For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Tips : આરોગ્યપ્રદ હોય છે ગોળની ચા, આ બીમારીઓને રાખે છે દૂર

ખાંડને બદલે ગોળ નાખીને તૈયાર કરેલી ચા (Jaggery tea) પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તેનું નિયમિત સેવન કબજિયાત, એસિડિટી અને અપચા જેવી સમસ્યાથી બચાવે છે. આ સાથે પાચનતંત્રમાં પણ સુધારો કરે છે.

|
Google Oneindia Gujarati News

Health Tips : વર્તમાન સમયમાં આરોગ્ય અંગે લોકો જાગૃત થઇ રહ્યા છે. લોકો વધુને વધુ આરોગ્યપ્રદ આહાર વિશે જાણતા રહે છે. આ વચ્ચે અમે તમને એક પૌષ્ટિક અને આરોગ્યપ્રદ પીણા વિશે જણાવીશું. જે શિયાળામાં તમને ગરમ રાખવામાં પણ મદદ કરશે.

શિયાળામાં ગરમ ​રહેવા માટે લોકો પીવે છે ચા

શિયાળામાં ગરમ ​રહેવા માટે લોકો પીવે છે ચા

શિયાળામાં ગરમ​રહેવા માટે લોકો દિવસમાં ઘણી વખત ચા પીવે છે. જોકે ચાનું વધુ પડતું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સ્વાસ્થ્યનિષ્ણાતો ચાના વધુ પડતા સેવનથી દૂર રહેવાની સલાહ આપે છે, પરંતુ જો તમારે ચાનો વિકલ્પ શોધવો હોય​તો ગોળની ચા (Jaggerytea) સ્વાસ્થ્ય માટે સારો વિકલ્પ બની શકે છે. આ સાથે ગોળ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

ગરમ હોય છે ગોળની અસર

ગરમ હોય છે ગોળની અસર

ગોળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન બી12, કેલ્શિયમ, આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે. આ બધા શરીરને સ્વસ્થ રાખવામાં

મદદરૂપ છે. ગોળની અસર ગરમ હોય છે, તેથી શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા માટે પણ ગોળ ફાયદાકારક (Jaggery tea) છે.

પાચન તંત્રને મજબૂત બનાવે છે

પાચન તંત્રને મજબૂત બનાવે છે

ખાંડને બદલે ગોળ નાખીને તૈયાર કરેલી ચા (Jaggery tea) પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તેનું નિયમિત સેવન કબજિયાત,એસિડિટી અને અપચા જેવી સમસ્યાથી બચાવે છે. આ સાથે પાચનતંત્રમાં પણ સુધારો કરે છે.

એનિમિયા

એનિમિયા

જે લોકોને શરીરમાં લોહીની ઉણપની ફરિયાદ હોય તેમણે ગોળની ચા (Jaggery tea) પીવી જોઈએ. ગોળની ચામાં ભરપૂર માત્રામાંઆયર્ન હોય છે.

જેના કારણે તે લાલ રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે અને હિમોગ્લોબિનનું સ્તર વધે છે. એનિમિયા દૂર કરવા માટેગોળની ચા (Jaggery tea) નું નિયમિત સેવન કરી શકાય છે.

વજન ઘટાડવા માટે

વજન ઘટાડવા માટે

જે લોકો સ્લિમ દેખાવા માટે વજન ઘટાડવા ઈચ્છે છે, તેમને ચાના સેવનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ચામાં હાજર ખાંડનાસેવનથી શરીરમાં ચરબી વધે છે. જોકે, જો તમારે વજન ઓછું કરવું હોય, તો ગોળની ચા (Jaggery tea) ફાયદાકારક સાબિત થઈ શકેછે.

માઈગ્રેનમાં આપે છે રાહત

માઈગ્રેનમાં આપે છે રાહત

જો તમને માઈગ્રેનની ફરિયાદ હોય અને વારંવાર માથાનો દુઃખાવો રહેતો હોય, તો ગોળની ચા (Jaggery tea) નું નિયમિત સેવનકરવાનું શરૂ કરો. ગોળમાં મળતા પોષક તત્વો માઈગ્રેનની સમસ્યામાં રાહત આપે છે (Jaggery tea).

English summary
Health Tips : Jaggery tea is healthy, it keeps these diseases away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X