Blood Pressure : કેવી રીતે કામ કરે છે બ્લડ પ્રેશર? જાણો કઈ સ્થિતીમાં વધઘટ થાય છે?
Blood Pressure : આજકાલ યુવાનોમાં પણ બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે. કોવિડ બાદ ઘણા લોકો સામાન્ય કામ કરતા પણ બ્લડ પ્રેશર ઘટવા અને વધવાની સમસ્યાથી પીડિત જોવા મળી રહ્યા છે.
આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે કે આખરે આ બ્લડ પ્રેશરની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને વધવા અને ઘટવા પાછળના કારણો શું છે?

સામાન્ય સ્થિતીમાં હૃદય શરીરમાં લોહી પંપ કરે છે. હૃદય ધબકે છે ત્યારે તે ધમનીઓમાં લોહી પંપ કરે છે અને શરીરના તમામ ભાગોમાં ઓક્સિજનને પહોંચાડે છે.
બ્લડ પ્રેશર બે નંબરો દ્વારા માપવામાં આવે છે અને તે છે 120/80. પ્રથમ નંબર 120 સિસ્ટોલિક પ્રેશર દર્શાવે છે, જે તમારા હૃદયના ધબકારા વખતે બ્લડ પ્રેશરનું હાઈએસ્ટ લેવલ છે. બીજો નંબર 80 ડાયસ્ટોલિક પ્રેશર છે, જે હૃદયના ધબકારાનું આરામની સ્થિતીનું સૌથી નીચું સ્તર છે.
બ્લડ પ્રેશર હેલ્થ માટે સૌથી મહત્વપૂર્ણ છે. જો બ્લડ પ્રેશર ખૂબ ઊંચું અથવા ખૂબ ઓછું હોય તો તે હૃદય, મગજ અને અન્ય અંગોને નુકસાન પહોંચાડી શકે છે.
જણાવી દઈએ કે, જ્યારે હ્રદયમાંથી લોહી નીકળે અને નસોની દીવાલો પર દબાણ આવે છે ત્યારે તેને બ્લડ પ્રેશર કહેવાય છે. શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે બે મુખ્ય પ્રણાલીઓ છે, એક ટૂંકા ગાળાની અને બીજી લાંબા ગાળાની હોય છે.
ટૂંકા ગાળાની સિસ્ટમમાં બારો રીસેપ્ટર્સ અને કીમો રીસેપ્ટર્સનો સમાવેશ થાય છે. બેરો રીસેપ્ટર્સનું મુખ્ય કાર્ય બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું છે, જ્યારે કેમો રીસેપ્ટર્સ લોહીમાં હાજર રાસાયણિક તત્વોના સંતુલનને સુધારે છે.
લાંબા ગાળે રેનિન-એન્જિયોટેન્સિન-એલ્ડોસ્ટેરોન સિસ્ટમ કામ કરે છે, જે બ્લડ પ્રેશર પર સૌથી વધુ અસર કરે છે. બ્લડ પ્રેશરને સ્થિર રાખવામાં અને શરીરમાં પાણી અને સોડિયમનું સંતુલન જાળવવામાં આ સિસ્ટમની મોટી ભુમિકા છે.
બેરો રીસેપ્ટર અને કીમો રીસેપ્ટર બંને અલગ અલગ રીતે કામ કરે છે. બેરો આપણા મગજના મેડુલા ઓબ્લોન્ગાટાને સિગ્નલ મોકલે છે. તેથી કેમોરેસેપ્ટર આપણા લોહીમાં રાસાયણિક રચનાનું ધ્યાન રાખે છે.
આ જ કારણ છે કે ડોક્ટર સંતુલિત આહાર લેવાની સલાહ આપે છે. જો તમારો આહાર સંતુલિત નહીં હોય તો બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ વધી જવાની પુરી સંભાવના છે.












Click it and Unblock the Notifications
