For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ક્લિયોપેટ્રાની સુંદરતાના આ 10 રાજ

|
Google Oneindia Gujarati News

ઇજિપ્તની પ્રસિદ્ધ રાણી ક્લિયોપેટ્રો તેની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેની નખશીશ સુંદરતા, નજાકતતાને લોકો આજે પણ વખણે છે. વળી તે જેટલી સુંદર હતી તેટલી જ બુદ્ધિમત્તા અને દૂરદ્રષ્ટ્રાથી તે પોતાનું રાજપાઠ સંભાળતી હતી. ત્યારે ક્લિયોપેટ્રાની સુંદરતા અને તેના બ્યૂટી સિક્રેટ વિષે આજ દિવસ સુધી અનેક ખુલાસા કરવામાં આવ્યા છે અને અનેક પુસ્તકોમાં તેના વિષે લખવામાં આવ્યું છે.

એટલું જ નહીં આજથી પાંચ હજાર વર્ષ પહેલા જે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને ક્લિયોપેટ્રા પોતાની સુંદરતાની જાણવણી કરતી હતી તેનો ઉપયોગ આજે પણ અનેક ઇજિપ્તશ્યન મહિલાઓ કરે છે. અને વિશ્વભરમાં પણ લોકો ક્લિયોપેટ્રાના આ જ બ્યૂટિ સિક્રેટનો ઉપયોગ પોતાની ખૂબસૂરતીને વધારવા માટે કરે છે.

ત્યારે ક્લિયોપેટ્રાની ખૂબસૂરતીના આવા જ કેટલાક રાજ અમે આજે તમારી સમક્ષ કરવાના છીએ. જેના દ્વારા તમે પણ પોતાની સુંદરતાને નીખારી શકો છો. તો જાણો આ રાજ અને સાથે જ આ આર્ટીકલને શેયર કરવાનું ના ભૂલતા. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

મેથી

મેથી

ક્લિયોપેટ્રા મેથીના દાણાનો ઉપયોગ ફેસ માસ્ક અને ફેસિયલ તરીકે કરતી હતી. મેથીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો છે જેનાથી ખીલ નથી થતા અને ત્વચા પણ કોમળ અને સુંદર રહે છે.

બોડી સુગર

બોડી સુગર

તમને જાણીને નવાઇ લાગશે કે તે સમયની મહિલાઓ વેક્સિંગ પણ કરતી હતી. તે લોકો ખાંડ અને પાણીથી એક ધટ્ટ પેસ્ટ બનાવતી અને તેનો ઉપયોગ વેક્સની જેમ કરીને પોતાના શરીરના વાળ નીકાળતી.

અવકાડો

અવકાડો

વધુમાં તે અવકાડોની પેસ્ટ પણ પોતાના ચહેરા પર લગાવતી જેથી સ્ક્રીન યુવાન રહેતી અને તેની પર ઓછી કરચલી પડતી.

બદામનું તેલ

બદામનું તેલ

ક્લિયોપેટ્રા નાહ્યા બાદ અને રાતે સૂતી વખતે બદામના તેલનું માલિશ પોતાના શરીર પર કરતી. જેનાથી તેની સ્ક્રીન કોમળ અને સુંદર રહેતી. બદામના તેલમાં વિટામીન ઇ અને સારી ફેટ હોય છે જેનાથી ત્વચા લાંબા સમય સુધી યુવાન રહે છે.

સી સોલ્ટ

સી સોલ્ટ

ક્લિયોપેટ્રા ડેડ સીના પાણીની સ્નાન કરવાનું પસંદ કરતી. ડેડ સીના પાણી મીનરલથી ભરપૂર હોય છે જે ત્વચાને સુંદર બનાવે છે. જો કે હવે બધે જ ડેડ સી સોલ્ટ મળે છે. અને તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં શરીરની સુંદરતા માટે થાય છે.

સાબુ

સાબુ

ઇજિપ્તના લોકોએ આજથી 5 હજાર વર્ષ પહેલા સાબુ બનાવ્યા હતા. તે પશુઓની ચરબી, માટી અને પ્રાકૃતિક તેલમાંથી સાબુ બનાવતા અને તેમાં સુંગધી દ્રવ્યો પણ મેળવતા જેનાથી ક્લિયોપેટ્રાનું શરીર હંમેશા મહેકતુ રહેતું.

દૂધમાં સ્નાન

દૂધમાં સ્નાન

ક્લિયોપેટ્રા રોઝ દૂધથી શાહી સ્નાન કરતી હતી તે વાત જગપ્રખ્યાત છે. દૂધથી નહાવાથી તેમાં રહેલી શર્કરા અને લેક્ટિક એસિડ ચામડીને કોમળ અને સુંદર બનાવી દે છે.

અત્તર

અત્તર

ક્લિયોપેટ્રા વિવિધ સુંગધી દ્રવ્યોનો ખાસ ઉપયોગ કરતો હતી. લવન્ડર, રોઝમેરી, રોઝ વોટર જેવી વસ્તુઓનો ઉપયોગ તે પોતાના નાહવામાં કરતી હતી.

મહેદી

મહેદી

મહેંદીના ઉપયોગ ક્લિયોપેટ્રા તેના વાળને રંગવા અને નખને રંગવા માટે કરતી હતી. વળી તેનાથી શરીરને ઠંડક પણ મળતી હતી અને વાળને રંગ થઇ જતો હતો.

લાલ ગેરુ

લાલ ગેરુ

ગેરુના લાલ માટીનો ઉપયોગ ક્લિયોપેટ્રા તેના હોઠ લાલ રાખવા માટે કરતી હતી. વધુમાં તેનો તે બ્લશર અને નખને રંગવામાં પણ ઉપયોગ કરતી હતી. અને આ રીતે તો પોતાના દેખાવને આકર્ષક બનાવતી હતી.

English summary
Egyptian women are well known for their beauty. The most renowned beautiful personality of Egypt was Cleopatra and even today, the tales of Cleopatra's beauty are famous. In general, Egyptian ladies are all beautiful and the secret to their beauty will be revealed in this article.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X