સપ્ટેમ્બરમાં આવી રહ્યાં છે સ્માર્ટફોનની દુનિયામાં આ નવા મહેમાન
સપ્ટેમ્બર 2013માં આ વખતે મોબાઇલ બજારની અંદર આવનારા સ્માર્ટફોન્સને લઇને ઘણી હલચલ જોવા મળશે. મોટાભાગે હેન્ડસેટ કંપનીઓ માર્કેટમાં નવા સ્માર્ટફોન લોન્ચ કરનારી છે. આમ તો દરેક અઠવાડિયે કોર્ટમાં કોઇને કોઇ મોબાઇલ ફોન લોન્ચ થતાં રહે છે, પરંતુ હાઇઇન્ડ સ્માર્ટફોનની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં એચટીસી, સોની, સેમસંગ જેવા બ્રાન્ડ પોતાના હાઇઇન્ડ સ્માર્ટફોન લોન્ચ કરનારા છે.
નોકિયાએ પણ તાજેતરમાં પોતના સુપર કેમેરા ફોન નોકિયા 1020 લોન્ચ કર્યા છે, જેને જોઇને સોની પણ પોતાના આવનારા સ્માર્ટફોનમાં કેમેરામાં કંઇક આપવાના પ્રયત્નો કરશે. આજે અમે અહીં એવા જ કેટલાક ફોન્સ અંગે માહિતી આપી રહ્યાં છે, જે સપ્ટેમ્બરમાં લોન્ચ થવાના છે. તો ચાલો તસવીરો થકી જાણીએ સોની ઉપરાંત કયા-કયા સ્માર્ટફોન છે, જે સપ્ટેમ્બરમાં એક બીજા સામે ટકરાશે.

સેમસંગ ગેલેક્સી નોટ 3
સેમસંગ ગેલેક્સી નોટ 3 અંગે કહેવામાં આવી રહ્યું છે, જેને અલગ-અલગ રંગોમાં લોન્ચ કરવામાં આવી શકે છે, જેમાં બ્લેક અને વ્હાઇટ સૌથી પોપ્યુલર કલર છે, જેમાં સેમસંગ ગેલેક્સી નોટ લોન્ચ કરવામાં આવશે, પરંતુ કોરિયા અને તાઇવાન જેવા દેશોમાં આ પિન્ક અને પર્પલ રંગોમાં પણ મળશે. હાર્ડવેર પર નજર નાંખીએ તો ગેલેક્સી નોટ 3માં સ્નૈપડ્રેગન 800 પ્રોસેસરની સાથે એક્સનોસ 5 ઓક્ટા પ્રોસેસર હશે, એટલું જ નહીં ગેલેક્સી નોટ 3માં 3 જીબીની શાનદાર રેમ પણ આપવામાં આવશે, જેથી તે મલ્ટીટાસ્કિંગ કામ સહેલાયથી કરી શકે. આશા કરવામાં આવી રહી છે કે, સેમસંગ ગેલેક્સી નોટ 3ને એન્ડ્રોઇડ 4.3 વર્ઝન લોન્ચ કરસે. ઓનલાઇન રયૂમર અનુસાર ગેલેક્સી નોટ 3માં 5.7 ઇન્ચમાં એમોલ્ડ સ્ક્રિન અને 13 મેગા પિક્સલ કેમેરા હશે

સોની એક્સપીરિયા ઝેડ 1 (હોનીમી)
સોનીનો હોનામી એટલે કે એક્સપીરિયા ઝેડ 1ની ચર્ચા પણ જોરશોરમાં છે. ડિઝાઇનના મામલે ઝેડ 1 એક્સપીરિયા ઝી અલ્ટ્રા અને એક્સપીરિયા ઝી જેવો જ છે, પરંતુ તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 800 પ્રોસેસર અને 2 જીબીની રેમ સાથે 20 મેગાપિક્સલના દમદાર કેમેરા હશે જે એચડી રેકોર્ડિંગ કરશે.

એચટીસી વન મેક્સ
એલ્યુમિનિયમ બોડીની સાથે એચટીસી વન મેક્સ પણ સપ્ટેમ્બરમાં દસ્તક આપી શકે છે, લીક તસવીરોને જોઇને જાણવા મળે છે કે, આવનારા એચટીસી વન મેક્સ સાઇઝમાં વનથી થોડો નાનો હશે. તેમાં અલ્ટ્રા મેગાપિક્સલ કેમેરાની સાથે બૂમ સાઉન્ડ સ્ટીરિયો અને ફિંગરપ્રિન્ટ સેન્સર લાગેલા હશે, જે ફોનને સુરક્ષિત રાખશે, વન મેક્સમાં 5.9 ઇન્ચની સ્ક્રિનમા એચડી 1080 પિક્સલ સપોર્ટ હશે જે સ્ક્રિનમાં ક્લિયર વ્યૂ આપશે. 800 ક્વાડકોર સ્નેપડ્રેગનની સાથે વન મેક્સ આવનારા સમયમાં બેસ્ટ ફેબલેટ બની શકે છે.

આઇફોન 5 એસ અને 5 સી
એપલના ફેન્સને હવે કંઇક નવું જોઇએ છે અને જેને ધ્યાનમાં રાખીને એપલ બે નવા હેન્ડસેટ લોન્ચ કરી શકે છે. જેમાં સૌથી પહેલા હેન્ડસેટની સ્ક્રિનમાં રેટીના ડિસ્પલે હસે, પરંતુ નાની સ્ક્રિનમાં ભલે ગમે તેટલું સારું રિઝોલ્યુશન આપવામાં આવે, પરંતુ મોટી સ્ક્રિનની સરખામણીએ તે ઓછું જ લાગે છે. એપલના 5એસની લીક પિક્ચરને જોઇને એવું નથી લાગતુ કે એપલે તેની ડિઝાઇનમાં કોઇ મોટા ફેરફાર કર્યા છે. અફવાઓ એવી પણ છે કે એપલ પોતાના ફોનમાં બ્લેક કલરના સ્થાને ગોલ્ડ કલર પણ આપી શકે છે. હાર્ડવેરના મામલે બની શકે છે કે, એપલ હેન્ડસેટમાં આઇઓએસ 6ની સાથે એ7 ક્વોડકોર પ્રોસેસર અને ઓછામાં ઓછી 2 જીબી રેમ સાથે લોન્ચ કરશે.

બ્લેકબેરી ઝેડ 30
ફેબલેટના વિશ્વમાં બ્લેકબેરીએ પણ 5 ઇન્ચની સ્ક્રિન અને લેટેસ્ટ 10 ઓએસ સાથે ઝેડ 30 હેન્ડસેટ સપ્ટેમ્બરમાં લાવી રહ્યું છે. હેન્ડસેટની સ્ક્રિનમાં 720 પિક્સલ સપોર્ટની સાથે 8 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હશે. કેટલાક જાણકારો અનુસાર બ્લેકબેરીનો ઝેડ 30 માર્કેટમાં કોઇ ખાસ કમાલ નહીં દર્શાવી શકે.

લિનોવો કે 910
2.2 ગીગાહર્ટ્ઝ ક્વોલકોમ પ્રોસેસિંગ પાવરની સાથે 1920 x 1280 રિઝોલ્યુશન ડિસ્પલે અને 5 ઇન્ચ સ્ક્રિન સાઇઝ સાથે લિનોવો કે 910 માર્કેટમાં અનેક સ્માર્ટફોનની છૂટ્ટી કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમાં એન્ડ્રોઇડના જેલીબીન ઓએસ અને અનેક બીજા શાનદાર ફીચર્સ હશે.












Click it and Unblock the Notifications
