Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Health News : યુરિક એસિડ વિશે જાણો સંપૂર્ણ વિગતો, આ ટિપ્સથી મળશે રાહત

Health News : શરીરમાં યુરિક એસિડની માત્રા પ્યૂરીનના સેવનના કારણે વધે છે. પ્યુરીન રેડ મીટ, ઓર્ગન મીટ, દાળ અને અમુક ડેરી પ્રોડક્ટમાં હોય છે. પ્યુરીન પણ શરીરમાં પ્રાકૃતિક રીતે પણ બને છે, અને આપણા શરીરમાં તુટી જાય છે.

આપણા શરીરમાં યુરીક એસિડને ફિલ્ટર કરે છે. વધુ પડતી માત્રામાં પ્યુરીનના સેવન કરવાને કારણએ તમારા લોહીમાં યુરિક એસિડની માત્રામાં પણ વધારો થાય છે.

uric acid

અસામાન્ય યુરિક એસિડનું સ્તર સંધિવા તરફ દોરી શકે છે, જે સાંધામાં દુઃખાવા તરફ દોરી જાય છે. આ સિવાય વધારે યુરિક એસિડ પણ તમારા પેશાબ અને લોહીને એસિડિક બનાવી શકે છે. જો તમે હાઈ યુરિક એસિડના લક્ષણોનો અનુભવ કરી રહ્યા હોવ, તો તમારા મગજમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે, યુરિક એસિડને કેવી રીતે ઘટાડવું અથવા યુરિક એસિડને કેવી રીતે નિયંત્રણમાં રાખવું?

હાઇ યુરિક એસિડના લક્ષણો?

  • સાંધાનો દુઃખાવો (સામાન્ય રીતે મોટા અંગૂઠામાં)
  • સાંધામાં સોજા રહેવા
  • લાલાશ અને લચીલાપણું
  • ત્વચા હેઠળ યુરિક એસિડ ક્રિસ્ટલ બનાવે છે
  • કબજિયાત
  • શુષ્ક ત્વચા
  • વારંવાર સંધિવા હુમલા
  • થાક લાગવો

હાઇ યુરિક એસિડના કારણો - યુરિક એસિડનું સ્તર ઊંચું થવાના ઘણા કારણો છે

  • પ્યુરિનવાળો ખોરાક અને સી-ફુડ ખોરાક
  • દારૂનું વધુ પડતું સેવન
  • સ્થૂળતા (મેદસ્વીતા)
  • મેટાબોલિક અને હાઈ બ્લડ પ્રેશર
  • અમુક દવાઓ
  • ડિહાઇડ્રેશન

યુરિક એસિડ ઘટાડવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરો

હાઇડ્રેટેડ રહો : વધારાના યુરિક એસિડને બહાર કાઢવા માટે સારી રીતે હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે. તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા અને યુરિક એસિડ ઘટાડવા માટે દરરોજ 2 લીટર (8 ગ્લાસ) પાણી પીવો.

આલ્કોહોલનું સેવન મર્યાદિત કરો : આલ્કોહોલ, ખાસ કરીને બીયર અને વાઇન યુરિક એસિડ વધારી શકે છે. તેથી માદક પીણાનું સેવન ઘટાડવું જોઇએ.

હેલ્ધી ખોરાક ખાઓ - યુરિક એસિડનું સ્તર ઘટાડવા માટે આહારમાં ફેરફાર જરૂરી છે.

ઓછા પ્યુરીનવાળા ખોરાકનું સેવન કરો : પ્યુરીનથી ભરપૂર ખોરાક અને મશરૂમ્સ અને શતાવરી જેવા અમુક શાકભાજીનું સેવન મર્યાદિત કરો. તેના બદલે લીન મીટ, ચરબી રહિત ડેરી પ્રોડક્ટ અને ફળો અને શાકભાજી જેવા ઓછા પ્યુરીન વિકલ્પો પસંદ કરો.

કાર્બોહાઇડ્રેટનું સેવન વધારવું : યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ કરવા માટે આખા અનાજ, કઠોળ અને ફાઇબરયુક્ત ફળો પસંદ કરો. આ ખાદ્યપદાર્થો એકંદર આરોગ્યને પ્રોત્સાહન આપે છે, આ સાથે સાથે વજન નિયંત્રણમાં પણ મદદરૂપ થાય છે.

દૈનિક કસરત કરો - દરરોજ વ્યાયામ કરવાથી યુરિક એસિડમાં ઘટાડો સહિત અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે.

વોકિંગ અને જોગિંગ : ફાસ્ટ વોકિંગ અથવા સાયકલ ચલાવવાથી રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે અને યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

યોગ્ય વજન જાળવી રાખો - વધારાનું વજન યુરિક એસિડના સ્તરમાં વધારો કરવામાં ફાળો આપી શકે છે. સ્વસ્થ વજન જાળવી રાખવા અને યુરિક એસિડના સામાન્ય સ્તર પર પાછા આવવા માટે આ ટિપ્સ અનુસરો.

ખોરાક નિયંત્રણ પર ધ્યાન આપો : ખોરાક લેતા સમયે જમવા પર નિયંત્રણ રાખો. જમતા સમયે કાળજી લો અને ભૂખ કરતા ઓછું જમો. આનાથી અતિશય આહારની આદતને રોકવામાં મદદ કરશે.

સંતુલિત આહાર લો : સંતુલિત આહાર પસંદ કરો. જેમાં ફળો, લીન પ્રોટીન અને શાકભાજીનો સમાવેશ થાય છે. આ અભિગમ તમને તંદુરસ્ત વજન જાળવવામાં અને યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરશે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X