Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ દેશમાં લોકોથી વધારે સાયકલ છે, 28 ટકા મુસાફરી લોકો સાયકલથી કરે છે

ઘણા લોકો ફિટ રહેવા માટે સાયકલનો ઉપયોગ કરતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં માણસો કરતા સાયકલની સંખ્યા વધારે છે.

બહુ ઓછા લોકો જાણે છે કે નેધરલેન્ડની વસ્તી કરતા અહીં સાયકલ વધુ છે. ડચ લોકો રોજિંદા કામ માટે અને ઓફિસ જવા માટે માત્ર સાયકલનો ઉપયોગ કરે છે.

country with the most bicycles

ડચ લોકો સાયકલ ચલાવવાને તેમનો જન્મસિદ્ધ અધિકાર માને છે. નેધરલેન્ડમાં લગભગ 17 મિલિયન લોકો રહે છે અને કુલ મળીને તેઓ લગભગ 24 મિલિયન સાયકલ ધરાવે છે.

તેઓ તેમની જરૂરિયાતોને આધારે ટૂંકા અને લાંબા અંતરની મુસાફરી કરે છે. બાળકો શાળાએ જતા અને ગૃહિણીઓ સુપરમાર્કેટ માટે સાયકલ લઈને જાય છે. કામ કરતા લોકો ઓફિસે અને વૃદ્ધ લોકો ફિટ રહેવા અને મનોરંજન માટે સાયકલ ચલાવે છે.

કિલોમીટરના આંકડામાં વાત કરીએ તો એક ડચ નાગરિક સરેરાશ વાર્ષિક 1000 કિલોમીટરની મુસાફરી કરે છે અને સમગ્ર વસ્તી માટે આ આંકડો દર વર્ષે લગભગ 15 અબજ કિલોમીટર સુધી જાય છે.

નેધરલેન્ડ તેના ઉત્તમ સાયકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશ્વભરમાં જાણીતું છે. દેશમાં લગભગ 28 ટકા મુસાફરી સાયકલ દ્વારા કરવામાં આવે છે. દેશની સરકારે સાઇકલ સવારો માટે સુવિધાઓ અને રૂટ બનાવવા માટે મોટુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યુ છે.

આ એક એવો દેશ છે જ્યાં સાયકલ દ્વારા ઓફિસ જવા માટે ઈનામ આપવામાં આવે છે. જો તમે નેધરલેન્ડમાં સાયકલ દ્વારા ઓફિસ જાઓ તો તમને પ્રતિ કિલોમીટર 0.22 ડોલર ચૂકવવામાં આવે છે. આ રૂપિયા ભારતમાં 18 રૂપિયા થાય છે.

ઓફિસ જવા માટે તમારે પેટ્રોલ-ડીઝલ કે મોટર વાહન પાછળ પૈસા ખર્ચવા પડતા નથી અને ઉપરથી સાયકલથી ઓફિસ જવાના પૈસા પણ મળે છે. આ બહાના હેઠળ ડચ લોકોને કસરત મળે છે અને પર્યાવરણને ધુમાડાના પ્રદૂષણથી પણ સુરક્ષિત રાખવામાં આવે છે.

ડચ સરકાર ડચ લોકોને સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરે છે. નેધરલેન્ડમાં સાયકલ ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. સાયકલ સવારોની એમ્સ્ટરડેમમાં બોલબાલા છે. આ શહેરના રીંગ રોડ અને લેન સાયકલ સવારો માટે વિશાળ નેટવર્કથી સજ્જ છે.

આ જ કારણ છે કે દેશના વડાપ્રધાન માર્ક રુટ્ટે પણ સાયકલથી સંસદ જાય છે. આટલું જ નહીં, 2017માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેધરલેન્ડની મુલાકાતે ગયા ત્યારે ડચ પીએમે તેમને સાઇકલ ભેટમાં આપી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X