Disadvantages Of Tea : શિયાળામાં વારંવાર ચા પી રહ્યા છો તો સાવધાન, થઈ શકે છે મોટુ નુકસાન
Disadvantages Of Tea : ઘણા લોકો માટે શિયાળો આવતા જ ચા પીવાની સિઝન આવે છે. જો કે તમે આવુ કરી રહ્યાં છો તો સાવધાન થઈ જવાની જરૂર છે.
શિયાળામાં ચા પીવાથી શરદી જેવી બિમારીથી રાહત મળે છે પરંતુ મોટાભાગના લોકો નથી જાણતા કે વધારે ચા પીવી એ રોગને આમંત્રણ આપવા બરાબર છે.

જો તમે વધારે ચા પીતા હોવ તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. વધુ પડતી ચા પીવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે.
પાચનતંત્રને નુકસાન
ચામાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે જે પાચનતંત્રને અસર કરે છે. નિયમિત રીતે ચા પીતા હોવ તો તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી અને ઝાડા થઈ શકે છે.
એસિડિટી
વધુ પડતી ચા એસિડિટીની સમસ્યા કરી શકે છે. શિયાળામાં જે લોકો વધારે માત્રામાં ચા પીવે છે તેમને આ પ્રકારની સમસ્યાઓ વધુ થવા લાગે છે. જેમને પહેલાથી જ પેટને લગતી સમસ્યાઓ છે તેમણે ચા પીવાનું ટાળવું જોઈએ.
હાડકા માટે હાનિકારક
શિયાળામાં પાણી ઓછું પીતા હોઈએ છીએ અને ચા વધુ પીતા હોઈએ છીએ. ચા પીવાથી હાડકામાં કેલ્શિયમની ઉણપ થાય છે અને તેની અસર હાડકાં પર પડે છે. વૃદ્ધો માટે વધુ પડતી ચાનું સેવન યોગ્ય નથી, તેમને હાડકાં સંબંધિત સમસ્યાઓ વધુ હોય છે.
તણાવમાં વધારો
જે લોકો ઓફિસ જાય છે અથવા અભ્યાસ કરવા માટે વારંવાર ચા પીવે છે તેઓએ તરત જ સાવધાન થઈ જવું જોઈએ. ચામાં વધુ પ્રમાણમાં કેફીન હોય છે જેના કારણે ઊંઘની કમી અને માથાનો દુખાવો વધુ થાય છે. આ સિવાય વ્યક્તિ બેચેની અનુભવે છે. રાતમાં ચા પીવાનું ટાળવુ જોઈએ.
તમને ચા પીવાનું પસંદ છે તો દિવસમાં માત્ર બે વાર ચા પીવી જોઈએ. તમે સવારે ઉઠતાની સાથે જ ચાને બદલે ખાલી પેટ ગરમ પાણી પી શકો છો, તેનાથી પાચનક્રિયા સુધરે છે. આ સિવાય તમે ગરમ પાણીમાં થોડું મધ અને ખાંડ ઉમેરીને પણ પી શકો છો. તેનાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે અને શરીરમાં પાણીની કમી પણ પૂરી થાય છે. આ સિવાય તમે રાત્રે દૂધ પી શકો છો, જે બેસ્ટ ઓપ્શન છે.












Click it and Unblock the Notifications
