વિશ્વના 10 ખતરનાક બીચ,જે જીવ અને સ્વાસ્થ્ય માટે છે જોખમી

વિશ્વ અનેક ખજાનાઓથી ભરપૂર છે, કુદરતે પોતાના સૌંદર્યથી ભરપૂર વિશ્વમાં ક્યાંક શાનદાર, સુંદર અને સોહામણા બીચનું નિર્માણ કર્યું છે, તો ક્યાક એવા બીચ પણ છે, જેની મુલાકાત લેવી એ જીવને જોખમમાં મુકવા સમાન છે. ભારત સહિત વિશ્વ આખામાં એવા અનેક જોખમકારક અને ખતરનાક બીચ આવેલા છે. તેમ છતાં પ્રવાસન ક્ષેત્રમાં તેનું મહત્વ અંક બંધ રહ્યું છે.

આજે અમે અહીં એવા જ કેટલાક બીચ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે, જ્યાં પાણીની અંદર રહેલા બેક્ટેરિયા, શાર્ક, ક્રોકોડાઇલ અને સ્થાનિક લોકોના હુમલા કારણે વિશ્વભરમાં પંકાયેલા છે, તો ચાલો તસવીરો થકી જાણીએ વિશ્વના આવા ટોપ 10 સૌથી ખતરનાક બીચ અંગે કે જ્યાં જીવ અને સ્વાસ્થ્ય બન્ને મુકાય જાય છે જોખમમાં.

હાનાકપાઇ બીચ, હવાઇ

હાનાકપાઇ બીચ, હવાઇ

આ બીચ પર તમે સૂર્ય, રેતી અને પાણીના આનંદની સાથે અહીં જીવનું જોખમ પણ રહેલું છે. આ બીચ અંગે એવું કહેવામાં આવે છે કે, રેપિટાઇડ્સના કારણે અહીં આવનારા મુલાકાતીઓમાંના અનેકે જીવ ગુમાવ્યા છે.

ગન્સાબાઇ, દક્ષિણ આફ્રિકા

ગન્સાબાઇ, દક્ષિણ આફ્રિકા

સુંદર વ્હાઇટ રેતી, ડ્રામેટિક ક્લિફ સાથે સુંદર બ્લ્યુ ગ્રીન પાણી ધરાવતો ગન્સાબાઇ બીચ થોડોક જોખમકારક છે, કારણ કે ત્યાં ગ્રેટ વ્હાઇટ શાર્ક છે અને તેથી જ તેને વિશ્વનું ગ્રેટ વ્હાઇટ શાર્ક કેપિટલ કહેવામાં આવે છે. શાર્કના કારણે આ બીચને મોસ્ટ ડેન્જરસ સ્વિમિંગ લોકેશન તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણીય મિન્ડાનાઓ ઇલેન્ડ, ફિલિપાઇન્સ

દક્ષિણીય મિન્ડાનાઓ ઇલેન્ડ, ફિલિપાઇન્સ

જો તમે સુંદર બીચની મુલાકાત લેવા નીકળ્યા હોવ તો એ યાદીમાં આ બીચનો સમાવેશ કરવો પડે, પરંતુ આ બીચને જોખમકારક પણ કહેવામાં આવે છે. કારણ કે અહીં રહેતા સ્થાનિકો દ્વારા મોટી માત્રામાં ગુનાઇત પ્રવૃતિઓ આચરવામાં આવી રહી છે, જે પ્રવાસીઓ માટે જોખમી પૂરવાર થઇ શકે છે.

ડાર્વિન, ઓસ્ટ્રેલિયા

ડાર્વિન, ઓસ્ટ્રેલિયા

આ બીચ જેલીફિશ, સોલ્ટ વોટર ક્રોકોડાઇલની સાથો સાથ ભયાવહ શાર્કનું ઘર કહેવાય છે. તેમજ અહીં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે છે, એટલે એવું કહેવાય છે કે, જો તમે શાર્ક, ક્રોકોડાઇલ્સ કે પછી જેલીફિશથી બચી પણ જાઓ તો બેક્ટેરિયા તમને નહીં છોડે.

કિલુઆ, હવાઇ

કિલુઆ, હવાઇ

જો તમે એક્સાઇટમેન્ટ સાથેના વાતાવરણની શોધમાં છો તો હવાઇનો આ બીચ તમારા માટે ઉત્તમ છે. જો કે 3 જાન્યુઆરી 1983થી અહીં નિયમિત પણે વોલ્કેનો કાર્યરત છે, જે સામાન્ય માનવી માટે ખતરનાક છે.

ચોપાટી બીચ, મુંબઇ

ચોપાટી બીચ, મુંબઇ

મુંબઇમાં આવેલો ચોપાટી બીચ એ શહેરનું હાર્દ છે. પરંતુ અહીં પ્રદૂષણના કારણે આ બીચ વિશ્વભરમાં પંકાયેલું છે, જો આ બીચના પાણીમાં વધુ સમય પસાર કરવામાં આવે તો તમે બેક્ટેરિયાનો શિકાર બની શકો છો અને એ તમારા માટે જોખમી સાબિત થઇ શકે છે.

શિલ્ડ બે, રશિયા

શિલ્ડ બે, રશિયા

જો તમને પાણીમાં સર્ફિંગ કરવાની ઇચ્છા હોય તો તમે આ બીચ પર જઇ શકો છો પરંતુ તેના માટે તમારે અધિકૃત પરવાનગી લેવી જરૂરી છે. કારણ કે આ બીચમાં મોજા ઘણા ભયાનક હોય છે જે જોખમી પૂરવાર થઇ શકે છે.

હીઅર્ડ આઇલેન્ડ, એન્ટાર્કટિકા

હીઅર્ડ આઇલેન્ડ, એન્ટાર્કટિકા

વિશ્વના ખતરનાક બીચોમાં આ બીચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને તેની પાછળનું કારણ કોલ્ડ, રફ સર્ફ અને મોટો વોલ્કેનો છે, જેનું નામ બીગ બેન છે.

ન્યુ સ્મર્યના બીચ, ફ્લોરિડા

ન્યુ સ્મર્યના બીચ, ફ્લોરિડા

જે રીતે ગન્સાબાઇ ગ્રેટ વ્હાઇલ શાર્કના આતંક માટે જાણીતું છે, તો ન્યુ સ્મર્યના બીચ પણ શાર્કના હુમલાઓ માટે વિશ્વભરમાં જાણીતું બન્યું છે. 2007ના આકંડા અનુસાર વિશ્વમાં થયેલા 112 શાર્ક હુમલામાના 17 હુમલા આ બીચ પર થયા હતા.

નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ, આંદબાન

નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ, આંદબાન

ભારતના આંદબાન નિકોબારમાં આવેલો આ બીચ ફાયર એરો અને અચાનક મોત સાથે મુલાકાત માટે જાણીતું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X