વોટ્સઅપ પર આ રીતે શેયર કરો 16 એમીબીથી વધુનો આડિયો-વીડિયો

વોટ્સઅપ એક તેવું એપ છે જેનો ઉપયોગ લગભગ તમામ સ્માર્ટફોન યુઝર્સ કરે છે. અને એક ચેટિંગ એપ તરીકે તેને સૌથી વધુ પસંદ પણ કરવામાં આવે છે. વળી ફોટો હોય કે વીડિયો કે પછી ઓડિયો લોકોની સૌથી પહેલી પસંદ વોટ્સઅપ જ છે જેની પર તે પોતાના ગ્રુપમાં કે પછી મિત્રોમાં આવી જાણકારી શેયર કરે છે. પણ જ્યારે કોઇ મોટા વીડિયોની વાત આવે છે ત્યારે ધણીવાર ભારે અગવડતા થાય છે કે આવડા મોટા વીડિયોને કેવી રીતે શેયર કરવું.

તો જો તમે પણ ક્યારેક આવી મુશ્કેલીમાં પડી ચૂક્યા હોવ તો આ આર્ટીકલ તમારે વાંચવો જ રહ્યો કારણ કે અમે તમને આજે શીખવીશું કે કેવી રીતે 16 એમબીથી વધુ મોટી ઓડિયો કે વીડિયો ફાઇલને વોટ્સઅપ પર શેયર કરવી. તો સ્ટેપ બાય સ્ટેપ તેને શીખવા માટે વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર....

સાઇઝ ઓછી કરો

સાઇઝ ઓછી કરો

આવા વીડિયોને મોકલવા માટે તમારે તેની સાઇઝ ઓછી કરવી પડશે તે માટે તમે વિડિયો કનવર્ટર એન્ડ્રોઇડ જેવા સારા એપની મદદ લઇ શકો છો અને વીડિયોની સાઇઝ ઓછી કરી શકો છો.

સ્ટેપ 1

સ્ટેપ 1

સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને વીડિયો કનવર્ટર એન્ડ્રોઇડ ડાઉનલોડ કરવા માટે ઇનસ્ટોલ કરો.

સ્ટેપ 2

સ્ટેપ 2

એપ જ્યારે ઇનસ્ટોલ થઇ જાય ત્યારે તેને ખોલો એટલે કે એપને રન કરો.

સ્ટેપ 3

સ્ટેપ 3

તે પછી આ એપ જાતે જ વીડિયો ફાઇલ સ્કેન કરવા લાગશે. તેમ ના થાય તો તમે વીડિયો ઇમ્પોર્ટ પણ કરી શકો છો.

સ્ટેપ 4

સ્ટેપ 4

જે વીડિયોની સાઇઝ તમે ઓછી કરવા માંગતા હોવ તેને સિલેક્ટ કરો અને કન્વર્ટના બટનને ટચ કરો.

સ્ટેપ 5

સ્ટેપ 5

હવે મૈન્યુઅલ પ્રોફાઇલ સિલેક્ટ કરો અને જે ઓપ્શન સારો લાગે તેને સિલેક્ટ કરો. તે તમારા વીડિયોની સાઇઝ ઓછી કરી દેશે. અને તેનાથી વીડિયોની ક્વોલિટી તેવીને તેવી જ રહેશે. સાઇઝ ઓછી થયા પછી તમે સરળતાથી તે વીડિયો શેયર કરી શકશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X