આશિક મિજાજ પાર્ટનરની આદતોથી પરેશાન છો, તો આ રીતે કરો હેન્ડલ
પાર્ટનરની ફ્લર્ટ કરવાની આદત મહિલાનુ દિલ તોડી નાખે છે. જો તમે ઇચ્છો તો તમે તમારા પાર્ટનરની આ આદતને ખૂબ જ સ્માર્ટલી હેન્ડલ કરી શકો છો. તો ચાલો આજે આ લેખમાં તમને આવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવીએ-
નવી દિલ્લીઃ રિલેશનમાં અમુક અંશે ફ્લર્ટિંગ હંમેશા તેમાં એક નવીનતા જાળવી રાખે છે. ફ્લર્ટ ત્યારે સારુ હોય જ્યારે કોઈ વ્યક્તિ ફક્ત તેના પાર્ટનર સાથે ફ્લર્ટ કરે છે. પરંતુ સામાન્ય રીતે આવુ થતુ નથી. અમુક લોકોને ફ્લર્ટ કરવાની આદત હોય છે અને તેથી તેઓ માત્ર તેમના પાર્ટનર સાથે જ નહિ પરંતુ અન્ય મહિલાઓ સાથે પણ ફ્લર્ટ કરવાથી પાછા પડતા નથી. તેમના માટે આવુ કરવુ સામાન્ય વાત હોઈ શકે છે અને તેમને તેમાં કોઈ નુકસાન નથી દેખાતુ. પરંતુ તેનાથી ખરેખર મહિલાના દિલને ઠેસ પહોંચી શકે છે. એવુ જોવામાં આવે છે કે પાર્ટનરની ફ્લર્ટ કરવાની આદત મહિલાનુ દિલ તોડી નાખે છે. ઘણી વાર આ આદતને કારણે કપલ વચ્ચે ઝઘડા અને તણાવની સ્થિતિ પણ સર્જાય છે. જો કે જો તમે ઇચ્છો તો તમે તમારા પાર્ટનરની આ આદતને ખૂબ જ સ્માર્ટલી હેન્ડલ કરી શકો છો. તો ચાલો આજે આ લેખમાં તમને આવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવીએ-

ઑબ્ઝર્વ કરો
એવુ જરૂરી નથી કે પુરુષ પોતાના પાર્ટનરને છેતરવા કે બીજી સ્ત્રી તરફ આકર્ષિત થવા માટે ફ્લર્ટ કરતો હોય. જુદા જુદા લોકો જુદા જુદા કારણોસર ફ્લર્ટ કરે છે. તેથી ગુસ્સે અથવા દુઃખી થતાં પહેલા તમે તમારા જીવનસાથીનુ નિરીક્ષણ કરો એ મહત્વપૂર્ણ છે. કેટલાક તેમના આત્મવિશ્વાસને વધારવા માટે ફ્લર્ટ કરે છે જ્યારે કેટલાક તેને મનોરંજન માટે કરવાનુ પસંદ કરે છે. વળી, કેટલાક તેમના ચુલબુલા વ્યક્તિત્વને કારણે ફ્લર્ટ કરે છે. તેથી પહેલા જુઓ કે શું તે દર વખતે કોઈ ખાસ સ્ત્રી સાથે ફ્લર્ટ કરે છે કે પછી તે દરેક વ્યક્તિ સાથે તે જ રીતે વર્તે છે. તમારા જીવનસાથીના વ્યક્તિત્વને સારી રીતે સમજ્યા પછી જ કોઈપણ પ્રતિક્રિયા આપો.

દિલની વાત કહો
કેટલીકવાર કપલ્સ રિલેશનશિપમાં કેટલીક એવી હરકતો કરે છે જેમાં તેમને કોઈ ખરાબી દેખાતી નથી પરંતુ તેનાથી સામેના વ્યક્તિના દિલને ઠેસ પહોંચે છે. જો કે પાર્ટનરને તેનો ખ્યાલ પણ નથી હોતો. આવી સ્થિતિમાં જો તમારા પાર્ટનર સાથે ફ્લર્ટ કરવાની આદતને કારણે તમારુ મન દુખતુ હોય તો સારુ રહેશે કે તમે તેને તમારા દિલની વાત જણાવો. જો કે આ સમય દરમિયાન તમારા સ્વરનુ ખાસ ધ્યાન રાખો. વાતચીત દરમિયાન તમારો સ્વર ફરિયાદનો ન હોવો જોઈએ. તમે તેની સાથે ખૂબ જ આરામથી વાત કરો. જેથી તે તમારા દિલની લાગણીઓને સમજી શકે.

પાર્ટનર સાથે કરો ફ્લર્ટ
મોટાભાગના પુરુષોને ફ્લર્ટ કરવાની આદત હોય છે. આવી સ્થિતિમાં તે કોની સાથે ફ્લર્ટ કરી રહ્યો છે તેની પણ તેને પરવા નથી હોતી. જો તમારા પાર્ટનરનો સ્વભાવ એવો હોય તો તેને હેન્ડલ કરવાનો સૌથી સારો રસ્તો એ છે કે તેની સાથે થોડુ ચીઝી રહેવુ અને ક્યારેક-ક્યારેક ફ્લર્ટ કરવુ. જ્યારે તે હંમેશા તમારી સાથેના સંબંધોમાં નવીનતા અનુભવશે તો પછી તેને કોઈ અન્ય સ્ત્રી સાથે ફ્લર્ટ કરવાનુ મન થશે નહિ.

કરો કંઈક અલગ
એવુ જોવામાં આવે છે કે રિલેશનશિપમાં થોડા સમય પછી કપલ્સ રોજિંદા જીવનમાં એટલી હદે વ્યસ્ત થઈ જાય છે કે તેમના સંબંધોમાં કંઈ નવુ રહેતુ નથી. આવી સ્થિતિમાં તેમના કંટાળાને દૂર કરવા અથવા તો નવા અનુભવ માટે ફ્લર્ટ કરતા હોય છે. વળી, આ ફ્લર્ટ ક્યારેક સંબંધ તૂટવાનું કારણ પણ બની જાય છે. તમારા સંબંધમાં આવુ ન થવુ જોઈએ. તેથી તમારી પ્રોફેશનલ લાઈફ જેટલુ જ ધ્યાન તમારા અંગત જીવન પર પણ આપો. હંમેશા કંઈક નવુ અને અલગ કરવાનો પ્રયાસ કરો. તમારા પાર્ટનરને સમયાંતરે સરપ્રાઈઝ આપો અને તેમની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો. જ્યારે તમે તમારા સંબંધ અને જીવનસાથીને સમય અને પ્રેમ આપશો તો સંબંધમાં ઘણી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
