For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપલ આઇફોન 6ની કન્સેપ્ટ ડિઝાઇન અને તેના ફીચર્સ

|
Google Oneindia Gujarati News

વિશ્વ સ્માર્ટફોન બજારમાં એપલ અને સેમસંગ વચ્ચે સીધી સ્પર્ધા હોવાની વાતથી કોઇ અજાણ નથી અને તેથી જ બન્ને કંપનીઓ દ્વારા સમયાંતરે એકબીજાના સ્માર્ટફોનથી ચઢિયાતા સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરી રહ્યાં છે. એપલે પણ પોતાની આ સીધી સ્પર્ધા શ્રેણીમાં એપલ આઇફોન 6ને લોન્ચ કરવાની યોજના બનાવી લીધી છે. એપલ પોતાની દરેક પ્રોડક્ટમાં ક્વાલિટી પર વિશેષ ધ્યાન આપે છે, પછી એ આઇફોન હોય, મેકબુક હોય કે આઇપોડ. લોકો વચ્ચે હવે એપલના આગામી સ્માર્ટફોન આઇફોન 6ની આતુરતાપુર્વક રાહ જોવાઇ રહી છે. આઇફોન 6ને લઇને અનેક પ્રકારની લીક તસવીરો અને ફીચર્સ ઇન્ટરનેટ પર દરરોજ વાંચવા મળી રહી છે. બધા લોકો આઇફોન 6 અંગે જાણવા માગે છે. સાંભળવામાં આવી રહ્યું છે કે, આઇફોન 6ની ડિઝાઇન આગામી સ્માર્ટફોન વર્ઝન કરતા ઘણી અલગ હશે.

સાથે જ આ આઇફોનમાં આઇફોન 5ના ફીચર્સને વધુ અપગ્રેડ કરવામાં આવશે જેથી વધારે રેમ અને એચડી રીઝોલ્યુશનવાળી સ્ક્રીનની સાથે સારું પ્રોસેસર્સ હશે. તો ચાલો તસવીરો થકી આપણે જાણીએ આઇફોન 6 કયા-કયા ફીચર્સ સાથે માર્કેટમાં આવી શકે છે.

આઇફોનની સ્ક્રીન

આઇફોનની સ્ક્રીન

ઇન્ટરનેટમાં આઇફોન 6ના ફીચર્સ પર નજર ફેરવવામાં આવે તો 4.8 ઇંચની રેટીના સ્ક્રીનની સાથે 1080 એચડી રીઝોલ્યુશન હશે.

આઇફોનમાં કેમેરા

આઇફોનમાં કેમેરા

આઇફોન 6માં 3.2 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા અને 13 મેગા પિક્સલ રીયર કેમેરા આપવામાં આવશે.

આઇટ્રેકિંગ મોશન ટેક્નિકની સાથે ગ્રેશ્ચર ટેક્નિક

આઇટ્રેકિંગ મોશન ટેક્નિકની સાથે ગ્રેશ્ચર ટેક્નિક

વિશેષજ્ઞોની વાત માનવામાં આવે તો આઇફોન 6માં આઇટ્રેકિંગ મોશન ટેક્નિકની સાથે ગ્રેશ્ચર ટેક્નિક પણ આપવામાં આવશે, જેની મદદથી યુઝર ફોનની સ્ક્રીનને સ્પર્શ કર્યા વગર ઓપરેટ કરી શકશે.

વાયરલેસ ચાર્જિંગ

વાયરલેસ ચાર્જિંગ

આઇફોન 6માં આઇટ્રેકિંગ મોશન ટેક્નોલોજીની સાથે વાયરલેસ ચાર્જિંગના ફીચર પણ આપવામાં આવ્યા છે.

મેમરી

મેમરી

જાણકારોનુ એવું પણ માનવું છે કે, અત્યારસુધી આઇફોનમાં 16, 32 અને 64 જીબીની મેમરીનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ જે રીતે આઇપેડ અને ટેબલેટમાં 128 જીબી મેમરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેવી જ રીતે નવા આઇફોન 6માં પણ મેમરી 128 જીબી સુધી વધારવામાં આવી શકે છે.

પ્રોસેસર

પ્રોસેસર

અત્યારસુધી આઇફોનમાં ડ્યુએલ કોર એપલ એ6 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આગામી આઇફોન 6માં ક્યુએડ કોર એપલ એ7નો ઉપયોગ કરવામાં આવી શકે છે.

અંદાજીત કિંમત

અંદાજીત કિંમત

વિશેષજ્ઞોનું માનવું છે કે, આઇફોન 6ની અંદાજીત કિંમત 49525.39 થી 65440.93 રૂપિયા સુધીની હોઇ શકે છે.

English summary
apple iphone 6 concept image leak feature
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X