For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, ચીકુ ખાવાના 23 જબદસ્ત ફાયદાઓ

|
Google Oneindia Gujarati News

ચીકુ એક તેવું ફળ છે જે તમને બારેમાસ બજારમાં મળી જાય છે. અને તે ખાવામાં પણ ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. પણ શું તમને આ સરસ મઝામાં ફળની ખાસિયતો ખબર છે?

ચીકુના ફળમાં 71 ટકા પાણી, 1.5 ટકા ફેટ અને લગભગ 25 ટકા જેવું કાર્બ્રોહાઇડ્રેટ હોય છે. વળી તેમાં સારી માત્રામાં વિટામિન એ અને વિટામિન સી પણ હોય છે. સાથે જ તેમાંથી 14 ટકા શર્કરા પણ મળે છે. અને તેમાં ફોસ્ફરસ અને લોહત્વ પણ સારી માત્રામાં હોય છે.

ત્યારે આજે અમે તમને આ ફળના કેટલાક તેવા ફાયદા જણાવાના છીએ જે જાણીને તમે બીજી વાર આ ફળ બજારમાંથી જરૂરથી ખરીદશો. તો જાણો ચીકુના આ ફાયદાઓ, અને જુઓ આ ફોટોસ્લાઇડર...

આંખો

આંખો

ચીકુમાં વિટામિન એ સારી માત્રામાં હોય છે. ત્યારે આને ખાવાથી તમે મોટી ઉંમેરે થતી આંખોની સમસ્યાને દૂર કરી શકો છો.

સોર્સ ઓફ એનર્જી

સોર્સ ઓફ એનર્જી

ચીકુમાં ગ્લુકોઝ સારા પ્રમાણમાં હોય છે. અને તે શરીરને તરત ઊર્જા આપે છે. વધુમાં જે લોકો રોઝ વ્યાયામ અને કસરત કરે છે અને જેમને એનર્જીની જરૂરિયાત હોય છે તે લોકોએ પણ ચીકુ ખાવું જોઇએ.

એન્ટી ઇફ્લેમેટરી એજન્ટ

એન્ટી ઇફ્લેમેટરી એજન્ટ

ચીકુમાં ટેનિન સારી માત્રામાં હોય છે જેના કારણે તે એક એન્ટી ઇંફ્લેમેન્ટરી એજન્ટ છે. બીજા શબ્દોમાં કહું તો તે તમને કબજિયાત, ઝાડા અને એનિમિયા જેવી બિમારીઓથી બચાવે છે. સાથે જ આંતરડા પણ મજબૂત કરે છે.

કેન્સર

કેન્સર

ચીકુમાં વિટામીન એ અને સી સારી માત્રામાં હોય છે. વળી તેમાં એન્ટીઓક્સિડન્ટ, ફાઇબર અને અન્ય પોષક તત્વો પણ હોય છે. જેનાથી તમે કેન્સરથી પણ બચી શકો છો. વળી વિટામિન એ ફેંફસા અને મોઢાના કેન્સરથી પણ તમને બચાવે છે.

હાડકા

હાડકા

ચીકુમાં કેલ્શિયમ ફાસ્ફોરસ અને આર્યન અતિરિક્ત માત્રામાં હોય છે. જે તમારા હાડકાને અંદરથી મજૂબત કરે છે. હાડકા વધવાની બિમારી માટે પણ ચીકુના ઉપયોગ લાભકારી છે.

કબજિયાત

કબજિયાત

100 ગ્રામ ચીકુમાં 5.6 ટકા ફાઇબર હોય છે. એટલે કે તેમાં સારા પ્રમાણમાં લૈક્સટિવ છે. જેનાથી કબજિયાતમાં રાહત મળે છે.

ગર્ભઅવસ્થા

ગર્ભઅવસ્થા

કાર્બોહાઇડ્રેટ અને આવશ્યક પોષક તત્વોની સારી માત્રા ચીકુમાં છે. જેનાથી સ્તનપાન કરાવતી અને ગર્ભવતી મહિલાઓને સૌથી વધુ ફાયદો પહોંચે છે. વળી ગર્ભઅવસ્થા દરમિયાન આવતી કમજોરી અને ચક્કરની સમસ્યાને પણ આ દૂર કરે છે.

હેમોસટાટિક

હેમોસટાટિક

ચીકુમાં હેમોસટાટિક પ્રોપર્ટીઝ હોય છે. જે લોહીના નુક્શાનને બચાવે છે. વળી તે ઇજાને પણ જલ્દી ભરે છે. વળી કોઇ જીવતના દંશ પર પણ ચીકુના બીજને પીસીને લગાવામાં આવે છે.

એન્ટી વાયરલ

એન્ટી વાયરલ

પોલીફેનોલિક એન્ટીઓક્સીડેન્ટ હોવાના કારણે ચીકુ એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો ધરાવે છે. જેથી બિમારી સમયે તેને ખાવું લાભકારક છે.

ઝાડો

ઝાડો

ચીકુને પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી ઝાડોમાં રાહત રહે છે.

માનસિક સ્વાસ્થય

માનસિક સ્વાસ્થય

ચીકુ મગજની તંત્રિકાઓને શાંત અને તનાવમુક્ત કરવામાં પણ મદદ કરે છે. વળી અનિદ્રા, ચિંતા અને તણાવમાં પણ તે લાભકારી છે.

શરદી

શરદી

ચીકુમાં તેવા ગુણો છે જે શ્વસન તંત્રની બિમારીઓ અને કફ તથા ખાસીને બિમારીઓમાં રાહત આપી શકે છે.

પથરી

પથરી

ચીકુના બીજને પીસેને ખાવાથી કિડનીની પથરી પેશાબ મારફતે નીકળવામાં મદદ મળે છે. વળી તે કિડનીના રોગ માટે પણ લાભકારી છે.

વજન ઓછું કરે

વજન ઓછું કરે

ચીકુ વજન ઓછું કરવા માટે પણ લાભકારી છે. તેમાં ગૈસ્ટ્રિક એન્જાન હોય છે જે પાચન તંત્રને મજબૂત કરી તમને મોટાપાથી બચાવે છે.

વિષહરણ

વિષહરણ

ચીકુ મુત્રવર્ધકના રૂપમાં પણ કામ કરે છે. વળી તે પેશાબ દ્વારા ગંદકી નીકાળવામાં પણ મદદરૂપ થાય છે.

કેવીટી

કેવીટી

ચીકુમાં લેટેક્સની માત્રા સારી હોય છે. માટે જે દાંતમાં કેવટી ભરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

ચમકદાર ત્વચા

ચમકદાર ત્વચા

ચીકુ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામીન ઇ હોય છે જે તમારી ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવશે.

વાળ

વાળ

ચીકના બીજમાંથી બનેલું તેલ વાળ માટે ખૂબ જ લાભકારી છે. તેનાથી વાળ સોફ્ટ અને સિલ્કી બને છે. વળી તે બહુ જલ્દી શોષાઇ પણ જાય છે એટલે તમને ચીપકું પણ નથી બનવા દેતું.

વાળ ખરતા

વાળ ખરતા

ચીકુના બીજમાંથી બનેલા તેલને લગાવાથી માથાની ચામડી સ્વસ્થ અને પોષણ યુક્ત બને છે. જેનાથી વાળ પડવાની સમસ્યા પણ હલ થાય છે.

ખોડો

ખોડો

ચીકુના બીજનું પેસ્ટ બનાવી તેની એરંડાના તેલ સાથે મેળવીને માથામાં લગાવો અને પછી બીજી દિવસે કે 8-9 કલાક બાદ વાળ ધોઇ નાંખો. જેનાથી ખોડો ઓછો થશે. અને વાળ પણ ચમકદાર બનશે.

કરચલી

કરચલી

ચીકુમાં સારી માત્રામાં એન્ટીઓક્સીડન્ટ હોય છે. તે ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરે છે. વળી તેનો પ્લપ ચહેરા પર પણ લગાવી શકાય છે.

સ્કિન ઓઇન્ટમેન્ટ

સ્કિન ઓઇન્ટમેન્ટ

ચીકુના બીજનું તેલ ઓઇન્ટમેન્ટ તરીકે કામમાં લઇ શકાય છે. વળી તમે ચીકુની છાપને ગરમ કરી તેનો શેક પણ લઇ શકો છો.

ફંગલ

ફંગલ

ચીકુના છોડમાંથી નીકળતો દૂધિયો રસ ચામડીની ગાંઠ અને ફંગલને દૂર કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

English summary
The name ‘sapota’ might not be familiar to most of us. Sapota is another name for the fruit better known as ‘chikoo’. The various health benefits of sapota are given below
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X