મંગળસુત્રમાં કેમ હોય છે કાળા મોતી? મોટાભાગની મહિલાઓ આ વાત નથી જાણતી

ભારતીય પરંપરામાં લગ્ન કરેલી મહિલાઓ તેમના ગળામાં મંગળસુત્ર પહેરે છે. આ મંગળસુત્રમાં કાળા મોતી હોય છે. તેના પાછળ એક ખાસ કારણ છે.

હિંદુ ધર્મમાં લગ્ન દરમિયાન ઘણી વિધિઓ કરવામાં આવે છે, જેમાં મંગળસૂત્ર પહેરવું એ પણ એક વિધિ છે. હિંદુ ધર્મમાં મંગળસૂત્રનું મહત્વ ઘણું છે. મંગળસૂત્ર વિના લગ્ન અપૂર્ણ મનાય છે.

Mangalsutra

લગ્ન પછી કન્યાના 16 શણગારોમાંનું એક મંગળસૂત્ર છે. મંગળસૂત્ર વિના કોઈ પણ લગ્ન પૂર્ણ થઈ શક નહીં. લગ્નની વિધિ દરમિયાન વરરાજા કન્યાને પોતાના હાથથી મંગલસૂત્ર પહેરાવે છે. જે પછી લગ્ન પૂર્ણ માનવામાં આવે છે.

તમે જોયુ હશે કે મંગળસૂત્રમાં મુખ્યત્વે સોનેરી અને કાળા મોતી હોય છે. જેને ખાસ દોરાથી જોડવામાં આવે છે. શું તમે જાણો છો કે મંગળસૂત્રમાં કાળા મોતીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે.

માનવામાં આવે છે કે કાળા મોતી વિવાહિત મહિલાઓ અને વૈવાહિક જીવનને ખરાબ નજરથી બચાવવાનું કામ કરે છે.

કાળા મોતીને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે, તેથી સ્ત્રીનું મંગળસૂત્ર તેના પતિ માટે રક્ષણાત્મક કવચ પણ માનવામાં આવે છે. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે મંગળસૂત્રમાં અનેક દેવી-દેવતાઓનો વાસ છે.

સોનાનાનો પણ મંગલસૂત્રનોસમાવેશ થાય છે કારણ કે સોનામાં હીલિંગ ગુણ હોય છે, જે પરિણીત મહિલાઓને ચિંતા, ટેન્શન અને તણાવથી દૂર રાખવામાં મદદ કરે છે. તેની સાથે જ સોનું ગુરૂનો પ્રભાવ વધારે છે અને દામ્પત્ય જીવનને સુખી બનાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X