કાન સાફ કરવા ઈયર બડ્સ વાપરી રહ્યા છો તો થઈ જાઓ સાવધાન, થઈ શકે છે આ મોટી સમસ્યા

દરેક લોકોને સ્નાન કરીને કાન સાફ કરવાની આદત હોય છે. કાન સાફ કરવા માટે મોટાભાગના લોકો કોટડ બડ્સનો ઉપયોગ કરે છે. જો તમે પણ આવુ કરી રહ્યા છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે.

કાન સાફ કરવા માટે ઈયર બડ્સ લોકોની પહેલી પસંદ છે પરંતુ ડૉક્ટરો તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે. ઈયર બડ્સ કાનના મેલની સાથે સાથે કાનનું વેક્સ હટાવી દે છે. આ એક કુદરતી પદાર્થ છે જે ધૂળ, સુક્ષ્મજીવો, પાણી સહિતની વસ્તુઓને કાનમાં જતા રોકે છે.

ear buds

આ વેક્સ શરીર કુદરતી રીતે ઉત્પન્ન કરે છે. તેને દૂર કરવા માટે કોટન બડનો ઉપયોગ કરવાથી સમસ્યાઓ થઈ શકે છે. અહીં આજે અમે તેને આવુ કરવાથી થતા નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કાનના બહારના ભાગને સાફ કરવા માટે ઈયર બડ્સનો ઉપયોગ ઠીક છે પરંતુ અંદરના ભાગને સાફ કરવાથી તેમાં રહેલું વેક્સ ઈયર કેનાલ તરફ જાય છે અને તે કાનના પડદાને નુકસાન પહોંચાડે છે. તેનાથી કાનમાં દુખાવો અને સાંભળવાની ખોટ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આનાથી તમારા કાનમાં ચેપ લાગવાનું જોખમ પણ વધે છે. કાન સાફ કરવા માટે ઈયર બડ્સનો ઉપયોગ ટાળવો જોઈએ. જો તમને વધુ જરૂર લાગે તો આ બાબતે નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ શકો છો.

આ સમસ્યાઓથી બચવા તમે બેબી ઓઈલનો ઉપયોગ કરી શકો છો. આનાથી મેલ ઉપર આવી જાય છે અને સરળતાથી સાફ થઈ જાય છે. તમારે ફક્ત કાનમાં તેલના 2-3 ટીપાં નાખીને સ્વચ્છ કપડાની મદદથી કાન સાફ કરવાનો છે. જો તમે દરરોજ સ્નાન કરતી વખતે પણ કાન સાફ કરો છો તો તમારે બીજું કંઈપણ વાપરવાની જરૂર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X