For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાના 10 દેશ જેમની પાસે છે સોનાનો અખૂટ ખજાનો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ઓક્ટોબર: ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામ ઉન્નાવની પાસે એક સાધુએ સપનામાં જોયું કે કિલ્લામાં 1000 ટન સોનું છે તો આખી સરકાર તે સોનાની શોધમાં લાગી ગઇ. સોનું કોઇપણ દેશ માટે તેની તાકાતને નિર્ધારીત કરનાર સશક્ત સાધન છે. જે દેશ પાસે જેટલું સોનું તેને એટલો જ શક્તિશાળી દેશ માનવામાં આવે છે.

દેશમાં શોભન સરકારે હજાર ટન સોનાના ખજાનાની ચર્ચા કરી કૂતૂહુલ પેદા કરી દિધું તો દુનિયાભરની નજરો ભારતીય સોનાના પ્રત્યે દિવાનગી પર ટકેલી છે. ભારત દુનિયાનો સર્વાધિક આયાત કરનાર દેશ છે, કહેવામાં આવે છે કે દુનિયાભરમાં જેટલું સોનું ભારતીયો પાસે છે, એટલું સોનું આખી દુનિયા પાસે પણ નથી, પરંતુ જ્યારે વાત ગવમેન્ટ ગોલ્ડ રિઝર્વની વાત આવે છે તો ભારતનું સ્થાન ટૉપ ટેનમાં સૌથી નીચે આવે છે.

સોને કી ચિડિયા કહેવાતો ભારત હવે સોનાના મામલે દસમા ક્રમે છે. કેટલુંક અંગ્રેજો લઇ ગયા તો કેટલાક એવા છે તો સરકારની નજરથી બચેલા છે. ભારતમાં પાકા બિલ વિના સોનું ખરીદવાનું ચલણ છે. લોકો સરકાર પાસેથી ટેક્સ બચાવવા જુગાડમાં સોનાની ચોરીછુપે ખરીદી કરે છે. ચોરી છુપે ખરીદીનો મતલબ છે કે અહીં સેલ્સ ટેક્સ આપ્યા વિના સોનું ખરીદવામાં આવે છે. અહીં અમે તમને 10 એવા દેશો વિશે જણાવીએ છીએ કે જેની પાસે ગોલ્ડ રિઝર્વ ભારતથી વધુ છે.

યૂનાઇડેટ સ્ટેટસ અમેરિકા

યૂનાઇડેટ સ્ટેટસ અમેરિકા

દુનિયાનો મહાશક્તિશાળી દેશ અમેરિકા સૌથી તાકતવર એટલા માટે છે કારણ કે તેની પાસે સૌથી વધુ સોનું છે. અમેરિકાના આર્થિક, સામરિક અને વૈજ્ઞાનિક શક્તિ બનવા પાછળ તેના સોનાનો ભંડાર છે, જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો અમેરિકા પાસે કુલ 8,133.5 ટન સોનું છે. જો કે આ અત્યાર સુધીના સર્વાધિક રેકોર્ડ કરતાં ઓછો છે. અનુમાન લગાવવામાં આવે છે કે સન 1952માં અમેરિકા પાસે 20,663 ટન સોનું હતું.

જર્મનીનો બીજો નંબર 3,391.3 ટન સોનું રિઝર્વ સ્ટોક છે

જર્મનીનો બીજો નંબર 3,391.3 ટન સોનું રિઝર્વ સ્ટોક છે

અમેરિકા બાદ જર્મની દુનિયાનો એવો બીજો શક્તિશાળી દેશ છે જેની પાસે સૌથી વધુ સોનું છે. દ્રિતીય વિશ્વ યુદ્ધની વિભિષકા અને દેશના વિભાજનની માર સહન કરી ચૂકેલા જર્મની પાસે કુલ

ઇટલી

ઇટલી

ઇટલી પાસે સોનું જ તેની અસલી તાકાત છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા અનુસાર ઇટલી પાસે 2,451.8 ટન સોનું છે જે તેને આખા વિશ્વમાં ત્રીજા સ્થાને રાખે છે.

ફ્રાન્સ

ફ્રાન્સ

ફ્રાન્સ દુનિયાનો એવો ચોથો દેશ છે જેની પાસે સૌથી વધુ સોનું છે. તેની પાસે ચીનના મુકાબલે બે ગણા કરતાં પણ વધારે 2,435.4 ટન સોનું છે.

ચીન

ચીન

મિસાઇલની તાકાતમાં ભલે ચીનનો બીજો નંબર હોય, પરંતુ સોનાના ભંડારમાં તે પાંચમા સ્થાને છે. ચીન પાસે કુલ 1054.1 ટન સોનાનો ભંડાર છે જે સ્વિત્ઝરલેંડથી માત્ર 14 ટન વધુ સોનું છે.

સ્વિત્ઝરલેંડ

સ્વિત્ઝરલેંડ

ગોટાળા અને ભ્રષ્ટાચારના મામલે સ્વિત્ઝરલેંડ સૌથી ઉપર છે, પરંતુ સોના રેકોર્ડ ભંડારના મામલે તેને છઠ્ઠું સ્થાન મળ્યું છે. સ્વિસ સરકાર પાસે કુલ 1040.1 ટન સોનાનો ભંડાર છે.

રશિયા

રશિયા

રશિયા પાસે 976.9 ટન સોનાનો સ્ટોક છે. તેને સાતમું સ્થાન મળ્યું છે, પરંતુ ભાગલા બાદ અસ્તિત્વમાં આવેલા રશિયા જો પોતાની મુદ્રા રૂબલને આંતરરાષ્ટ્રીય રિઝર્વ મુદ્રા બનાવવા માટે ભારેમાત્રામાં સોનું વેચ્યું ના હોત તો તે કદાચ ટોપ ફાઇવ દેશોમાં સામેલ હોત.

જાપાન

જાપાન

પરમાણું હુમલાની માર સહન કર્યા બાદ જાપાને ફક્ત 60 વર્ષોમાં સોનું ભેગું કરીને પોતાને ટોપ ટેન દેશોમાં સામેલ કરી દિધું છે. 1959માં જાપાનનું કુલ રિઝર્વ માત્ર 6 હતું પરંતુ ત્યારબાદ આક્રમક વલણ અપનાવતાં જાપાને સોનું ખરીદવાનું શરૂ કર્યું અને તેની પાસે કુલ 765.2 ટન સોનું છે. જો કે 2011માં આવેલી પ્રાકૃતિક આફત સૂનામીના કારણે તેને ઘણું સોનું વેચવું પડ્યું હતું.

નેધરલેંડ

નેધરલેંડ

નેધરલેંડની સરકાર પાસે કુલ 612.5 ટન સોનું છે. 1999માં નેધરલેંડે પોતાના ખજાનામા6 235 ટન વેચી દિધું હતું, જેના કારણે તેને યાદીમાં નીચે ખસકવું પડ્યું છે.

ભારત

ભારત

સોને કી ચિડીયા કહેવાતા ભારત પાસે સોનાના મામલે ટોપ ટેન દેશોની યાદીમાં સૌથી નીચે છે. ભારતનું કુલ સોનું રિઝર્વ માત્ર 557.5 ટન છે જેના કારણે ભારત આ લિસ્ટમાં સૌથી નીચા ક્રમ પર છે. જો કે માનવામાં આવે છે કે હજારો ટન સોનું ભારતીય ઘરોમાં વિભિન્ન રૂપોમાં પડ્યું છે.

English summary
Top 10 countries which have largest gold stock. India is at the bottom of the list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X