For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું જાણો છો, આ 10 બાબતો કરવામાં માહેર છે તમારો સ્માર્ટફોન

By Super
|
Google Oneindia Gujarati News

આજે ભારતીય બજાર હોય કે પછી વિશ્વ મોબાઇલ બજાર સ્માર્ટફોનની બોલબાલા છે. સ્માર્ટફોન બજારમાં આવ્યા બાદ સામાન્ય મોબાઇલનું જાણે કે માર્કેટ તુટી ગયું હોય તેવું લાગી રહ્યું છે. પહેલા ફોનનો ઉપયોગ માત્ર વાત-ચીત કરવા માટે કરવામાં આવતો હતો, પરંતુ જ્યારથી અનેક પ્રકારના ફીચર સાથે મોબાઇલ નિર્માણ કરતી કંપનીઓ દ્વારા મોબાઇલ ફોનનું નિર્માણ કરવામા આવે છે, તેનાથી ફોનનો ઉપયોગ હવે માત્ર વાત-ચીત પુરતો સિમિત રહી ગયો નથી.

તેમા પણ જ્યારથી સ્માર્ટફોને દસ્તક આપી છે, ત્યારથી સ્માર્ટફોન લોકોના સામાન્ય જીવનમાં એક મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે. સ્માર્ટફોન થકી વપરાશરકર્તાઓ તેમાં આપવામાં આવેલા વિવિધ ફીચરનો ઉપયોગ કરીને પોતાના રોજિંદા કામમાં તેનો સારી પેઠે ઉપયોગ કરી રહ્યાં છે, પરંતુ શું તમે જાણો છો કે, સ્માર્ટફોનમાં અનેક એવા ફીચર્સ હોય છે અથવા તો અનેક એવી બાબતો હોય છે કે, જેને લઇને તમે તમારા સ્માર્ટફોનને અનેક બાબતોમાં ઉપયોગ કરી શકો છો, ત્યારે આજે અમે અહીં સ્માર્ટફોન સાથે જોડાયેલી એવી જ કેટલીક બાબતો અંગે જણાવી રહ્યાં છીએ કે જેના થકી તમે તમારા સ્માર્ટફોનનો વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો. તો ચાલો તસવીરો થકી જાણીએ કે સ્માર્ટફોનો કેવી રીતે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય છે.

બ્લોક અનવોન્ટેડ કોલર્સ

બ્લોક અનવોન્ટેડ કોલર્સ

મોટા ભાગે આપણે જ્યારે કોઇ ગંભીર કાર્યમાં વ્યસ્ત હોઇએ અથવા તો કોઇ મીટિંગમાં બેઠાં હોઇએ ત્યારે કેટલાક એવા કોલ્સ આવી જતા હોય છે કે, જેમને એટેન્ડ કરવા આપણે માગતા હોતા નથી, છતાં પણ સતત એ આપણને પરેશન કરતા રહેતા હોય છે, ત્યારે સ્માર્ટફોનમાં એક ખાસ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. જે થકી તમે જે કોલ્સ ઉપાડવા નથી માગતા તેને બ્લોક કરી શકો છો. મોટાભાગના સ્માર્ટફોન્સમાં આ પ્રકારની એપ્સ આપવામાં આવે છે. તેમ છતાં એપલના ફોનની વાત કરવામાં આવે તો તેમાં આઇઓએસ 7માં એવી સુવિધા આપવામાં આવે છે, જે માં તમે આઇ સાઇન કરો એટલે જે નંબરને તમે બ્લોક કરવા માગતા હોવ તે બ્લોક થઇ શકે છે. આ જ પ્રમાણે સેમસંગ ગેલેક્સી 4માં ઓટો રિજેક્ટ લિસ્ટની સુવિધા આપવામાં આવે છે.

વિન્ડોઝ ફોન 8 હેન્ડસેટમાં મેળવો નોકિયા એપ્સ

વિન્ડોઝ ફોન 8 હેન્ડસેટમાં મેળવો નોકિયા એપ્સ

નોકિયા લુમિયા સિરિઝમાં શાનદાર પ્લેથોરાની નોકિયા એપ્સ આપવામાં આવે છે, જેમાં HERE મેપ્સ આપવામાં આવે છે, જેનાથી તમે મેપિંગ ફીચર્સનો ઉપયોગ કરી શકો છો અને તેમજ HERE Drive+ થકી તમે ફ્રી નેવિગેશનને ડિઝાઇન કરી શકો છો.

વોલ્યુમ બટનનો ઉપયોગ કરીને ગીતને સ્કિપ કરો

વોલ્યુમ બટનનો ઉપયોગ કરીને ગીતને સ્કિપ કરો

ક્યારેક એ મુશ્કેલી અને માથાના દુખાવા સમાન બની જાય છે, જ્યારે તમે તમારા પ્લે લિસ્ટમાં એવા ગીત આવી જાય છે કે જેમને સાંભળવા તમે માગતા નથી, અને એવા સમયમાં તમારો ફોન તમારા પોકેટમાં હોય અને તેની સ્ક્રીન ઓફ હોય ત્યારે ઘણી મુશ્કેલી સર્જાતી હોય છે, ત્યારે અનેક સ્માર્ટફોનમાં એવી સુવિધા આપવામાં આવી હોય છે કે, તમે વોલ્યુમ બટન થકી ગીતને બદલી શકો છો. તેમજ એવી એપ્સ પણ આવે છે. પોકેટ સ્કિપ ટ્રેક એપ્સ થકી પણ તમે આ સુવિધા મેળવી શકો છો.

વિઝ્યુઅલ વોઇસ મેલ

વિઝ્યુઅલ વોઇસ મેલ

આજની ઝડપભરી જિંદગીમા વિઝ્યુઅલ વોઇસ મેલ એક ખાસ પ્રકારની સુવિધા પૂરી પાડે છે. જેના કારણે તમારો ઘણો સમય બચી જાય છે. અનેક સ્માર્ટફોનમાં આ પ્રકારની ડિવાઇસ આપવામાં આવે છે. જેમાં પુસ, ફાસ્ટ ફોરવર્ડ અને રિવાઇન્ડ મેસેજ જેવી સુવિધા હોય છે. આ ઉપરાંત તમે એન્ડ્રોઇડ, આઇફોન અને બ્લેકબેરી જેવા મોબાઇલ ફોનમાં ‘HulloMail' એપ્સને ડાઉનલોડ કરી શકો છો.

ગેલેક્સી એસ4થી ચેક કરો ટેમ્પરેચર અને હ્યુમિડિટી

ગેલેક્સી એસ4થી ચેક કરો ટેમ્પરેચર અને હ્યુમિડિટી

ગેલેક્સી એસ4માં એક એવું ફીચર આપવામાં આવ્યું છે કે જેનો ઉપયોગ કરવાનું અથવા તો એ અંગેની માહિતી આપણને હોતી નથી. એસ હેલ્થ એપ્સ થકી તમે એ જાણી શકો છો કે તમારા કમ્ફર્ટ લેવલ માટે કટેલું તાપમાન અને હ્યુમિડિટીની જરૂર છે. આ એપ્સ એ વિસ્તારની ઉક્ત માહિતી આપે છે, જે વિસ્તારમાં તમે જવા માગો છો. જેથી તમે ત્યાંના વાતાવરણથી અવગત રહો અને ફ્રેશ ફીલ કરો.

પ્લેટફોર્મ લેવલ ચેક કરવા માટે સ્માર્ટફોન

પ્લેટફોર્મ લેવલ ચેક કરવા માટે સ્માર્ટફોન

મોટાભાગના સ્માર્ટફોનમાં એક્સેલેરોમીટર આપવામાં આવે છે, જેનાથી તમે ફોનના ઓરિએન્ટેશનને ચેક કરીને તેને ઓટો રોટેટ ફીચર કરી શકો છો, જો કે આ જ ફીચરનો ઉપયોગ તમે પ્લેટફોર્મ લેવલને ચેક કરવા માટે પણ કરી શકો છો. આ ઉપરાંત આવી અનેક એપ્સ પણ આવે છે, જે એન્ડ્રોઇડ, આઇઓએસ અને બ્લેકબેરીમાં આપવામાં આવે છે.

 સ્માર્ટફોનને બનાવો ગેમ કોન્સોલ

સ્માર્ટફોનને બનાવો ગેમ કોન્સોલ

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આ સુવિધા આપવામાં આવે છે, જેથી તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ તમારા એચડી ટેલીવિઝન પર ગેમિંગ અનુભવ મેળવવા માટે કરી શકો છો. આવા સ્માર્ટફોનમાં મોબાઇલ હાઇ ડેફિનેશન લિંક આપવામાં આવે છે. જે મોબાઇલ ફોનને અન્ય ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે સહેલાયથી કેનેક્ટ કરી દે છે.

ફોન ઓળખી શકે છે ગીતોને

ફોન ઓળખી શકે છે ગીતોને

ટેપ ધ સર્ચ બટન ટૂ નો ધ સોંગ, વિન્ડોઝ 8 મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમમાં આ ફીચર ઇનબિલ્ટ હોય છે, જે સોંગને આઇડેન્ટિફાઇ કરીને સહેલાયથી તમારા મ્યુઝીક આઇકોનમાં મુકી દે છે. ગુગલ દ્વારા પણ આવું જ એક ફીચર આપવામાં આવે છે, જેને સાઉન્ડ સર્ચ કહેવામાં આવે છે. જેને તમે ગુગલ પ્લેમાંથી ડાઉનલોડ કરી શકો છો.

 અન્ય ડિવાઇસને કન્ટ્રોલ કરવા માટે ઇન્ફ્રારેડ

અન્ય ડિવાઇસને કન્ટ્રોલ કરવા માટે ઇન્ફ્રારેડ

અનેક સ્માર્ટફોનમાં ઇન્ફ્રારેડ સુવિધા આપવામાં આવે છે, જેનાથી તમે અન્ય ડિવાઇસને તમારા ફોન થકી કન્ટ્રોલ કરી શકો છો. ખાસ કરીને આ સુવિધા ગેલેક્સ એસ 4 અને એચટીસી વનમાં ઇનબિલ્ટ હોય છે. ગેલ્કેસી એસ 4માં વોચ ઓન કરીને એક ફીચર આપવામાં આવે છે, જેનાથી તમે તમારા ટીવીને કન્ટ્રોલ કરી શકો છો.

એન્ડ્રોઇડ લોન્ચરને બદલવો

એન્ડ્રોઇડ લોન્ચરને બદલવો

મોટાભાગના સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ લોન્ચર હોતુ નથી પરંતુ જેમાં હોય છે, તેના થકી તમે તમારા એન્ડ્રોઇડ ફોનનો સારી રીતે ઉપયોગ કરીને તમારા દિવસને સહેલો બનાવી શકો છો. આ ઉપરાંત ગુગલ પ્લેમાં એવી અનેક થર્ડ પાર્ટી એપ્સ મળી જશે જે તમને આ સુવિધા પૂરી પાડી શકે છે. જેમાં નોવા લોન્ચર છે જે તમને 3ડી ફ્લિપિંગ ઇફેક્ટની સાથે તમારી સ્ક્રીનને કસ્ટમાઇઝ કરવા માટે પાવરફુલ ટૂલ્સ પુરા પાડે છે.

English summary
This Things Your Smartphones Can Do That You Don't Know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X