''આઇસક્રીમ દ્વારા જાણો લોકોનું વ્યક્તિત્વ''
લંડન, 23 જુલાઇ: આપણા મનપસંદ આઇસક્રીમ ફ્લેવર આપણા વિશે ઘણું બધુ મહત્વપૂર્ણ વાતો બતાવી શકે છે. એક અધ્યનમાં જાણવા મળ્યું છે કે આઇસક્રીમ ફ્લેવરથી ખબર પડે છે કે આપણું વ્યક્તિત્વ કેવા પ્રકારનું છે.
'ડેલી મેલ'ના અનુસાર રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વેનીલા સ્વાદ પસંદ કરનાર લોકો પ્રેરક અને આદર્શવાદી હતા અને ચોકલેટ સ્વાદ પસંદ કરનાર નાટકેય અને ઇશ્કમિજાજ હતા જ્યારે રૉકી રોડ પસંદ કરનાર લોકો સારા શ્રોતા હતા. પ્રેલાઇન એન ક્રીમ પસંદ કરનાર લોકો સ્નેહી અને સહયોગી રહ્યાં છે.
રાષ્ટ્રીય આઇસક્રીમ મહિનાના પ્રમુખ બસકિન રોબિન્સ દ્વારા કરાવવામાં આવેલા રિસર્ચમાં સ્મેલ એન્ડ ટેસ્ટ ટ્રીમમેન્ટ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના સંસ્થાપક એલન હિર્શે એ જણાવવાનો પ્રયત્ન કર્યો હતો કે આ પ્રકારની આઇસક્રીમના ફ્લેવર્સ વ્યક્તિના વ્યક્તિ વિશે બતાવી શકે છે.
હિર્શે જણાવ્યું હતું કે તેમને કેટલકા આશ્વર્યજનક વાતો જાણવા મળી છે. તેમને કહ્યું હતું કે 'ઉદાહરણ તરીકે અમને જાણવા મળ્યું કે જે લોકો રેનબો શરબતને પ્રાથમિકતા આપે છે તે લોકો તમારી વિચારસણી કરતાં વધુ નિરાશાવાદી હોય છે અને મિંટ ચોકલેટ ચિપ પસંદ કરનાર લોકો તાર્કિક હોય છે.''
આઇસક્રીમ શૃંખલાના ડૈન વ્હીલરે કહ્યું હતું કે ''રાષ્ટ્રીય આઇસક્રીમ મહિનો તમારી મનપસંદ આઇસક્રીમની મજા લેવા માટે સૌથી સારો સમય છે અને આ વર્ષે અમે ઇચ્છીએ છે કે અમારા ગ્રાહકો આઇસક્રીમની મજા માણવાની સાથે એ પણ જાણે કે તેમનો મનપસંદ સ્વાદ તેમના વિશે શું કહે છે.''
અત્રે ઉલ્લેખનીય છે કે 1984માં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને જુલાઇને રાષ્ટ્રીય આઇસક્રીમ મહિનો અને આ મહિનાના ત્રીજા રવિવારે રાષ્ટ્રીય આઇસક્રીમ દિવસના રૂપમાં જાહેર કર્યો હતો. તેમને આઇસક્રીમને એક મજેદાર પૌષ્ટિક ભોજનની માન્યતા આપી હતી.

ચોકલેટ
ચોકલેટ સ્વાદ પસંદ કરનાર નાટકેય અને ઇશ્કમિજાજ હોય છે.

મિંટ ચોકલેટ ચિપ
મિંટ ચોકલેટ ચિપ પસંદ કરનાર લોકો તાર્કિક હોય છે.

રેનબો શરબત
જે લોકો રેનબો શરબતને પ્રાથમિકતા આપે છે તે લોકો તમારી વિચારસણી કરતાં વધુ નિરાશાવાદી હોય છે.

પ્રેલાઇન એન ક્રીમ
પ્રેલાઇન એન ક્રીમ પસંદ કરનાર લોકો સ્નેહી અને સહયોગી હોય છે.

રૉકી રોડ
રૉકી રોડ પસંદ કરનાર લોકો સારા શ્રોતા હોય છે.

વેનીલા
વેનીલા સ્વાદ પસંદ કરનાર લોકો પ્રેરક અને આદર્શવાદી હોય છે.












Click it and Unblock the Notifications
