HIV : કોઈને એઈડ્સ થાય તો કેટલા દિવસ જીવતા રહે? જાણો શું કહે છે જાણકારો?
હાલ ત્રિપુરાનો એક અહેવાલ લોકોને ચૌકાવી રહ્યોં છે. અહેવાલ અનુસાર, અહીં શાળાએ જતા 828 વિદ્યાર્થીઓ એચઆઈવી એઈડ્સથી પીડિત જોવા મળ્યા છે. આમાંથી 47 બાળકોના મોત થયા છે.
એઈડ્સની ચર્ચા વચ્ચે એક સવાલ એવો પણ છે કે જો કોઈ વ્યક્તિને એચઆઈવી થાય તો તે કેટલો સમય જીવતો રહે?

જ્યારે કોઈ વ્યક્તિ એચઆઈવીથી સંક્રમિત થાય છે ત્યારે વાયરલ લોડ ખૂબ વધી જાય છે, આ સ્થિતિમાં તે વ્યક્તિ સરળતાથી અન્ય લોકોને એચઆઈવી સંક્રમિત કરી શકે છે.
બીજી તરફ એચઆઈવીથી પીડિત વ્યક્તિને સારવાર ન મળે તો તે વધુમાં વધુ 3 વર્ષ સુધી જીવિત રહી શકે છે. જો કે જો વ્યક્તિ સારવાર મેળવે તો તે સ્વસ્થ જીવન જીવી શકે છે, પરંતુ દવા જીવનભર લેવી પડે છે.
HIV કેવી રીતે ફેલાય છે?
HIV ફેલાવવાનું મુખ્ય કારણ HIV સંક્રમિત પુરુષ કે સ્ત્રીના સંપર્કમાં આવવું છે. જો કોઈ વ્યક્તિને એચઆઈવી સંક્રમિત વ્યક્તિનું લોહી ચઢાવવામાં આવે અથવા તેને ઈન્જેક્શન આપવામાં આવે તો બીજી વ્યક્તિ પણ એચઆઈવી સંક્રમિત થઈ શકે છે.
જો એક જ ઈન્જેક્શન બહુવિધ લોકો વાપરે તો પણ જોખમ રહેલું છે. જો કે આ અસ્પૃશ્યતાનો રોગ નથી. આ વાયરસ માત્ર એચઆઈવી સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી ફેલાતો નથી.
ત્રિપુરાના વિદ્યાર્થીઓમાં ચેપ કેવી રીતે ફેલાયો?
ત્રિપુરા એઈડ્સ કંટ્રોલ સોસાયટીના અધિકારીઓએ જણાવ્યું છે કે, એચઆઈવીના કેસોમાં વધારો વિદ્યાર્થીઓમાં ડ્રગ્સના દુરૂપયોગને કારણે હોઈ શકે છે. TSACS એ આશરે 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓમાં એવા વિદ્યાર્થીઓની ઓળખ કરી છે જેઓ ઇન્જેક્શનથી ડ્રગ્સ લે છે.
TSACS ના સંયુક્ત નિયામક અનુસાર, અત્યાર સુધીમાં 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓની ઓળખ કરવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓ ડ્રગના દુરૂપયોગના વ્યસની હોવાનું જણાયું છે.
સમગ્ર રાજ્યમાં કુલ 164 આરોગ્ય સુવિધાઓમાંથી ડેટા એકત્રિત કર્યો છે. મોટા ભાગના કિસ્સાઓમાં સમૃદ્ધ પરિવારોના બાળકો એચઆઈવીથી સંક્રમિત જોવા મળ્યા છે.












Click it and Unblock the Notifications
