POCO C55 : પોકોએ લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ
POCO C55 : POCO નો POCO C55 સ્માર્ટફોન લોન્ચ થઈ ગયો છે. આ ફોન Redmi 12Cનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. POCO C55 માં 5000 mAh બેટરી, 50 MP કેમેરા અને મોટી સ્ક્રીન છે. આવો જાણીએ POCO C55 ની કિંમત અને ફીચર્સ...
POCO C55 : પોકોએ ભારતીય બજારોમાં પોતાનું સ્થાન મજબુત કરી રહી છે. હાલ પોકોએ ભારતમાં POCO C55 લોન્ચ કર્યો છે. આ ફોન રિબ્રાન્ડેડ વર્ઝન છે. POCO C55 માં 5000mAhની બેટરી, 50 મેગાપિક્સલનો કેમેરા અને મોટી સ્ક્રિન મળે છે. ફોન MediaTek Helio G85 દ્વારા સંચાલિત થાય છે. ફોનની ડિઝાઇન પણ ખુબ જ આકર્ષક છે. આ અહેવાલમાં POCO C55 ના ફિચર્સ અને કિંમત વિશે જાણીશું.

POCO C55 સ્પેસિફિકેશન
POCO C55 ને 60Hz રિફ્રેશ રેટ, 500 nits બ્રાઈટનેસ અને 120 Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે 6.7 ઈંચની ડિસ્પ્લે મળશે. તેમાંવોટરડ્રોપ નોચ પણ ઉપલબ્ધ છે. ફોન MediaTek Helio G85 દ્વારા સંચાલિત થશે. ફોન એન્ડ્રોઇડ 12 પર ચાલશે.

POCO C55 કેમેરા
POCO C55 માં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં 50 MP પ્રાથમિક કેમેરા અને 2 MP ડેપ્થ સેન્સર ઉપલબ્ધ છે. આગળનાભાગમાં 5 MP ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે.

POCO C55 બેટરી
POCO C55 માં 10 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000 mAh બેટરી મળશે. ફોનમાં રીઅર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર ઉપલબ્ધ હશે.ફોનમાં 3.5 mm ઓડિયો જેક અને માઇક્રોએસડી સ્લોટ છે.
ફોનમાં IP52 રેટિંગ પણ છે, જે તેને સ્પ્લેશ-પ્રતિરોધક બનાવે છે. ફોનનું વજનમાત્ર 192 ગ્રામ છે. ફોનને ત્રણ રંગો જેમાં પાવર બ્લેક, ફોરેસ્ટ ગ્રીન અને કૂલ બ્લુ ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
