For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિનિટમાં મટી જશે શરદી-ઉધરસ, અપનાવો આ ઘરેલુ ઉપચાર

દિવાળી આવી રહી છે, ચોમાસાએ હવે વિદાય લઇ લીધી છે. સાથે સાથે ઠંડીની મોસમ ધીરે ધીરે આવી રહી છે. શિશિર સાથે ઠંડીનું આગમન થઇ રહ્યું છે. આ ઠંડી સાથે મોસમી બિમારીઓનું પણ આગમન થઇ રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

દિવાળી આવી રહી છે, ચોમાસાએ હવે વિદાય લઇ લીધી છે. સાથે સાથે ઠંડીની મોસમ ધીરે ધીરે આવી રહી છે. શિશિર સાથે ઠંડીનું આગમન થઇ રહ્યું છે. આ ઠંડી સાથે મોસમી બિમારીઓનું પણ આગમન થઇ રહ્યું છે. ઘણા લોકોને શરદી કે ઉધરસનો કોઠો હોય છે, જેમને ઠંડી હોય કે ગરમી તેમને શરદી થતી જ રહે છે. તેમના માટે ખાસ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તેમને કઇ રીતે શરદી ઉધરસથી ઘરેલુ ઉપાય દ્વારા છૂટકારો મેળવી શકો છે.

શું કહે છે આયુર્વેદ

શું કહે છે આયુર્વેદ

આયુર્વેદ અનુસાર મેથીના દાણામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. શરદી કે વાયરલ જેવી સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મેથીનું પાણી ફાયદાકારક છે. આ માટે તમે મેથીના પાણીનો ઉપયોગ કરી શકો છો. તે ચેપી રોગો સામે રક્ષણ આપે છે.

શરદી અને ફ્લૂ માટે અપનાવો આ ઘરેલું ઉપાયો

શરદી અને ફ્લૂ માટે અપનાવો આ ઘરેલું ઉપાયો

ગરમ પાણી અને મીઠાના કોગળા કરો

જો તમને શરદી હોય, તો તમારે ગરમ પાણીમાં મીઠું ભેળવીને કોગળા કરવા જોઈએ. તેનાથી ગળાને આરામ મળે છે. આ સિવાય કફમાં પણ રાહત મળે છે.

હળદરવાળું દૂધ

હળદરવાળું દૂધ

જો તમને શરદી અને ખાંસી હોય તો હળદરવાળું દૂધ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. કારણ કે, હળદરમાં બળતરા વિરોધી ગુણો, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણો હોય છે. તે સંક્રમણ સામે લડે છે.

તુલસીની ચા

તુલસીની ચા

જો તમને વારંવાર ઉધરસ અથવા કફ રહે છે, તો તુલસીના પાન તમને મદદ કરશે. આ માટે તમારે તુલસીની ચા લેવી જોઈએ. આ સિવાય તમે તાજા તુલસીના પાન લઈ શકો છો અથવા સૂકા પાંદડા લઈ શકો છો.

સૂકા તુલસીના પાંદડાના સ્વરૂપમાં, એક ચમચી પણ પૂરતું હોય શકે છે. ઈલાયચીની એક કે બે કળીઓ સાથે પાણીમાં નાખીને ઉકાળો. તેનાથી રાહત મળી શકે છે.

વરિયાળીનું સેવન કરવું

વરિયાળીનું સેવન કરવું

વરિયાળીના બીજ તમને શરદી અને ઉધરસમાં મદદ કરશે. વરિયાળી એ રસોડાનો સામાન્ય ઘટક છે. તેના માટે એક ચમચી વરિયાળીને પાણીમાં ઉકાળો અને તેને અડધી કરી લો. ત્યાર બાદ તેનું સેવન કરો. તેનાથી ગળામાં ખરાશ અને ઉધરસમાં રાહત મળશે.

English summary
Cold-cough will be cured in minutes, adopt this home remedy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X