Constipation Remedy: કબજિયાતથી મળશે છુટકારો, જાણી લો આ ચાર ઉપાય

Constipation Remedy: અનહેલ્ધી ડાયટ અને લાઇફસ્ટાઇલના કારણે લોકોમાં આરોગ્ય સમસ્યા અને બિમારીઓનો શિકાર બની જાય છે. આપણે આપણી ફિટનેસ અને હેલ્થનું ખ્યાલ રાખવા માટે સમય મળી શકતો નથી. જે કારણે કબજિયાત જેવી સમસ્યા હવે સમાન્ય બની રહી છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે ઘણી દવાઓ અને પ્રોડક્ટ માર્કેટમાં મળે છે.

ઘણી વખત આ ઉત્પાદનો સમસ્યાને હલ કરતા નથી, પરંતુ તે ચોક્કસપણે આડઅસરોનું કારણ બને છે. આજે અમે તમને એવા ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી આવી સમસ્યાઓ દૂર કરી શકાય છે. આજે અમે તમને કબજિયાતથી છુટકારો મેળવવા માટે વરિયાળીનો ઉપયોગ કરવાની રીતો જણાવવા જઈ રહ્યા છીએ.

Constipation

વરિયાળીનું દૂધ - વરિયાળીના દૂધનું સેવન કબજિયાતથી રાહત અપાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. વરિયાળીનું દૂધ તૈયાર કરવાની રેસિપી ખૂબ જ સરળ છે. તમારે માત્ર એક ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે, અને તેમાં વરિયાળીનો પાવડર મિક્સ કરવાનો છે. જે બાદ આ દૂધને હળવું કરી ગરમ કરો અને પી લો. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, અને પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે.

વરિયાળી પાવડર - વરિયાળી પાચનક્રિયાને યોગ્ય રાખવામાં ઘણી મદદગાર સાબિત થાય છે. કબજિયાતથી પીડાતા લોકોએ વરિયાળીના પાવડરનું સેવન કરવું જોઈએ. વરિયાળીને ખાંડ સાથે પીસીને એક બોક્સમાં ભરી લો. આ પાઉડર રોજ ખાઓ. આ સિવાય તમે તેનું સેવન હૂંફાળા પાણી સાથે પણ કરી શકો છો.

વરિયાળી ચા - વરિયાળીની ચા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. વરિયાળીની ચા પીવાથી પેટ સંબંધિત બિમારીઓ દૂર રહે છે. આ ચા બનાવવી એકદમ સરળ છે. આ માટે એક કડાઈમાં ગરમ​પાણી લો અને તેમાં એક ચમચી વરિયાળી નાખીને સારી રીતે ઉકાળો. આ પાણીને એક કપમાં ગાળી લો અને તેમાં થોડું મધ ઉમેરો. આને રોજ પીવાથી તમને કબજિયાતમાં રાહત મળશે.

વરિયાળી પાણી - વરિયાળીના પાણીનું સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ પણ દૂર થાય છે. કબજિયાત જેવી બિમારીઓથી છુટકારો મેળવવા માટે આ પીણાને તમારા રોજિંદા આહારમાં સામેલ કરો. વરિયાળીનું પાણી બનાવવા માટે 2-3 ચમચી વરિયાળીને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X