For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરમીમાં રાતના આ વસ્તુઓ ખાઇને સૂવાથી ઊંધ સારી આવે છે

|
Google Oneindia Gujarati News

કાળજાળ ગરમીમાં ધણીવાર તેવું થાય છે કે ફૂલ એસીમાં પણ મોડી રાત સુધી પડખા બદલતા રહેવું પડે છે અને ઊંધ આવતી જ નથી. વળી લૂના કારણે પણ લોકોને આવી મુશ્કેલી થાય છે. ત્યારે રાતની ઊંધ માટે રાતે સૂતા પહેલાની પ્રક્રિયા પણ બહુ મહત્વ રાખે છે. ગરમીમાં સૂવાના 3 કલાક પહેલા રાત્રિ ભોજન કરી લેવું જોઇએ. એટલે કે જો તમે રાતે 11 વાગ્યા સૂતા હોવ તો 8 વાગે રાત્રિ ભોજન પતાવી લેવું જોઇએ. વળી રાતનું ભોજન હળવું અને ધી-તેલ ઓછું હોય તેવું રાખવું જોઇએ જેથી રાતના એસિડીટીની સમસ્યા ના થાય.

વધુમાં ગરમીમાં સૂતા પહેલા ઠંડા પાણીથી નાહીને કે પછી ઠંડા પાણીમાં ગુલાબજળ નાંખી તેમાં 10-15 મિનિટ પગ બોળી રાખી પછી સુવાથી પણ ઊંધ સારી આવે છે. ત્યારે તેવા કયા ખોરાક ગરમીની રજામાં ખાવા જોઇએ જેનાથી રાતની ઊંધ સારી આવે તે વિષે વધુ જાણો નીચેના આ આર્ટીકલમાં....

દૂધી

દૂધી

લોકીના રસ ઉનાળામાં પીવાથી ગરમી રાહત રહે છે અને તે સ્વાસ્થય વર્ધક પણ છે. દૂધીમાં પાણી વધુ માત્રામાં હોય છે જે શરીરને હાઇડ્રેટ કરે છે. સાંજે દૂધીનું શાક ખાવું સ્વાસ્થય માટે લાભકારક છે અને તેનાથી ઊંધ પણ સારી આવે છે.

કાકડી

કાકડી

કાકડીમાં 96 ટકા પાણી હોય છે. અને 4 ટકા ફાઇબર. તે પાચન શક્તિને સારી કરે છે. અને બોડીને પણ ડિહાઇડ્રેટ કરી છે. જો તમને શરદીનો કોઠા કે પિત્તની બિમારી ના હોય તો તમે કાકડીનું રાયતું રાતના ખાઇ શકો છો.

કોળું

કોળું

કોળામાં પોટ્શિયમ અને ફાઇબર સારી માત્રામાં હોય છે. તે શરીરને ઠંડક પણ આપે છે. વળી તે બ્લડ સુગર લેવલ પણ યોગ્ય બનાવી રાખવામાં મદદ રૂપ થાય છે માટે તેને ખાવું હિતકારી રહે છે.

તુરીયા

તુરીયા

ગરમીમાં તુરિયાનું શાક સાંજે ખાવું ખરેખરમાં લાભકારક છે. તેનાથી પાચનક્રિયા પણ સારી થાય છે. અને કદાચ આજ કારણ છે કે મોટાભાગના ગુજરાતી ઘરોમાં સાંજે દૂધી અને તુરિયા મોટા પ્રમાણમાં ખવાય છે.

બાફેલા બટાકા

બાફેલા બટાકા

ગરમીના દિવસોમાં રાતનો બાફેલા બટાકા ખાવામાં કોઇ વાંધો નથી આવતો. તેમાં કાર્બોહાઇડ્રેટ હોય છે જે સુપાચ્ય હોય છે. અને ગર્મીથી લડવામાં મદદરૂપ થાય છે. અને તેનાથી ઊંધ પણ સારી આવે છે.

દહીં

દહીં

સામાન્ય રીતે પિત્તની પ્રકૃતિ ધરાવતા લોકો માટે રાતના દહીં ખાવાની ના પડાય છે. પણ સૂવા અને ખાવા વચ્ચે ત્રણ કલાકનો સમય હોય અને ગરમીના દિવસો હોય તો દહીંની છાશ લાભકારી જ રહે છે. દહીંની છાશ કે દહીં લેવાથી શરીરને ઠંડક પહોંચે છે અને ઊંધ સારી આવે છે.

English summary
Foods and drinks, play a huge role in controlling your body temperature at night. The trick to a perfect night's sleep during summer is simple, have light food which is full of nutrients, and keep yourself well-hydrated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X