Health Tips : બદામ અને અંજીરનું કરો સેવન, લોહીની ઉણપ અને પાચનની સમસ્યા થશે દુર
Health Tips : બદામ અને અંજીર બંને સુકા મેવા પોષક તત્વોનો ભંડાર છે. આ સુકા મેવામાં ઘણા ઔષધિય ગુણો પણ જોવા મળે છે. બદામના સેવનથી લોકો મગજ તેજ થાય છે. આવામાં બદામ અને અંજીર બંને એક સાથે ખાવાથી અનેક લાભ મળે છે. આ સાથે તેનાથી તમે ઘણી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકો છો.
બદામમાં વિટામિન ઇ, ઓમેગા 3, ફેટી એસિડ, એન્ટી ઓક્સિડેન્ટ અને ઘણા મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે અંજીરમાં વિટામિન એ, વિટામિન બી, ફાઇબર અને પ્રોટિનથી ભરપૂર માત્રામાં હોય છે.

આ તમામ પોષક તત્વો આરોગ્ય માટે અતિ ફાયદાકારક છે, જે તમને ઘણી બીમારીઓથી પણ બચાવશે. અત્રે નોંધનીય છે કે, રોજ સવારે પલાળેલા બદામ અને અંજીર ખાવું ફાયદાકારક માનવામાં આવે છે.
મજબૂત કરે છે હાડકાં - પોષક તત્વોથી ભરપૂર બદામ અને અંજીર ખાવાથી હાડકાં મજબૂત થાય છે. આ સાથે બદામ-અંજીરનું સેવન કરવાથી શરીરની ઘણી નબળાઈ પણ દૂર થાય છે. અંજીર અને બદામ ખાવાથી માંસપેશીઓ પણ મજબૂત થાય છે. આ સાથે તમારો સ્ટેમિના પણ વધે છે.
એનિમિયા મટાડવામાં કરે છે મદદ - અંજીર અને બદામ એકસાથે ખાવાથી એનિમિયાની બીમારી ઘટી જાય છે. અંજીરને આયર્નનો સ્ત્રોત માનવામાં આવે છે. અંજીર લોહી વધારવાનું કામ કરે છે. એનિમિયામાં બદામ-અંજીર અતિ લાભદાયક છે.
વધારે છે રોગપ્રતિકારક શક્તિ - બંને ડ્રાયફ્રૂટ્સ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. અંજીર અને બદામ એકસાથે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, અને રોગો સામે લડવાની શક્તિ મળે છે. તેઓ ચેપી રોગોના જોખમને દૂર કરે છે.
નિયંત્રણમાં રાખે છે ડાયાબિટીસ - ડાયાબિટીસના દર્દીઓ માટે બદામ અને અંજીર ખાવું ફાયદાકારક માનવામાં આવે છે. આ સુગર લેવલને વધતા અટકાવે છે. બદામ અને અંજીર બંનેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો છે. ઉલ્લેખનીય છે કે, ડાયાબિટીસની દવા લેતા દર્દીઓએ આ અંગે પોતાના ડોક્ટર સાથે ચર્ચા કરવી અનિવાર્ય છે.
પાચન માટે ફાયદાકારક - અંજીર અને બદામ પાચન માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેને એકસાથે ખાવાથી અપચો અને કબજિયાત જેવી પાચન સંબંધી સમસ્યાઓ દૂર રહે છે. જોકે, વધુ માત્રામાં બદામ અંજીરનું સેવન નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.












Click it and Unblock the Notifications
