આવી રહ્યો છે 2,000 રૂપિયામાં લાઇફટાઇમ ફ્રી ઇંટરનેટવાળો સ્માર્ટફોન
શું આપ એવો સ્માર્ટફોનની કલ્પના કરી શકો છો જે માત્ર બે હજાર રૂપિયાનો હોય અને તેમાં આજીવન મફત ઇંટરનેટની સુવિધા પણ હોય. સસ્તો મોબાઇલ ફોન ઉપયોગ કરનારાઓ માટે ખુશ ખબર છે કે આ કલ્પના ટૂંક સમયમાં સાચી થવા જઇ રહી છે કારણ કે ડાટાવિંડ નામની કંપની એવો ફોન દિવાળી પહેલા લોંચ કરવા જઇ રહી છે.
ઓછી કિંમતનો મોબાઇલ ફોન બનાવનાર કંપની ડાટાવિંડે ગુરુવારે જાહેરાત કરી છે કે દિવાળી પહેલા માત્ર બે હજાર રૂપિયામાં આજીવન મફત ઇંટરનેટની સુવિધા વાળોફોન માર્કેટમાં ઉતારશે. કંપનીએ પોતાનું વેચાણ વધારવા માટે આ યોજના બનાવી છે.
કંપનીએ જણાવ્યું કે 3.5 ઇંચની સ્ક્રીનવાળો તેનો નવો ફોન એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત રહેશે. ફિલહાલ કંપની 3 પ્રકારના સ્માર્ટફોન અને 5 પ્રકારના ટેબલેટ બનાવી રહી છે. કંપની દર મહીને લગભગ 40 હજારથી 50 હજાર ઉપકરણો વેચે છે.

દેશમાં મોબાઇલ ફોન વિનિર્માણના સવાલ પર સિંહે જણાવ્યું કે કંપની આના માટે આક્રમક રીતે કામ કરી રહી છે. જેથી તેમણે તેના અમલમાં આવવાની કોઇ સમયસીમા અંગે વાત કરી નથી.












Click it and Unblock the Notifications
