બંધ કરી દો ડાય કરવાનુ, મહિલાઓને વધુ આકર્ષક લાગે છે સફેદ વાળવાળા પુરુષઃ અભ્યાસ

હાલમાં જ નામની ઑનલાઈન ડેટિંગ સાઈટ દ્વારા કરાયેલ સર્વેમાં આ વાત સામે આવી છે કે મહિલાઓને એ પુરુષ ગમે છે જેમના વાળનુ ટેક્સચર સફેદ થતુ હોય.

ભલે બોલિવુડના બ્રાડ પિટ અને જૉર્જ ક્લૂની હોય કે પછી બોલિવુડના મિલિંદ સોમન, આમાં કંઈક તો એવી ખાસિયત છે કે નજરો તેમના પર જ અટકી જાય છે. તેમની પર્સનાલિટીને આકર્ષક બનાવે છે તેમના સફેદ વાળ.

સફેદ વાળવાળા પુરુષ મહિલાઓને વધુ આકર્ષક લાગે

સફેદ વાળવાળા પુરુષ મહિલાઓને વધુ આકર્ષક લાગે

હાલમાં જ નામની ઑનલાઈન ડેટિંગ સાઈટ દ્વારા કરાયેલ સર્વેમાં આ વાત સામે આવી છે કે મહિલાઓને એ પુરુષ ગમે છે જેમના વાળનુ ટેક્સચર સફેદ થતુ હોય. આ સર્વેમાં શામેલ થયેલી મહિલાઓમાંથી 72 ટકા મહિલાઓએ સફેદ વાળવાળા પુરુષો માટે મત આપ્યા. આના આધારે કહી શકાય કે સામાન્ય વાળાવાળા પુરુષોની તુલનામાં સફેદ વાળવાળા પુરુષ મહિલાઓને વધુ આકર્ષક લાગે છે.

પરંતુ બહુ બુઢ્ઢા નહિ

પરંતુ બહુ બુઢ્ઢા નહિ

આ ઑનલાઈન ડેટિંગ સાઈટ દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ મહિલાઓને સફેદ વાળ વાળા પુરુષ ગમે છે પરંતુ એ તેમાં બુઢ્ઢા ના લાગવા જોઈએ. એટલુ જ નહિ વાળ સફેદ હોવાની પેટર્ન પર મહત્વ ધરાવે છે. આ સર્વેમાં ભાગ લેનાર મહિલાઓના જણાવ્યા મુજબ બધા સફેદ વાળની સરખામણીમાં અમુક પેટર્નમાં પુરુષોના સફેદ વાળ વધુ સારા લાગે છે.

મહિલાઓને કેમ ગમે છે સફેદ વાળવાળા પુરુષ

મહિલાઓને કેમ ગમે છે સફેદ વાળવાળા પુરુષ

સ્કૉટલેન્ડના યુનિવર્સિટી ઑફ સેન્ટ એન્ડ્રુના રિસર્ચરના અભ્યાસ મુજબ મહિલાઓ દ્વારા એ પુરુષ તરફ આકર્ષિત થવાનુ નવુ નથી જે તેના પિતા સમાન દેખાય છે. વાસ્તવમાં આનાથી તેમને સિક્યોરિટી અને સુરક્ષાની ભાવના મળે છે. આ એક બહુ મોટુ કારણ છે કે મહિલાઓ સફેદ વાળવાળા પુરુષો તરફ ખેંચાણ અનુભવે છે.

મહિલાઓ માટે આ છે પરિપક્વતાનુ પ્રતીક

મહિલાઓ માટે આ છે પરિપક્વતાનુ પ્રતીક

આ વાત આપણે સૌ જાણીએ છે કે લોકો પોતાના પાર્ટનરમાં સમજદારી અને પરિપક્વતા શોધતા હોય છે જે ઉંમર સાથે આવે છે. મોટાભાગે પુરુષોના વાળ એક નિશ્ચિત ઉંમર બાદ સફેદ થવા લાગે છે અને આ કારણે સફેદ થતા વાળને પરિપક્વતા સાથે જોડવામાં આવે છે. આના કારણે પણ મહિલાઓ સફેદ વાળવાળા પુરુષોને પસંદ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X