શિયાળામાં મોઢામાંથી ધુમાડો કેમ નીકળે છે? આમ થવા પાછળ છે ખાસ કારણ
હિમાલય સહિત પર્વતો પર બરફવર્ષા થઈ રહી છે અને ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. ઠંડી વચ્ચે તમે એક વાત નોટીસ કરી હશે કે ઘણી વખત મોઢામાંથી ઘુમાડો નીકળે છે. આમ થવા પાછળ એક કારણ છે.
શિયાળામાં મોઢામાંથી વરાળ કે ધુમાડો કેમ નીકળે છે તે જાણવા માટે સૌપ્રથમ શ્વાસ લેવાની પ્રક્રિયાને સમજવી જરૂરી છે. આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે આપણા શરીરમાં ઓક્સિજન લઈ જઈએ છીએ અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઈડને બહાર કાઢીએ છીએ.

શ્વાસ બહાર કાઢતી વખતે કાર્બન ડાયોક્સાઇડ સાથે નાઇટ્રોજન અને ઓછી માત્રામાં ઓક્સિજન પણ શરીરમાં હાજર હોય છે. આપણા શરીરમાં પાણી વધુ હોવાથી આપણું મોં અને ફેફસાં ભેજવાળા રહે છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે શિયાળાની ઋતુમાં ભેજ બહાર આવે છે. નીચા તાપમાનને લીધે તે વરાળ બની જાય છે અને ધુમાડા જેવો લાગે છે.
પાણીના ત્રણ સ્વરૂપો ઘન, પ્રવાહી અને વાયુ છે. જ્યારે પાણી ગેસના રૂપમાં હોય છે ત્યારે અણુઓ ઝડપથી તેની ઊર્જા ગુમાવવાનું શરૂ કરે છે.
સામાન્ય માનવીના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. પરંતુ શિયાળાની ઋતુમાં બહારનું તાપમાન ઓછું થઈ જાય છે અને મોં દ્વારા શ્વાસ બહાર કાઢવામાં આવે છે ત્યારે હવા મોંમાંથી નીકળતાં જ ગેસમાં ફેરવાઈ જાય છે. જો તાપમાન બરાબર હોય તો મોંમાંથી નીકળતી વરાળ બરફમાં ફેરવાઈ જાય છે.












Click it and Unblock the Notifications
