For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 દિવસ સુધી આટલું કરો, વજન ધટવાનું શરૂ થઇ જશો

|
Google Oneindia Gujarati News

જો તમે વજન ઉતરવાનું વિચારી રહ્યા હોવ તો તમને જણાવી દઉ કે વજન ઉતારવા માટે ઉનાળાથી શ્રેષ્ઠ ટાઇમ કોઇ હોઇ ના શકે. કારણ કે ઉનાળામાં વજન ઉતારવું મહદ્દ અંશે સરળ થઇ જાય છે. અને તેમાં પણ આજે અમે તમને કેટલીક તેવી ટિપ્સ આપવાના છીએ જેના કારણે તમારું વજન ઉતારવું સરળ બની જશે.

વજન ઉતારવા પહેલા એક વાત સમજી લો કે વજન ઉતારવું છે "માઇન્ડ ગેમ". વજન ઉતરાવાની લડાઇમાં જીત તેની જ થાય છે જે મન અને મગજ બન્નેથી મકમ હોય અને હારને ઓપ્શન તરીકે ના જોતા હોય. તો જો તમે નક્કી કરી જ લીધું છે કે 5 કિલો તો 5 કિલો પણ 3 મહિનામાં થોડું તો વજન ઓછું કરવું જ છે તો જ નીચેની આ ટિપ્સ વાંચી તમારા પ્રયાસને સફળ અને સરળ બનાવો...

વધુ પાણી પીવો

વધુ પાણી પીવો

દર 2 કલાકે એક થી બે ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો. ફોનમાં ટાઇમ ગોઠવી દો અને પાણી પીતા રહો. અને હા પ્રયાસ કરો કે તમે દર વખતે નવસેકું ગરમ પાણી પીવો.

મધ અને લીબું

મધ અને લીબું

સવારે નવસેકા પાણીમાં 1 ચમચી મધ અને 4-5 ટીપા લીબું નીચેવીને પીવો. ખાધા પછી પણ મધ અને લીબુંના પાણીનો ઉપયોગ કરી શકો છો.

કિચન અને ફ્રિઝને હેલ્થી બનાવો

કિચન અને ફ્રિઝને હેલ્થી બનાવો

તમારા કિચનમાંથી જે પણ ફાસ્ટ ફૂડ હોય તેને દૂર કરો કાં તો તેનાથી દૂર રહો. તમારા ફ્રિઝમાં હાઇ કેલરી અને લો ફેટ વાળી વસ્તુઓ રાખો. ફ્રૂટ, સલાડ ભરો અને તેને ખાવ પણ.

મીઠાઇને કહો

મીઠાઇને કહો

બજારમાં મળતી તમામ મીઠાઇઓને ના પાડો. ઘરે બનાવેલી મીઠાઇ હોય તો તે એક વાટકીમાં લઇને ખાવ. અને તેનું પ્રમાણ નક્કી કરો. સાથે જે દિવસે મીઠાઇ ખાધી હોય તે દિવસે 15 મિનિટ વધુ ચાલવાનું કે કસરત કરવાનું રાખો.

પ્રોટીનયુક્ત આહાર

પ્રોટીનયુક્ત આહાર

ખાવામાં પ્રોટિનનો ઉપયોગ કરો. જો તમને નાળિયેરનું પાણી સૂટ થતું હોય તો રોજ એક નાળિયેર પીવો. સાથે જ દહીં દૂધ જે ફાવે તે એક ગ્લાસ પીવાનું રાખો.

લીલા શાકભાજી

લીલા શાકભાજી

કઠોળ અને લીલા શાકભાજી વધુ ખાવ. જેમ કે રોટલી ભલે 3 ના બદલે 1 ખાવ પણ દાળ કે શાક 1 વાટકો ભરીને ખાવ. બાફેલા શાક દિવસમાં એક વાર લો. અને જો ફળ ખાવ તો તે સવારે કે બપોરના ચાર વાગ્યા પહેલા ખાવ.

કેલરી પર ધ્યાન આપો

કેલરી પર ધ્યાન આપો

દિવસમાં કેટલી કેલરી ખાવ છો તેનું એક લિસ્ટ બનાવી અને ફોલો કરો. નેટ પરથી જે તે વસ્તુની કેલરી ડિટેલ લઇ લો. અને તમારા વજન અને કસરતના હિસાબ મુજબ યોગ્ય કેલરી વાળું ભોજન કરો.

ભોજન કરવાનું બંધ ના કરો

ભોજન કરવાનું બંધ ના કરો

ક્યારેય પણ તેવી ડાયેટ ના કરો જેમાં ખાવાનું બંધ કરવાનું કહેતા હોય. જે પણ ખાવ થોડું થોડું ખાવ. અને એક સાથે ખાવા કરતા થોડા થોડા અંતરે ખાવ.

કસરત પર ધ્યાન આપો

કસરત પર ધ્યાન આપો

વજન ઉતારવું જ હોય તો કસરત તો કરવી જ પડશે. બીજું કંઇ જ ના થાય તો દિવસમાં 30 થી 45 મિનિટ ચાલવાનું રાખે. સતત 30 મિનિટ ફાસ્ટ વોકિંગ કરો. અને પછી 10 મિનિટ હાથ પગ હલાવાની હળવી કસરતો કરો. અને આ કસરતને ફરજિયાત ચાલુ રાખો.

ફાસ્ટ ફૂટ છોડો ને ડાયટ પ્લાન બનાવો

ફાસ્ટ ફૂટ છોડો ને ડાયટ પ્લાન બનાવો

ફાસ્ટ ફૂડને બાય કહેવું જ પડશે. રવિવારે પણ બહાર જમવાના બદલે ઘરે કંઇક ખાઇને પેટ ભરીને બહાર જાવ જેથી ફાસ્ટ ફૂડથી દૂર રહી શકો. વળી નિયમ સર ટાઇમ સાચવો. 12 વાગે જમણ, સાંજે 7:30 પછી કંશુ જ નહીં ખાવાનું તેવા નિયમ બનાવી ફોલો કરો.

અરીસા સામે ખાવ

અરીસા સામે ખાવ

જ્યારે પણ બની શકે ત્યારે અરીસા સામે બેસીને ખાવ તેનાથી તમે ચાવીને ખાતા શીખશો. કેટલું ખાવ છો તેનું તમને ભાન રહેશે અને તમારા ખાવા પર કંટ્રોલ પણ વધશે.

ભોજન પહેલા અને પછી વોક

ભોજન પહેલા અને પછી વોક

બની શકે તો ખાવા પહેલા 5-10 મિનિટની એક નાની હળવી લટાર મારી આવો. અને ખાધા પછી 2 કલાક બાદ પણ થોડું 5- 10 મિનિટ ચાલી આવો. બહાર ના જવાય તો જે રૂમમાં બેઠા છો તેના પાંચ ચક્કર લગાવી લો.

ખોરાક ઓછો કરો

ખોરાક ઓછો કરો

તમે જો રોજ 6 રોટલીને ભાત ખાતા હોવ તો તેના બદલે ધીરે ધીરે 5 અને પછી 4 એમ ખોરાક ઓછા કરો. તેનાથી નબળાઇ પણ નહીં આવે અને સ્વસ્થ પણ રહેશો.

English summary
12 Simple Dieting Tips To Reduce Weight In 15 Days we have come up with a list of such effective dieting tips that can help you attain a healthy weight in just 15 days! Check them out, here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X