પતિ પર ભરોસો કરવામાં મુશ્કેલી થઈ રહી હોય તો સંબંધને બચાવવા માટે ઉઠાવો આ પગલુ

જ્યારે તમારા મનમાં પોતાના પાર્ટનર માટે અવિશ્વાસ વધવા લાગે ત્યારે તમારે સમજદારીથી કામ લેવુ જોઈએ અને તમે અહીં જણાવેલી રીતો અપનાવી શકો છો.

નવી દિલ્લીઃ કોઈ પણ લગ્નનો પાયો ભરોસો અને વિશ્વાસથી જ મજબૂત થાય છે. જો આમાં થોડી પણ કમી આવે તો એકબીજા પર શંકા કરવી, એકબીજાની વાતો પર વિશ્વાસ ન કરવો અને પરસ્પર સંબંધ બગડવા જેવી સ્થિતિ સામે આવી જાય છે. માટે એ જરુરી છે કે લગ્નને સફળ બનાવી રાખવા માટે ભરોસા અને વિશ્વાસને સારી રીતે જાળવી રાખો. આવી સ્થિતિમાં જ્યારે તમારા મનમાં પોતાના પાર્ટનર માટે અવિશ્વાસ વધવા લાગે ત્યારે તમારે સમજદારીથી કામ લેવુ જોઈએ અને તમે અહીં જણાવેલી રીતો અપનાવી શકો છો.

પોતાના પાર્ટનરે કહો તમારો વિશ્વાસ ફરીથી જીતવાનો પ્રયત્ન કરે

પોતાના પાર્ટનરે કહો તમારો વિશ્વાસ ફરીથી જીતવાનો પ્રયત્ન કરે

જો એક વાર તમારા પાર્ટનરે તમારો ભરોસો તોડ્યો હોય તો તમે આંખ બંધ કરીને તેના પર ફરીથી ભરોસો નહિ કરી શકો. કોઈના પર એક વાર ફરીથી પોતાના ભરોસો બનાવવા માટે તમને સમય લાગી શકે છે. એવામાં તમારે પોતાના પાર્ટનર સાથે વાત કરીને તેને એ જણાવવુ જોઈએ કે આ સમયે તે પોતાના તરફથી મહેનત કરે અને તમારો ભરોસો જીતવાનો પ્રયત્ન કરે.

શાંત મનથી કરો પોતાના પાર્ટનર સાથે વાતચીત

શાંત મનથી કરો પોતાના પાર્ટનર સાથે વાતચીત

જો તમે પોતાના પાર્ટનરનુ કોઈ જૂઠ પકડ્યુ હોય તો તેના વિશે પોતાના પાર્ટનર સાથે પૂછપરછ ખૂબ જ શાંત દિમાગથી જ કરો. ગુસ્સો કે છેતરપિંડી અનુભવતી વાતચીત દરમિયાન તમારી સાથે એવી વાતો પણ થઈ શકે છે જે તમારા બંનેના સંબંધને વધુ ખરાબ કરી દેશે.

વાતચીત છે મહત્વનો રસ્તો

વાતચીત છે મહત્વનો રસ્તો

લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓનો સૌથી સરળ અને કારગર ઉપાય વાતચીતની રીત અપનાવાનો હોય છે. વાતચીત કરીને તમે દરેક પ્રકારની શંકા અને અવિશ્વાસના કારણોને જાણી શકો છો અને ઉકેલી શકો છો.

કોઈ બહારના વ્યક્તિની લો મદદ

કોઈ બહારના વ્યક્તિની લો મદદ

જો તમારા અને તમારા પાર્ટનર વચ્ચે વાતચીત પ્રભાવી ન થઈ રહી હોય અને સંબંધમાં અવિશ્વાસ વધી રહ્યો હોય તો આ સમય છે કે તમે કોઈ ત્રીજા વ્યક્તિની મદદ લો. આ વ્યક્તિ તમારો નજીકનો દોસ્ત કે પરિવારનો હોઈ શકે છે. જેના પર તમને બંનેને ભરોસો હોય અને જે તમને બંનેને જજ ના કરે. તમે કોઈ પ્રોફેશનલની પણ મદદ લઈ શકો છો.

માફ કરવા અને ફરીથી ભરોસો કરવામાં હોય છે તફાવત

માફ કરવા અને ફરીથી ભરોસો કરવામાં હોય છે તફાવત

જો તમે પોતાના પાર્ટનરે તેની ભૂલ અને જૂઠ માટે માફ કરી દીધો હોય તો એનો અર્થ એ નથી કે તમે તેના પર ફરીથી આંખ બંધ કરીને વિશ્વાસ કરવા લાગી જશો. તમારે એ સ્પષ્ટ કરી દેવુ જોઈએ કે ફરીથી એ જ ભરોસો જાળવવામાં સમય લાગશે અને બંને એકબીજાને જરુરી સમય આપવા માટે તૈયાર રહો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X