For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Uric Acid : યુરિક એસિડ વધવાને કારણે આ અંગોમાં થાય છે તીવ્ર દુઃખાવો, અવગણો નહીં

Uric Acid : આજે આપણે જાણીશું કે, શરીરમાં યુરિક એસિડ વધવાથી શરીરના કયા ભાગોમાં દુખાવો થાય છે. આ દુઃખાવાની તમારે ભૂલથી પણ અવગણના કરવી જોઇએ નહીં.

|
Google Oneindia Gujarati News

Uric Acid : યુરિક એસિડ એ આપણા શરીરમાં બનનારુ ખરાબ દ્રવ્ય છે. જેને તમને ડિટોક્સ અથવા કચરો પણ કહીં શકો છે. યુરિક એસિડ પ્યુરિન નામના પ્રોટીનના તૂટવાને કારણે બને છે. કિડની યુરિક એસિડને ફિલ્ટર કરીને શરીરની બહાર ફેંકી દે છે, પરંતું કિડની જ્યારે આવું નથી કરી શકતી તો આ યુરિક એસિડ લોહીમાં ભળી જાય છે. જેના કારણે શરીરને ઘણું નુકસાન પહોંચે છે.

Uric Acid

યુરિક એસિડ વધવાથી શરીરના ઘણા ભાગોમાં દુખાવો થાય છે.

જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે, ત્યારે શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેના કારણે સ્થૂળતા, હાડકામાં સોજો, ચાલવામાં તકલીફ જેવી અનેક સમસ્યાઓ સામે આવે છે. આ સિવાય જ્યારે યુરિક એસિડ વધે છે, ત્યારે શરીરના ઘણા ભાગોમાં દુઃખાવો થાય છે.

ઘૂંટણનો દુઃખાવો

જ્યારે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે, ત્યારે ઘૂંટણમાં અસહ્ય દુઃખાવો થાય છે, અને આ ફરિયાદ સતત રહે છે. જેનું કારણ છે કે, યુરિક એસિડ વધવાને કારણે સાંધામાં વધુ તણાવ થઈ શકે છે, આવા સમયે ઘૂંટણમાં સોજા કે લાલાશ જોવા મળી શકે છે, ક્યારેક તે એટલું વધી જાય છે કે, વ્યક્તિ માટે ચાલવું મુશ્કેલ થઈ જાય છે, જો તમને પણ આવી ફરિયાદ તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

પગની ઘૂંટીમાં દુઃખાવો

જ્યારે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવા લાગે છે, ત્યારે તે ક્રિસ્ટલ્સના રૂપમાં હાડકામાં જમા થવા લાગે છે. આ ક્રિસ્ટલ્સ પગની ઘૂંટીના હાડકાની વચ્ચે જમા થઈ શકે છે, જેના કારણે પગની ઘૂંટીમાં દુખાવો થઈ શકે છે. જો દુઃખાવાની ફરિયાદ હોય, તો તે યુરિક એસિડ વધવાની નિશાની છે.

પીઠનો દુઃખાવો

જો તમને કમરનો દુઃખાવો થતો હોય, ત્યારે તમે તેને અવગણશો નહીં. કારણ કે, તે યુરિક એસિડ વધવાનો સંકેત પણ છે.

ગરદનનો દુઃખાવો

જો કોઈ વ્યક્તિને ગરદનમાં દુઃખાવો થાય છે, તો તેને અવગણશો નહીં. કારણ કે, જો તમને ગરદનમાં તીવ્ર દુઃખાવો અથવા અકડાઈ જવાની સમસ્યા છે, તો તે હાઇ યુરિક એસિડને કારણે થઇ શકે છે.

English summary
Due to the increase of uric acid, severe pain occurs in these organs, please do not ignore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X