For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: આ છે 75000 રેડ સાઇડેડ ગાર્ટર સ્નેકનો સાથી પસંદગી મેળાવડો

|
Google Oneindia Gujarati News

કેનેડામાં આવેલા પ્રદેશ મનીતોબામાં દર વર્ષે વસંત ઋતુ દરમિયાન અંદાજે 75,000 જેટલી મોટી સંખ્યામાં રેડ સાઇડેડ ગાર્ટર સ્નેક (Thamnophis sirtalis infernalis) તરીકે ઓળખાતી સર્પની એક પ્રજાતિના સભ્યો એકત્ર થાય છે. આ નજારો જોવાની વાતથી કેટલાકને કમકમાટી થઇ હશે તો કેટલાકને ઉત્સુકતા થઇ હશે.

અનેકને એવો પ્રશ્ન પણ થયો હશે કે દર વસંત ઋતુમાં કેમ સર્પોનો મેળાવડો જામે છે. તેઓ શું કરતા હશે? તેમને જગ્યાની સંકડાશ નહીં પડતી હોય? આવા તમામ પ્રશ્નોનો જવાબ એક છે કે આ સર્પ પ્રજાતિ મનીતોબામાં આવેલી ચૂનાના પત્થરોની ગુફાઓમાં મેળાવડો યોજે છે.

આ મેળાવડો પોતાના મનપસંદના સાથીને શોધવા માટે જામે છે. વિશ્વમાં અન્ય પ્રજાતિઓમાં જોવા મળે છે એવી જ લડાઇ આ પ્રજાતિના પુરુષ સર્પોમાં જોવા મળે છે. તેઓ માદા સર્પનું દિલ જીતવ માટે જીવલેણ લડાઇ લડતા હોય છે.

આ મેળાવડાને લગતી અન્ય રોચક માહિતી સ્લાઇડમાં ક્લિક કરીને જાણો...

1

1

આ મેળાવડો વિશ્વમાં આ જ સ્થળે યોજાવા પાછળ બે કુદરતી પરિબળો જવાબદાર છે. એક તો ચૂનાના પત્થરોમાં બનાવેલા દર અને બીજું દળદળ.

2

2

નેશનલ જીયોગ્રાફીના એન્વાયર્નમેન્ટલ ડૉક્યુમેન્ટ્રીના ફોટોગ્રાફર પોલ કોલંગેલોના જણાવ્યા અનુસાર ઉનાળા દરમિયાન અહીંના દળદળમાં રહેલા દેડકાંઓને કારણે સર્પોને અખૂટ ભોજન મળી રહે છે.

3

3

પોલ કોલંગેલો કહે છે કે શિયાળામાં આ જગ્યા એટલા માટે સુખરૂપ છે કારણ કે અહીં ચૂનાના પત્થરોના દરોમાં પડેલી તિરાડોમાં તેમને સુરક્ષિત આશ્રય મળી રહે છે. કારણ કે શિયાળામાં આ વિસ્તારનુ તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જતું રહે છે.

4

4

રેડ સાઇડેડ ગાર્ટર સ્નેક માનવો માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત અને બિનહાનિકારક જીવ છે. તેમને અહીં સંભોગ બાદ ઇંડા મુકવા માટે યોગ્ય જગ્યા મળી રહે છે.

5

5

રેડ સાઇડેડ ગાર્ટર સ્નેકના નર સર્પો પોતાનાથી મોટા કદની માદા સર્પના માથા પર પોતાની દાઢી ઘસીને તેમને આકર્ષિત કરે છે અને સંભોગ તથા ઇંડા મૂકવા માટે ઉત્તેજિત કરે છે.

6

આ રહ્યો વિડિયો...

આ મેળાવડો વિશ્વમાં આ જ સ્થળે યોજાવા પાછળ બે કુદરતી પરિબળો જવાબદાર છે. એક તો ચૂનાના પત્થરોમાં બનાવેલા દર અને બીજું દળદળ.

નેશનલ જીયોગ્રાફીના એન્વાયર્નમેન્ટલ ડૉક્યુમેન્ટ્રીના ફોટોગ્રાફર પોલ કોલંગેલોના જણાવ્યા અનુસાર ઉનાળા દરમિયાન અહીંના દળદળમાં રહેલા દેડકાંઓને કારણે સર્પોને અખૂટ ભોજન મળી રહે છે.

પોલ કોલંગેલો કહે છે કે શિયાળામાં આ જગ્યા એટલા માટે સુખરૂપ છે કારણ કે અહીં ચૂનાના પત્થરોના દરોમાં પડેલી તિરાડોમાં તેમને સુરક્ષિત આશ્રય મળી રહે છે. કારણ કે શિયાળામાં આ વિસ્તારનુ તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જતું રહે છે.

રેડ સાઇડેડ ગાર્ટર સ્નેક માનવો માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત અને બિનહાનિકારક જીવ છે. તેમને અહીં સંભોગ બાદ ઇંડા મુકવા માટે યોગ્ય જગ્યા મળી રહે છે.

રેડ સાઇડેડ ગાર્ટર સ્નેકના નર સર્પો પોતાનાથી મોટા કદની માદા સર્પોના માથા પર પોતાની દાઢી ઘસીને તેમને આકર્ષિત કરે છે અને સંભોગ તથા ઇંડા મૂકવા માટે ઉત્તેજિત કરે છે.

English summary
Video: What is going on in world's largest gathering of red sided garter snake?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X