SPG Commando : કેવી રીતે થાય છે વડાપ્રધાનની સુરક્ષા કરતા SPG કમાન્ડોની ભરતી? જાણો પુરી પ્રકિયા
SPG Commando : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલા બાદ ભારતના વડાપ્રધાનની સિક્યુરીટીને લઈને ચર્ચા શરૂ થઈ છે.
જણાવી દઈએ કે, ભારતમાં વડાપ્રધાનની સિક્યુરિટી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજી કમાન્ટો કરે છે. એસપીજી કમાન્ટો તૈયાર થવા માટે એક લાંબી પ્રકિયા છે.

સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ તેની કાર્યક્ષમતાને કારણે તે વિશ્વ કક્ષાની સુરક્ષા પ્રદાન કરવા માટે જાણીતું છે. તેની સ્થાપના 1985માં ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ કરવામાં આવી હતી.
વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે સતત તાલીમ, હાઈ તકનીકી ઉપકરણોનો ઉપયોગ અને સુરક્ષા પ્રોટોકોલનું કડકપણે પાલન કરવામાં આવે છે. SPG કમાન્ડો દુનિયાના સૌથી ઘાતક હથિયારોથી સજ્જ છે.
SPG કમાન્ડોનો પગાર
- SPG કમાન્ડોનો પગાર તેમના રેન્ક અને અનુભવના આધારે બદલાય છે. જો કે, તેમનો પગાર સામાન્ય રીતે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના અન્ય અધિકારીઓ કરતા વધારે હોય છે.
- SPGમાં નવા ભરતી થયેલા કોન્સ્ટેબલનો માસિક પગાર ₹70,000 થી ₹90,000ની આસપાસ હોઈ શકે છે.
- પદ અને અનુભવના આધારે વરિષ્ઠ અધિકારીઓનો પગાર ₹1,50,000 થી ₹2,50,000 સુધીનો હોઈ શકે છે.
- આમાં વિશેષ ભથ્થાં, જોખમ ભથ્થાં અને અન્ય લાભોનો પણ સમાવેશ થાય છે, જે પગારમાં વધુ વધારો કરે છે.
ટોપ 1 એસપીજી કમાન્ડો અને બેચની સંખ્યા
- 1985માં એસપીજીની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી અનેક બેચનું નિર્માણ થયું છે. દર વર્ષે નવા કમાન્ડોની ભરતી અને તાલીમ થાય છે, પરંતુ ચોક્કસ સંખ્યા સામાન્ય રીતે જાહેર કરવામાં આવતી નથી.
- SPG કમાન્ડો વિશે ચોક્કસ માહિતી ગોપનીય છે અને જાહેરમાં શેર કરવામાં આવતી નથી, કારણ કે સુરક્ષા કારણોસર તેમના નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.
SPG કમાન્ડોની પસંદગી પ્રક્રિયા
- SPGમાં પસંદગી માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPF) અથવા આર્મીમાં ફરજ બજાવતા અધિકારીઓને પ્રથમ પસંદ કરવામાં આવે છે.
- પસંદગીના ઉમેદવારોની પ્રાથમિક પસંદગી સર્વિસ રેકોર્ડ, ફિટનેસ અને અન્ય પરિમાણોના આધારે કરવામાં આવે છે.
- ઉમેદવારોએ અત્યંત સખત શારીરિક કસોટીમાંથી પસાર થવું પડે છે, જેમાં દોડવું, જમ્પિંગ, સ્વિમિંગ અને અન્ય ફિટનેસ ટેસ્ટનો સમાવેશ થાય છે.
- શારીરિક કસોટી પછી માનસિક અને મનોવૈજ્ઞાનિક પરીક્ષણો કરવામાં આવે છે, જેમાં તેમની માનસિક સ્થિરતા, દબાણ હેઠળ કામ કરવાની ક્ષમતા અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
- ઉમેદવારોએ તે શારીરિક અને માનસિક રીતે ફિટ છે તેની ખાતરી કરવા માટે સંપૂર્ણ તબીબી પરીક્ષણમાંથી પસાર થવું જરૂરી છે.
- પસંદ કરાયેલ ઉમેદવારો અત્યંત કઠોર તાલીમમાંથી પસાર થાય છે, જેમાં હથિયાર હેન્ડલિંગ, ક્લોઝ કોમ્બેટ, બોમ્બ ડિસ્પોઝલ, ડ્રાઇવિંગ અને VIP સુરક્ષા તકનીકોનો સમાવેશ થાય છે. આ તાલીમનો સમયગાળો સામાન્ય રીતે 9 મહિનાથી 1 વર્ષ સુધીનો હોય છે.
એસપીજી કમાન્ડોની તાલીમ
- હાઈ રિસ્ક પરિસ્થિતિઓમાં કામ કરવુ
- ફાયરઆર્મ્સ હેન્ડલિંગ
- ઈમરજન્સી મેડિકલ ટ્રેનિંગ
- બોમ્બ અને વિસ્ફોટક ઉપકરણોને નિઃશસ્ત્ર કરવ
- ઘોડેસવારી અને મોટર બાઈક સવારી
- સ્વરક્ષણ અને માર્શલ આર્ટ્સ












Click it and Unblock the Notifications
