For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Tips : પુરૂષથી લઇને સ્ત્રી દરેક માટે વરદાન સમાન છે આદુનું અથાણું, આ રીતે બનાવો

આદુના ઉપયોગથી પુરુષોની શારીરિક નબળાઈ દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે આદુનું અથાણું બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. આદુનું અથાણું મસાલેદાર હોય છે.

|
Google Oneindia Gujarati News

Health Tips : આદુનું મહત્વ આયુર્વેદમાં આગવું છે. આ સાથે આદુ દરેક રસોડામાં જોવા મળે છે. જેનો ઉપયોગ ચાથી લઇને શાક બનાવવા સુધી લગભગ દરેક જગ્યાએ થાય છે. આવામાં જો કોઇ તમને કહે કે, આદુનું અથાણું પણ બને છે, તો તમને ચોક્કસથી આશ્ચર્ય થશે. આજે આપણે આદુનું અથાણું ખાવાથી અઢળક આરોગ્ય લાભ મળે છે.

પીરિયડ્સ દરમિયાન થતા દુઃખાવામાં આપે છે રાહત (How To Make Ginger pickle)

પીરિયડ્સ દરમિયાન થતા દુઃખાવામાં આપે છે રાહત (How To Make Ginger pickle)

આ સાથે આદુ શરદી, ઉધરસ અને શરદીની સમસ્યામાં પણ રાહત આપે છે. આદુના ઉપયોગથી પુરુષોની શારીરિક નબળાઈ દૂર કરી શકાયછે.

આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે આદુનું અથાણું બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. આદુનું અથાણું મસાલેદાર હોય છે. તમેતેને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવ્યા વિના ઝડપથી તૈયાર કરી શકો છો. આદુનું અથાણું પીરિયડ્સ દરમિયાન થતા દુઃખાવામાંથી રાહત આપે છે.

આદુનું અથાણું બનાવવા માટેની સામગ્રી -

આદુનું અથાણું બનાવવા માટેની સામગ્રી -

  • આદુ - 250 ગ્રામ
  • હળદર પાવડર - 1/4 ચમચી
  • આમલી - 100 ગ્રામ
  • ગોળ - 50 ગ્રામ
  • મરચું પાવડર
  • સ્વાદ માટે મીઠું
  • મેથીના દાણા - 1 ચમચી
  • મીઠા લીમડાના પાંદડા - 3-4 નંગ
  • સરસવ - 1 ચમચી
  • તેલ - 1/2 કપ
  • લાલ મરચું - 2 સૂકું
  • લસણ લવિંગ - 3-4
  • એક ચપટી હીંગ (How To Make Ginger pickle)
આદુનું અથાણું કેવી રીતે બનાવશો? કેવી રીતે બનાવવું (How To Make Ginger pickle)

આદુનું અથાણું કેવી રીતે બનાવશો? કેવી રીતે બનાવવું (How To Make Ginger pickle)

  • આદુનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા આદુ લો.
  • જે બાદ તમે તેને સારી રીતે ધોઈ લો અને તેને સૂકવવા માટે રાખો
  • આ પછી આદુને છોલીને તેના લાંબા ટુકડા કરો
  • જે બાદ તમે એક વાસણમાં ગરમ​પાણી બનાવી તેમાં આમલી પલાળી દો
  • થોડી વાર બાદ આમલીને નીચોવીને એક બાઉલમાં કાઢી લો
  • જે બાદ એક કડાઈમાં મેથીના દાણા નાખીને સૂકવી લો
  • આ પછી જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને ગ્રાઇન્ડરમાં પીસીને પાવડર બનાવો
  • જે બાદ એક કડાઈમાં તેલ ગરમ કરો અને આદુના ટુકડાને તળી લો
  • આ પછી જ્યારે આદુ લાઈટ બ્રાઉન રંગનું થઈ જાય, ત્યારે તેને બહાર કાઢીને બાજુ પર રાખો
  • જે બાદ બ્લેન્ડરમાં આમલી, લાલ મરચું પાવડર, હળદર, મીઠું અને હિંગને પીસી લો
  • આ પછી તમે તેમાં ગોળ અને મેથીનો પાઉડર ઉમેરીને ફરી એકવાર બ્લેન્ડ કરો
  • જે બાદ અથાણાં માટે ટેમ્પરિંગ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો
  • આ પછી સરસવના દાણા અને લસણને ગરમ તેલમાં તળી લો.
  • જે બાદ મીઠા લીમડા પત્તા અને લાલ મરચાને ક્રિસ્પી થાય, ત્યાં સુધી તળો અને ગેસ બંધ કરી દો.
  • આ પછી તમે એક બાઉલમાં આદુના ટુકડા અને બ્લેન્ડ કરેલું મિશ્રણ નાખો.
  • જે બાદ ઉપરથી તૈયાર કરેલું ટેમ્પરિંગ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો
  • આ પછી તૈયાર કરેલા અથાણાને બરણીમાં ભરીને સ્ટોર કરો
  • હવે તૈયાર છે તમારું મસાલેદાર આદુનું અથાણું

(How To Make Ginger pickle)

English summary
Health Tips : know Ginger pickle recipe in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X