ભૂલથી પણ આ ફોટા ફેસબુક પર શેર ન કરો.. નહિતર મુસીબતમાં પડી શકો છો

Subscribe to Oneindia News

આજકાલ ફોટા પાડવા અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા સામાન્ય બાબત બની ગઇ છે. આપણે આપણી વાતો લોકો સુધી પહોંચાડવા માટે તેને ફેસબુક જેવી સોશિયલ સાઇટો પર નાખી દઇએ છીએ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ફેસબુક પર ફોટા અપલોડ કરવા કે શેર કરવા કોઇ ખતરાથી કમ નથી. ફેસબુક પર મૂકેલી આપણી જાણકારી એકાઉંટ હેક કરીને કોણ કોણ વાંચી રહ્યુ છે તે આપણને ખબર હોતી નથી.

અમે તમને જણાવીએ આજે મહત્વની જાણકારી. ભૂલથી પણ તમારે અમુક ખાસ ફોટા ના તો અપલોડ કરવા જોઇએ કે ના તો શેર. આવુ કરવાથી તમે મોટી મુસીબતમાં પડી શકો છો.

ફેસબુક પર ના મૂકો આ ફોટા

ફેસબુક પર ના મૂકો આ ફોટા

સોશિયલ સાઇટ્સ પર ભૂલથી પણ પોતાના પે ચેક, ક્રેડિટ કાર્ડ, ઓનલાઇન ખરીદ બિલ અને બેંક એકાઉંટના ફોટા શેર ન કરવા જોઇએ. જો તમે આવુ કરો છો તો બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તમારા દ્વારા અપાયેલી જાણકારીને હેકર્સ હેક કરી શકે છે.

લોટરીના ફોટા ના કરો શેર

લોટરીના ફોટા ના કરો શેર

જ્યારે કોઇની લોટરી લાગે છે તો લોકો ખુશીમાં બધુ ભૂલી જાય છે. લોકો એ પણ ભૂલી જાય છે કે તેમણે આ ફોટા ભૂલથી પણ સોશિયલ મીડિયા પર ના મૂકવા જોઇએ. લોકો ઘણી વાર પોતાની લોટરી ટિકિટના ફોટા સોશિયલ સાઇટ્સ પર શેર કરી દે છે. પરંતુ આવુ કરવુ તમને ભારે પડી શકે છે. હેકર્સ તમારી લોટરીની ડુપ્લીકેટ બનાવીને તમારી રકમ ચાઉ કરી શકે છે.

ફેસબુક પર ભૂલથી પણ ના કરો શેર આ ફોટા

ફેસબુક પર ભૂલથી પણ ના કરો શેર આ ફોટા

ભૂલથી પણ તમારે તમારા ફેસબુક પર પોતાના બર્થ સર્ટિફિકેટ અને શૈક્ષણિક પ્રમાણપત્રો શેર ન કરવા જોઇએ. આ તમારા પર્સનલ દસ્તાવેજ છે જેને તમારે તમારા ફેસબુક પેજ પર શેર ન કરવા જોઇએ. આ પ્રમાણપત્રો શેર કરવા તમારા માટ જોખમી સાબિત થઇ શકે છે.

રિલેશનશીપ સ્ટેટસને રાખો ગુપ્ત

રિલેશનશીપ સ્ટેટસને રાખો ગુપ્ત

લોકોને ફેસબુક પર રિલેશનશીપ સ્ટેટસ બતાવવાની મઝા આવે છે પરંતુ રિલેશનશીપમાં છો કે નહિ તે ફેસબુકમાં બિલકુલ શેર ના કરો. આનાથી તમારી ઉપર નજર રાખનારાને ખબર પડી શકે કે તમે સિંગલ છો કે રિલેશનશીપમાં છો. જે તમારા માટે મુસીબત બની શકે છે.

ફેસબુક પર પળેપળનું સ્ટેટસ અપડેટ ના કરો

ફેસબુક પર પળેપળનું સ્ટેટસ અપડેટ ના કરો

કઇ રેસ્ટોરંટમાં જમો છો, ક્યાં ફરો છો એવી પળેપળની સ્ટેટસ અપડેટ ના કરો. આમ કરવાથી તમારા પર નજર રાખતા લોકો લોકેશન ટેગ કરી દે છે.

બાળકોના ફોટા કદી ના કરો શેર

બાળકોના ફોટા કદી ના કરો શેર

બાળકોના ફોટા ક્યારેય પોસ્ટ ના કરો. ઘણા લોકો પોતાની અને પોતાના બાળકોના ઢગલો ફોટા પોસ્ટ કરી દે છે. કેટલાક લોકો તો બાળકના જન્મ સાથે હોસ્પિટલના એડ્રેસ સાથે સ્ટેટસ પોસ્ટ કરી દે છે. જે બાળકો માટે જોખમી સાબિત થઇ શકે છે.

English summary
today we tell you that before posting photos on social media you should be alert.
Please Wait while comments are loading...