Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Health Tips : પીરિયડ પેઇનથી મળશે છુટકારો, જાણો લો આ પાંચ સરળ ઘરેલુ ઉપાય

Health Tips : પેટ દર્દ અને ખેચાણ પીરિયડમાં થતી સામાન્ય સમસ્યા છે. જોકે, ઘણી મહિલાઓમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ સામાન્ય રીતે પેટમાં દુઃખાવો અને માંસપેશિઓમાં ખેંચાણના રૂપમાં અનુભવી શકાય છે. જેના કારણે કમર અને જાંધ સુધી દુઃખાવો ફેલાઇ શકે છે.

Health Tips

હળદરવાળું દૂધ - એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર ભેળવીને પીવાથી પીરિયડ ક્રેમ્પ્સ મટે છે. આ સાથે હળદરમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ પીડાને ઓછો કરે છે.

આદુ અને મધ - આદુના એક નાના ટુકડા અને એક નાની લસણની કળીને વાટીને બે ગ્રામ મધમાં ભેળવીને આ મિશ્રણને બમણા પાણી સાથે પીવાથી ખેંચાણમાં આરામ મળે છે.

તાજો ફુદીનો - ફુદીનામાં હાજર મેન્થોલ ખેંચાણને ઘટાડવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં કેટલાક ફુદીનાના પાન ઉકાળીને તેને ઠંડુ કરીને પીવાથી આરામ મળે છે.

જાસુદનો રસ - જાસુદના ફૂલોનો રસ બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે અને તે ખેંચાણ ઘટાડવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી જાસુદના ફૂલનો રસ ભેળવીને પીવાથી ખેંચાણમાં આરામ મળે છે.

હીટિંગ પેડ - ગરમ કોમ્પ્રેસ અથવા હીટિંગ પેડનો ઉપયોગ પીરિયડ્સ દરમિયાન પેટની ખેંચાણ ઘટાડવામાં અસરકારક રીતે કામ કરે છે. પેઇન રિલીવર્સ અને આઇબુપ્રોફેનની સરખામણીમાં મહિલાઓ હીટિંગ પેડ્સથી વધુ રાહત અનુભવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X