ભારતનો સૌથી મોંઘો પાડો, કિંમત એટલી કે ગાડી, બંગલો અને જમીન બધુ આવી જાય
સામાન્ય રીતે પાલતુ પ્રાણીઓની વાત આવે અને તેની કિંમત પુછાય તો લાખોમાં હજારો કે કેટલાક લાખોમાં હોય છે. જો કે એક પાડો આ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે એક પાડો એટલો મોંઘો છે કે તેની કિંમતમાં તમારા જીવનભરના સપના પુરા થઈ જાય છે. આ પાડો ભારતનો સૌથી મોંઘો પાડો હોવાનું ગૌરવ પણ ઘરાવે છે.

શહેનશાહ નામે જાણીતો આ પાડો એક એક અલગ ઓળખ ધરાવે છે. આ પાડો માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વનો સૌથી મોંઘો પાડો છે. તેની લંબાઈ 15 ફૂટ અને ઊંચાઈ 6 ફૂટથી વધુ છે.
આ પાડાની કિંમત એટલી છે કે આ કિંમતમાં લક્ઝરી કાર જ નહીં પરંતુ આલીશાન બંગલો પણ ખરીદી શકશો. આ પાડાની કિંમત અધધ 25 કરોડ રૂપિયા આસપાસ છે.
આ લિસ્ટમાં બીજા સ્થાને રહેલા પાડાની કિંમત 24 કરોડ રૂપિયા છે. આ 1500 કિલોના પાડાની જાળવણી પાછળ દર વર્ષે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ ભેંસની લંબાઈ 14 ફૂટ અને ઊંચાઈ 6 ફૂટ છે.
આ લિસ્ટમાં ત્રીજા નંબરે સુલતાન છે. તેનું વજન 500 કિલો છે. તેની કિંમત 21 કરોડ રૂપિયા છે. જ્યારે ગોલુ ચોથા નંબરે છે. તેની લંબાઈ 14 ફૂટ અને ઊંચાઈ 6 ફૂટ છે. તેની કિંમત 10 કરોડ રૂપિયા છે અને તેનું વજન લગભગ 1500 કિલો છે.
આ લિસ્ટમાં આગળનું યુવરાજનું છે. યુવરાજ ગયા વર્ષે ચર્ચામાંં આવ્યો હતો. આ પાડાની લંબાઈ 9 ફૂટ અને ઊંચાઈ 6 ફૂટ છે. તેની કિંમત 9 કરોડ રૂપિયા છે. છેલ્લા 4 વર્ષમાં આ પાડાના વીર્યમાંથી કુલ 1.5 લાખ જન્મ થયા છે.












Click it and Unblock the Notifications
