વાગ્યે જ રહેશે. એટલા માટે આ દિવસે શનિ જયંતિ ઉજવવી શ્રેષ્ઠ છે.

18 મેના રોજ અમાવસ સવારે 9.43 વાગ્યે સમાપ્ત થઇ જશે. પંડિત 'વિશાલ' દયાનંદ શાસ્ત્રી અનુસાર શનિથી ભયભીત થવાની જરૂરીયાત નથી પરંતુ શનિને અનુકૂળ કર કાર્ય સિદ્ધ કરવા માટે વિધિપૂર્વક મંત્ર જાપ અને અનુષ્ઠાન જરૂરી હોય છે. શાસ્ત્રોમાં શનિદેવને સૂર્યનો પુત્ર માનવામાં આવ્યો છે. તેમની માતાનું નામ છાયા છે. સૂર્યની પત્ની છાયાના પુત્ર હોવાના કારણે તેમનો રંગ કાળો છે. મનુ અને યમરાજ શનિના ભાઇ છે તથા યમુનાજી તેમની બહેન છે. શનિદેવનું શરીર ઇંદ્રનીલમણિ સમાન છે. તેમનો રંગ શ્યામવર્ણનો માનવામાં આવે છે. શનિના મસ્તક પર સ્વર્ણ મુકુટ શોભિત રહે છે અને તેઓ વાદળી વસ્ત્રો ધારણ કરે છે. શનિદેવનું વાહન કાગડો છે. શનિની ચાર ભુજાઓ છે. તેમના એક હાથમાં ધનુષ, એક હાથમાં બાણ, એક હાથમાં ત્રિશૂલ અને એક હાથમાં વરમુદ્રા સુશોભિત છે.

આ શનિ જયંતિ પર કરો વિશેષ ઉપાય-

1

1

આપના માતા-પિતાને આદર આપો અને સન્માન આપો..

2

2

સંભવ હોય તેટલું સત્ય બોલવાનો પ્રયાસ કરો.

3

3

ભિખારી, નિર્બલ-દુર્બલની મજાક/પરિહાસ ના કરો.

4

4

શનિના અશુભ પ્રભાવને દૂર કરવા માટે તલનું તેલ એક કટોરીમાં લઇને તેમાં પોતાનું મુખ જોઇને શનિ મંદિરમાં રાખી દો (જે વાટકીમાં તેલ હોય તેને પણ ત્યાં મૂકી દો). કહેવાય છે કે તેલથી શનિ વિશેષ પ્રસન્ન થાય છે.

5

5

સવાપાવ સાબુત કાળા અડદ લઇને કાળા કપડામાં બાંધીને શુક્રવારે પોતાની પાસે રાખીને ઊંઘી જાવ. ધ્યાન રાખો કે પોતાની પાસે કોઇને પણ ઊંઘાડવું નહીં. પછી તેને શનિવારે શનિમંદિરમાં મૂકી આવો.

6

6

કાળો સૂરમો એક શીશીમાં લઇને ઉપર શનિવારે નવ વખત માથાથી પગ સુધી કોઇના દ્વારા ઉતરાવીને તેને નિરસ્ત જમીનમાં જઇને દાટી દો.

7

7

ના નીલમ પહેરો, કે લોખંડની વિટીં પહેરો નહીં. તેના પહેરવાથી શનિનો કુપ્રભાવ વધી જાય છે.

8

8

આ શનિ જયંતિના રોજ નિત્ય કર્મોના નિવૃત્ત થયા બાદ સ્વચ્છ શ્વેત વસ્ત્ર પહેરો. પીપળની જડમાં કેસર, ચંદન, ચોખા, ફૂલ ભેળવીને પવિત્ર જળ અર્પિત કરો. તલના તેલનો દીપક કરો અને નિમ્નલિખિત મંત્રનો જાપ કરો..

9

9

મંત્ર:

आयु: प्रजां धनं धान्यं सौभाग्यं सर्वसम्पदम्।

देहि देव महावृक्ष त्वामहं शरणं गत:।।

विश्वाय विश्वेश्वराय विश्वसम्भवाय

विश्वपतए गोविन्दाय नमो नम:।

શનિને પ્રસન્ન કરવાના ઉપાય

શનિને પ્રસન્ન કરવાના ઉપાય

શનિને પ્રસન્ન કરવા માટે બતાવવામાં આવેલા ઉપાયોમાંથી એક છે. કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવી. મોટાભાગના લોકો કૂતરાને રોટલી ખવડાવે છે પરંતુ તેને તેલ ચોપડતા નથી, તેલવાળી રોટલી આપવાથી શનિના દોષોમાંથી મૂક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે કુતરૂ શનિદેવનું વાહન છે.

જો શનિનીની સાડાસાતી અને શનિ દોષ હોય તો દર શનિવારે કોઇપણ પીપળના વૃક્ષોને બંને હાથોથી સ્પર્શ કરો. સ્પર્શ કરવાની સાથે જ પીપળની સાત પ્રક્રિયાઓ કરો. પરિક્રમા કરતી વખતે શનિદેવનું ધ્યાન ધરવું જોઇએ. શનિદેવના કોઇપણ મંત્રનો જાપ કરતા રહેવું જોઇએ.

English summary
Shani Jayanti is observed to mark the birthday of Lord Shani as per Hindu mythology. it is necessary to celebrate Shani Jayanti to ensure that bad omen stays away to the maximum extent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more