Health Tips: ફ્રીઝનું ઠંડુ પાણી પીતા પહેલા ચેતી જજો, જાણી લો મોટા નુકસાન

Health Tips: ઉનાળા આવતાની સાથે લોકો અત્યારથી જ ફ્રીઝનું ઠંડું પાણી પીવાનું શરૂ કરી દીધું છે. આગ ઝરતી ગરમીમાં બહારથી ઘરમાં આવીને સીધા ફ્રીઝમાંથી પાણી પીવા લાગે છે. જોકે, તમારી આ આદતથી તમે બીમાર પડી શકે છે.

ખૂબ જ ગરમીમાં આવ્યા બાદ ઠંડુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમને પણ ફ્રીજનું ઠંડુ પાણી પીવાની આદત હોય તો સાવધાન થઈ જાવ.

રેફ્રિજરેટરનું ઠંડું પાણી પીવાથી માત્ર સ્થૂળતા જ નથી વધતી પણ બીજી ઘણી બીમારીઓનું જોખમ પણ સર્જાય છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, શા માટે રેફ્રિજરેટરમાં રાખેલું પાણી સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે?

હેલ્થ એક્સપર્ટના મતે આકરી ગરમીમાં ઠંડુ પાણી પીવાથી તમે બીમાર પડી શકો છો. શરીરના તાપમાનમાં અચાનક ફેરફાર સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

અતિશય ઠંડુ પાણી અથવા કોઈપણ પ્રવાહી રક્તવાહિનીઓને સંકોચવાનું કારણ બને છે. આ કારણે પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. આવી સ્થિતિમાં, શરીરનું ધ્યાન પાચનમાંથી શરીરના તાપમાનને નિયંત્રિત કરવા તરફ જાય છે.

Health Tips

હૃદય માટે ખતરનાક છે ફ્રીઝનું પાણી - ઠંડુ પાણી હૃદય માટે ખતરનાક માનવામાં આવે છે. જેના કારણે રક્તવાહિનીઓ સંકોચવા લાગે છે અને લોહીનો પ્રવાહ ધીમો થવા લાગે છે. ક્યારેક ઠંડા પીણાને કારણે રક્તવાહિનીઓ ખૂબ જ સખત થઈ જાય છે, જે સમસ્યાઓનું કારણ બની શકે છે.

વધે છે સ્થૂળતા - ઠંડા પાણીથી ચરબી વધુ ધીમેથી ઓગળે છે. આવી સ્થિતિમાં સ્થૂળતા ઘટાડવામાં અને ચરબી બર્ન કરવામાં મુશ્કેલી પડે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો ઠંડુ પાણી બિલકુલ ન પીવો. તમારે ફક્ત સામાન્ય અથવા નવશેકું પાણી પીવું જોઈએ.

બગાડે છે પાચન - ઠંડુ પાણી પણ પેટ અને પાચન માટે સારું માનવામાં આવતું નથી. ઠંડુ પાણી પીવાથી મોટું આંતરડું સંકોચાઈ જાય છે અને આનાથી પેટ સાફ થતું અટકે છે. આવી સ્થિતિમાં કબજિયાતની સમસ્યા ઉભી થાય છે. ખરાબ પાચનને કારણે ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X