તમને પણ પોતાના પાર્ટનરનો ફોન ચેક કરવાનુ થાય છે મન, જાણો શું છે કારણ
ઘણી મહિલા પાર્ટનર એવી હોય છે જે પૂછ્યા વિના પોતાના પતિ કે બૉયફ્રેન્ડનો ફોન ચેક કરી લે છે અને પછી તેને ખરાબ પણ અનુભવાય છે.
ઘણા કપલ્સ વચ્ચે પોતાના પાર્ટનર પર નજર રાખવી સામાન્ય વાત છે. જોવામાં આવ્યુ છે કે આવુ કરવામાં મહિલાઓ આગળ રહે છે. ઘણી મહિલા પાર્ટનર એવી હોય છે જે પૂછ્યા વિના પોતાના પતિ કે બૉયફ્રેન્ડનો ફોન ચેક કરી લે છે અને પછી તેને ખરાબ પણ અનુભવાય છે. પરંતુ તેમછતાં તો પોતાની આ આદત છોડતી નથી. તેમને જ્યારે મોકો મળે ત્યારે તે પોતાના પાર્ટનરનો ફોન ચેક કરી લે છે. ઘણી વાર જ્યારે પાર્ટનર પાસવર્ડ બદલી દે તો પ્રેમ મહોબ્બતથી ફરીથી તે જાણી લે છે. અમુક લોકો પાર્ટનર દ્વારા પોતાનો ફોન ચેક કરવા માટે સહજ હોય છે પરંતુ એવુ જરૂરી નથી કે આ મામલે પોતાના સાથીનુ વલણ પણ શાંત રહે. જાણવાની કોશિશ કરીએ કે છેવટે લોકોમાં પોતાના પાર્ટનરના ફોનમાં તાંકઝાંક કરવાનુ મન કેમ થાય છે.

બીજા સાથે પાર્ટનરના સંબંને કરવા ઈચ્છે છે નિયંત્રિત
યુનિવર્સિટી ઑફ બ્રિટિશ કોલંબિયા અને યુનિવર્સિટી ઑફ લિસ્બનની સંયુક્ત સ્ટડીમાં એ માલુમ પડ્યુ છે કે મોટાભાગના લોકો જે પોતાના પાર્ટનર કે દોસ્તોનો ફોન ચેક કરે છે તેની પાછળ મહત્વનુ કારણ ઈર્ષ્યા હોય છે. સાથેજ તે ઈચ્છે છે કે તે બીજા સાથે પોતાના પાર્ટનરના રિલેશનશિપને કંટ્રોલ કરી શકે. ચોંકાવારી વાત એ છે કે મોટાભાગના લોકો પોતાના પાર્ટનર, જીવનસાથી કે દોસ્તો દ્વારા પોતાના ફોનમાં ઘૂસણખોરી કરવાની આદત પર રોક પણ નથી લગાવતા. વળી, બીજી તરફ જે લોકોને પાર્ટનરની આ આદત પસંદ નથી ત્યાં તેમનો સંબંધ તૂટી પણ જાય છે.

ફોન ચેક કરવાની આદતથી તૂટ્યા 45 ટકા સંબંધ
102 લોકોના એક નાનકડા અભ્યાસનો હિસ્સો બનાવવામાં આવ્યા જ્યાં તેમને આ ઘટનાઓ શેર કરવા માટે કહેવામાં આવ્યુ જ્યાં તેમણે પોતાના પાર્ટનરનો ફોન તેમની અનુમતિ વિના જ ચેક કર્યો. ત્યારબાદ તેમને એ જણાવવાનુ હતુ કે તેમની આ હરકતની માહિતી તેમના પાર્ટનરને મળી તો તો તેમના સંબંધ પર શું અસર પડી. અભ્યાસ મુજબ લગભગ 45 ટકા લોકોનો સંબંધ તૂટી ગયો. વળી, 55 ટકા લોકોનો સંબંધ આ રીતની હરકત બાદ પણ બચી ગયા.

લત ના બની જાય પાર્ટનરનો ફોન ચેક કરવો
સાઈકોલોજીકલ નિષ્ણાતના જણાવ્યા મુજબ પાર્ટનરના ફોનમાં છૂપાઈને ચેક કરવાનો સીધો મતલબ છે કે તમે તેની જાસૂસી કરી રહ્યા છો. આ ધીમે ધીમે તમારી આદત બની શકે છે. જો આ આદત અનિયંત્રિત થઈ જાય તો આ લતનુ રૂપ લઈ શકે છે અને તમને દર થોડી વારમાં ફોન ચેકકરવાનુ મન થશે. આની સીધી અસર તમારા રિલેશનશિપ પર પડશે.












Click it and Unblock the Notifications
