Heart Health : હાર્ટ એટેકના કારણો જાણી લો, ભવિષ્ય કરો સુરક્ષિત
સામાન્ય રીતે હાર્ટ એટેક માટે બિનઆરોગ્યપ્રદ આહાર, ધૂમ્રપાન અને ડ્રગ્સ જવાબદાર માનવામાં આવતી હતી, પણ હવે એવું રહ્યું નથી. હવે જે વ્યક્તિ સ્વસ્થ છે અને હસતી-રમતી રહે છે, તેને પણ હાર્ટ એટેક આવે છે.
Heart Health : વર્તમાન સમયમાં હાર્ટ એટેકની સમસ્યાએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે. તાજેતરમાં ઇન્દોરમાં આવેલી વૃંદાવન હોટલના માલિક પ્રદિર રધુવંશીનું મોત જીમમાં હાર્ટ એટેક આવવાને કારણે થયું હતું. આવા ઘણી ઘટનાઓ 2022માં નોંધાઇ હતી. જેમાં ઘણા ફિટ દેખાતા લોકો જેમાં ઘણા એક્ટર પણ શામેલ છે, તેમણે પોતનો જીવ હાર્ટ એટેકને કારણે થયો હતો.

બીજી ઘટના - ગુજરાતના આણંદ જિલ્લામાં 21 વર્ષીય યુવક ગરબા રમતા રમતા અચાનક જમીન પર પડી જતાં તેનું તત્કાળ મૃત્યુ થયું હતું.
ત્રીજી ઘટના - ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં બની હતી. જ્યાં નવરાત્રિના એક કાર્યક્રમમાં હનુમાનજીનું પાત્ર ભજવી રહેલા કલાકારનું લાઈવ પરફોર્મન્સ દરમિયાન હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. આ તમામ ઘટનાઓમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા, તેઓની ઉંમર ઘણી ઓછી હતી.
પહેલા જ્યાં હાર્ટ એટેકની સમસ્યા વૃદ્ધોમાં જોવા મળતી હતી. જે બાદ હવે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. આ પાછળનું કારણ શું છે? લોકો તેના વિશે જાણવા માંગે છે. કારણ કે, લોકોમાં આ સમસ્યાને લઈને ચિંતા વધી ગઈ છે. જે યુવાનો ખૂબ કસરત કરે છે અથવા સ્ટીરોઈડ લે છે, તેઓ ખાસ કરીને આ બાબતે ચિંતિત હોય છે. એટલું જ નહીં, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત ભારતીયો પણ આવા મૃત્યુના ચોક્કસ કારણો જાણવા માગે છે.
સામાન્ય રીતે હાર્ટ એટેક માટે બિનઆરોગ્યપ્રદ આહાર, ધૂમ્રપાન અને ડ્રગ્સ જવાબદાર માનવામાં આવતી હતી, પણ હવે એવું રહ્યું નથી. હવે જે વ્યક્તિ સ્વસ્થ છે અને હસતી-રમતી રહે છે, તેને પણ હાર્ટ એટેક આવે છે.
ઉજાલા સિગ્નસ બ્રાઈટસ્ટાર હોસ્પિટલ, મુરાદાબાદના સિનિયર કન્સલ્ટન્ટ ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. વિજય કુમાર આ અંગે વાત કરતા જણાવે છે કે, હાર્ટ એટેક માત્ર વધુ પડતા જીમ કે સ્ટેરોઈડને કારણે નથી આવતો. તેના બદલે તેની પાછળ ઘણા જોખમી પરિબળો છે.
ડૉ. વિજય કુમારે સમજાવ્યું હતું કે, આ મૃત્યુ અન્ય જોખમી પરિબળોને આભારી હોય શકે છે. જેમ કે સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈપરકોલેસ્ટેરોલેમિયા, હાર્ટ એટેકનો પારિવારિક ઇતિહાસ અને કોરોનરી ધમનીની બિમારી વગેરે.
વધુ પડતું જંક ફૂડ, બેઠાડુ જીવનશૈલી અને તણાવ પણ આવા મૃત્યુનું કારણ બની શકે છે. એવા પણ કેટલાક કારણો છે, જેની બહુ ચર્ચા થતી નથી, જેમ કે જન્મજાત ખામીઓ, આનુવંશિક સમસ્યાઓ, મ્યોકાર્ડિયલ બ્રિજ અને કાર્ડિયોમાયોપથી વગેરેના કારણે પણ અચાનક કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે. આ હૃદયરોગ અથવા પરિસ્થિતિઓથી જોખમ વધારે છે. આ તમામ બાબતો છે, જેના કારણે યુવાનોમાં આવા મોત વધુ જોવા મળી રહ્યા છે.
હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત
હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ બંને હૃદયના રોગો છે, જે રક્ત પરિભ્રમણ સાથે સંબંધિત છે. હૃદયરોગનો હુમલો ત્યારે થાય છે, જ્યારે ધમનીઓમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે અને હૃદયનો તે ભાગ ઓક્સિજનના અભાવે નિષ્ક્રિય થઇ જાય છે. જ્યારે હૃદયની વિદ્યુત વ્યવસ્થામાં અમુક પ્રકારની ભૂલને કારણે કાર્ડિયાક અરેસ્ટ થાય છે. જેના કારણે હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય છે.
હૃદયને સ્વસ્થ રાખવા માટેની ટિપ્સ
ડૉ. કુમાર યુવાન વયસ્કોને સલાહ આપે છે કે, હૃદયરોગના હુમલાના કોઈપણ લક્ષણોની અવગણના ન કરવી અને જો કોઈ લક્ષણ દેખાય તો તરત જ ડૉક્ટરને મળવું. આ સાથે તેઓ આગળ સલાહ આપે છે કે, જ્યારે યુવાન વયસ્કોમાં હાર્ટ એટેક આવે છે, ત્યારે તેમને છાતીમાં તીવ્ર દુઃખાવો થાય છે અને પછી હાર્ટ એટેક આવે છે.
અન્ય લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ, ખભા, હાથ અને જડબામાં દુઃખાવો, ભારે થાક, માથાનો દુઃખાવો, પરસેવો અને ઉલ્ટીનો સમાવેશ થઈ શકે છે. કેટલાક યુવાનો સ્નાયુઓ બનાવવા પર વધુ ભાર મૂકે છે, તેના બદલે તેઓએ અતિશય આહાર ટાળવો જોઈએ અને એરોબિક કસરત કરવી જોઈએ. ફિટ રહેવા માટે યોગ અને ધ્યાન કરો.












Click it and Unblock the Notifications
