For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Population Day: જાણો તેની શરૂઆત ક્યારે થઇ હતી

11 જુલાઈ દરમિયાન વિશ્વ વસ્તી દિવસ છે. આ દિવસને ઉજવવા પાછળનું કારણ દરેક સેકન્ડે વધી રહેલી વસ્તી પર લોકોનું ધ્યાન ખેંચવાનું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

11 જુલાઈ દરમિયાન વિશ્વ વસ્તી દિવસ છે. આ દિવસને ઉજવવા પાછળનું કારણ દરેક સેકન્ડે વધી રહેલી વસ્તી પર લોકોનું ધ્યાન ખેંચવાનું છે. આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ પરિષદ ઘ્વારા પહેલીવાર 1989 દરમિયાન ત્યારે થયી, જયારે વસ્તીનો આંકડો લગભગ 5 બિલિયન સુધી પહોંચી ગયો. સંયુક્ત રાષ્ટ્રની ગવર્નર કાઉન્સિલ અનુસાર વર્ષ 1989 દરમિયાન વિકાસ કાર્યક્રમમાં વિશ્વ સ્તરે એવું નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવશે.

વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ

વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ

આ દિવસ ઘ્વારા લોકોનું ધ્યાન પ્રજનન સ્વાસ્થ્ય સમસ્યા તરફ પણ છે કારણકે ખરાબ સ્વાસ્થ્ય હોવાને કારણે ગર્ભવતી મહિલાઓની મૌત થાય છે. ભારત અને ચીન સહીત ઘણા દેશો વધતી વસ્તી પર નજર રાખી રહ્યા છે. વસ્તી વધારો આજે એક અગત્યનો મુદ્દો બની ચુક્યો છે. તેના સિવાય બીજા પણ કેટલાક કારણો છે જે નીચે જણાવવામાં આવ્યા છે.

અનિચ્છનીય ગર્ભાવસ્થાને ટાળવા શિક્ષણ આપવું.

અનિચ્છનીય ગર્ભાવસ્થાને ટાળવા શિક્ષણ આપવું.

  • યોગ્ય પગલાંનો ઉપયોગ કરીને અનિચ્છનીય ગર્ભાવસ્થાને ટાળવા યુવાનોને શિક્ષણ આપવું
  • સુરક્ષિત યૌન સંબધં માટે લોકોને પ્રેરિત કરવું
  • ઓછી અને વધારે ઉંમરમાં થતા લગ્નના પ્રભાવ વિશે સમજવું
જન્મના જોખમ વિશે જાગૃતિ લાવવી

જન્મના જોખમ વિશે જાગૃતિ લાવવી

  • શરૂઆતી જન્મના જોખમ વિશે જાગૃતિ લાવવી
  • લોકોને ગર્ભધારણ બીમારીઓ વિશે શિક્ષણ આપવું
  • છોકરીઓની ભ્રુણ હત્યા રોકવી.
  • પ્રજનન સ્વાસ્થ્ય સેવાઓ સરળતાથી દરેક જગ્યાએ પહોંચી શકે
વસ્તી વધારો ભારત માટે મોટો પડકાર

વસ્તી વધારો ભારત માટે મોટો પડકાર

આંકડા અનુસાર ફક્ત ભારતમાં દર મિનિટે 25 બાળકો પેદા થાય છે. આ આંકડો એવો છે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ ભારતમાં હજુ પણ ઘણા બાળકો હોસ્પિટલમાં પેદા નથી થતા. એટલા માટે તેમનો આંકડો ક્યાંય પણ મળી શકે તેવો નથી. વિશેષજ્ઞો અનુસાર જો ભારત જલ્દી થી તેની વધી રહેલી વસ્તીને કાબુમાં નહીં મેળવે, તો વર્ષ 2030 સુધીમાં તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે.

English summary
world population day on 11 july, Read some interesting facts about it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X