જાસૂસી કરતુ આ 'પેગાસસ સ્પાઈવેર' શું છે અને ઈઝરાયેલનુ આ 'સાઈબર હથિયાર' કેવી રીતે કામ કરે છે?
પેગાસસ સ્પાઈવેર એકવાર ફરીથી ભારતમાં ચર્ચામાં છે કારણકે આરોપ લાગી રહ્યા છે કે આના દ્વારા અહીં લગભગ 300 લોકોના ફોન હેક કરવામાં આવ્યા છે. વાંચો, જાસૂસી માટેનુ પેગાસસ સ્પાઈવેર શું છે, કેવી રીતે કામ કરે છે?
નવી દિલ્લીઃ પેગાસસ એક સ્પાઈવેર છે જેને ઈઝારયેલી કંપની એનએસઓએ વિકસિત કર્યુ છે. માહિતી મુજબ દુનિયાભરની ઘણી સરકારો આનો ઉપયોગ અમુક લોકોની જાસૂસી માટે કરે છે અને તેને કંપની પાસેથી ખરીદે છે. કોઈના સ્માર્ટફોનને હેક કરવા માટે પેગાસસનો ઉપયોગ થઈ શકે છે અને તે વૉટ્સએપ ચેટ સહિત ફોનમાંથી બધા ડિટેઈલ ચોરી લે છે. પેગાસસ સ્પાઈવેર એકવાર ફરીથી ભારતમાં ચર્ચામાં છે કારણકે આરોપ લાગી રહ્યા છે કે આના દ્વારા અહીં લગભગ 300 લોકોના ફોન હેક કરવામાં આવ્યા છે જેમાં મંત્રી, પત્રકાર, સુપ્રીમ કોર્ટના જજ સહિત વિપક્ષના નેતા પણ શામેલ છે. જો કે સરકારે આ પ્રકારના દાવાઓનુ સંપૂર્ણપણે ખંડન કર્યુ છે.

પેગાસસ સ્પાઈવેર શું છે અને તે કેવી રીતે કામ કરે છે
પેગાસસ સ્પાઈવેર ઈઝરાયેલની કંપની એનએસઓ ગ્રુપ વેચે છે. એ એક એવુ સ્પાઈવેર છે જે કોઈ પણ ફોનનો ડેટા ચોરી લે છે. સ્પાઈવેરના નામથી એ સ્પષ્ટ છે કે આ જાસૂસી માટે તૈયાર કરવામાં આવ્યુ છે. આ ટાર્ગેટ મોબાઈલની ત્યાં સુધી વૉચ રાખી શકે છે જ્યાં સુધી માટે તેને પ્રોગ્રામ કરવામાં આવ્યુ હોય. હેકરે જેવુ પેગાસસ સ્પાઈવેર કોઈ યુઝરના મોબાઈલમાં નાખ્યુ એટલે તેની જાસૂસી શરૂ થઈ જાય. હેકર યુઝરના ફોનના ડેટાને હજારો કિલોમીટર દૂરથી એક્સેસ કરતો રહે છે અને તેનો ઉપયોગ કરનારને આની ભનક પણ નથી લાગતી.

પેગાસસ સ્પાઈવેર ફોનમાં કેવી રીતે પહોંચે છે?
એકવાર હેકરને ટાર્ગેટ મળી જાય છે કે કોઈ યુઝરનો ફોન હેક કરવાનો છે એટલે તે એના ફોન પર આના માટે બનાવવામાં આવેલ એક વેબસાઈટ(નકલી)ની લિંક મોકલે છે. યુઝર જેવુ એ લિંક પર ક્લિક કરે કે તરત જ પેગાસસ સ્પાઈવેર તેના ફોનમાં જાતે ઈન્સ્ટૉલ થઈ જાય છે. હેકર આને વૉટ્સએપ જેવી ચેટિંગ એપ દ્વારા પણ સિક્યોરિટી બગ મોકલીને ઈન્સ્ટૉલ કરી શકે છે. સચ્ચાઈ તો એ છે કે સાઈબર જાસૂસીનો આ ખેલ એટલો અત્યાધુનિક છે કે માત્ર ટાર્ગેટ યુઝરને એક મિસ્ડ કૉલ આપીને પણ તેના ફોનમાં પેગાસસ ઈન્સ્ટૉલ કરી શકાય છે. તેને એ રીતે તૈયાર કરવામાં આવ્યુ છે કે મિસ્ડ કૉલ જવા પર પણ યુઝરના કૉલ લૉગમાંથી તે મિસ્ડ કૉલ પેગાસસના ઈન્સ્ટૉલ થયા બાદ ગાયબ થઈ જાય છે અને યુઝરને એ મિસ્ડ કૉલ વિશે ક્યારેય ખબર નથી પડતી.

પેગાસસ સ્પાઈવેર શું કરી શકે છે?
પેગાસસ સ્પાઈવેર ટાર્ગેટ સ્માર્ટફોનમાં ઈન્સ્ટૉલ થતાં જ તેના ફોન પર હેકરનો કંટ્રોલ આવી જાય છે. યુઝરનો પાસવર્ડ, કેમેરો, કૉન્ટેક્ટ લિસ્ટ, કેલેન્ડર ઈવેન્ટ, ટેક્સ્ટ મેસેજ, માઈક્રોફોન, વૉઈસ કૉલ બધાને રેકૉર્ડ કરીને તે હેકર સુધી મોકલી શકે છે. સિક્યોરિટી રિસર્ચરોને જાણવા મળ્યુ છે કે પેગાસસ મેસેજ વાંચી શકે છે, કૉલને ટ્રેક કરી શકે છે, યુઝર વિવિધ એપ પર જે પણ એક્ટિવિટી કરે તેના પર સતત વૉચ રાખી શકે છે, તેનો લોકેશન ડેટા મેળવી શકે છે અને એ ફોન દ્વારા થતી દરેક વાતચીત સાંભળી શકે છે.

પેગાસસ સ્પાઈવેર બનાવતી એનએસઓ ગ્રુપનુ શું કહેવુ છે?
ઈઝરાયેલના એનએસઓ ગ્રુપનો દાવો છે કે આ સાઈબર પ્રોગ્રામને માત્ર સરકારી એજન્સીઓને જ વેચવામાં આવ્યો છે જેનો ઉદ્દેશ્ય આતંકવાદ અને ગુનાઓ પર નજર રાખવાનો છે. આ સ્પાઈવેર માટે પહેલા પણ વિવાદ થઈ ચૂક્યા છે. મેક્સિકો અને સાઉદી અરબ જેવા દેશોની સરકારો પર પણ આના દ્રારા જાસૂસી કરવાના આરોપ લાગી ચૂક્યા છે. વૉટ્સએપની માલિકીવાળી કંપની ફેસબુક અને ઘણી બીજી કંપનીઓએ પણ તેના પર કેસ કર્યા છે. બાંગ્લાદેશ જેવા ઘણા દેશોએ અધિકૃત રીતે આ સ્પાઈવેર ખરીદ્યુ છે. એનએસઓ ગ્રુપ વારંવાર એ દાવો કરે છે કે તે માત્ર માન્યતા પ્રાપ્ત સરકારી એજન્સીઓને જ આ પ્રોગ્રામ ઉપલબ્ધ કરાવે છે.

પેગાસસ સ્પાઈવેરનો લેટેસ્ટ વિવાદ શું છે?
ભારતમાં આ પહેલા નવેમ્બર, 2019માં પણ ઘણા પત્રકારો અને એક્ટિવિસ્ટના ફોન પર આ પ્રકારના સાઈબર હુમલાના આરોપ લાગી ચૂક્યા છે. આ વખતે પણ ઘણી વેબસાઈટે રવિવારે ભારતમાં 300થી વધુ મોબાઈલ નંબરોને આ સ્પાઈવેરથી હેક કરવાના દાવા કર્યા છે. આમાં લગભગ 40 પત્રકાર, 2 કેબિનેટ મંત્રી, વિપક્ષના 3 નેતા, સુપ્રીમ કોર્ટના એક જજ સહિત અમુક એક્ટિવિસ્ટ અને બિઝનેસમેનના નંબર પણ હેક થવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે ભારત સરકારે અનધિકૃત રીતે આ સ્પાઈવેર દ્વારા કોઈની પર વૉચ રાખવાના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તમને જણાવી દઈએ કે પેરિસ સ્થિત મીડિયા નૉનપ્રોફિટ ફૉરબિડન સ્ટોરીઝ અને એમનિસ્ટી ઈન્ટરનેશનલે દુનિયાભરમાં હજારો લીક ડેટા બેઝ હાથ લાગવાના દાવા કર્યા છે જેને આ સ્પાઈવેર દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. રવિવારે સાંજે 16 ગ્લોબલ મીડિયા ઑર્ગેનાઈઝેશન દ્વારા આ પ્રકારની જાસૂસીનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
