Health Tips : શું તમે પણ હંમેશા સ્ટ્રેસમાં રહો છો? આ રીતે મળશે રાહત

Health Tips : વર્તમાન સમયમાં દોડધામથી ભરેલી જીંદગીમાં લોકો પાસે કોઇ સાથે દિલ ખોલીને વાત કરવાનો સમય હોતો નથી. આવા સમયે તેઓ મનમાં મુંજાતા રહે છે, અને મગજ પર સ્ટ્રેસ લે છે.

Health Tips : વર્તમાન સમયમાં દોડધામથી ભરેલી જીંદગીમાં લોકો પાસે કોઇ સાથે દિલ ખોલીને વાત કરવાનો સમય હોતો નથી. આવા સમયે તેઓ મનમાં મુંજાતા રહે છે, અને મગજ પર સ્ટ્રેસ લે છે. જો સ્ટ્રેસ કાયમી બની જાય તો તે ડિપ્રેશનમાં પરિણમે છે. જે તમને ઘોર નિરાશા તરફ દોરી જાય છે. જોકે, સ્ટ્રેસ કે તણાવ કોઇ સમસ્યાનું સમાધાન નથી. આ સાથે તણાવને કારણે ઘણી બિમારીઓ થઇ શકે છે. આવામાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે, તમે સ્ટ્રેસથી કેવી રીતે બચી શકો છો.

તણાવ દૂર કરવા માટે અપનાવો આ રીતો -

વધારે વિચારવાનું ટાળો

વધારે વિચારવાનું ટાળો

જો તમે તમારા ટેન્શન પાછળનું કારણ શોધવાનો પ્રયત્ન કરશો, તો તમને ચોક્કસ કોઈ ને કોઈ કારણ મળશે. આવી સ્થિતિમાં વધુ વિચાર ન કરો. આમ કરવાથી તમારો તણાવ ઓછો થશે અને તમે ખુશ રહેશો.

ખુશ થવાના કારણો શોધો

ખુશ થવાના કારણો શોધો

હંમેશા ખુશ રહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ તે અશક્ય નથી. તેથી તમારી આસપાસના વાતાવરણને શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઇએ અને મગજ ઠંડું રાખો. ઉલ્લેખનીય છે કે, ખુશ રહેવાથી તમારી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

લડાઈ-ઝગડાથી દૂર રહો

લડાઈ-ઝગડાથી દૂર રહો

લડતી વખતે આપણો તણાવ ઘણો વધી જાય છે. આવી સ્થિતિમાં એવા દરેક કારણને ટાળો કે જેના કારણે તમારી સાથે કોઇનો ઝઘડો થઈ શકે. બીજી તરફ જો કોઈની સાથે ઝઘડો થાય, તો તે દરમિયાન શાંતિથી વિચારવાનો અને સમજવાનો પ્રયાસ કરો.

કસરત કરો

કસરત કરો

ઘણા લોકો કસરત નથી કરતા, જેના કારણે તેઓ હંમેશા તણાવમાં રહે છે. આવી સ્થિતિમાં સવારે ઉઠ્યા બાદ 40 મિનિટની કસરત કરવાનો પ્રયાસ કરો. વ્યાયામ તણાવ દૂર કરે છે. બીજી તરફ વ્યાયામ તમારા શરીર અને મનને સંપૂર્ણ રીતે શાંત પણ રાખે છે.

તમને જે ગમે તે કામ કરો

તમને જે ગમે તે કામ કરો

કેટલીક વસ્તુઓ એવી હોય છે, જે કરતા સમયે આપણા મનને સારું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં જે કામ તમને સારું લાગે તે કામ કરો. આમ કરવાથી તમે તણાવ દૂર કરી શકો છો. જેમાં ચિત્ર દોરવું, સંગીત વાદ્ય વગાડવા કે અન્ય કોઇ સર્જાનાત્મક કાર્ય કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X