For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Home Remedies for Headache : માથાના દુઃખાવામાંથી મળશે તાત્કાલિક રાહત, પેઇનકિલર્સની નહીં રહે જરૂર

આજના સમયમાં માથાનો દુઃખાવો એક સામાન્ય સમસ્યા છે. માથાના દુઃખાવાની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. દરેક વ્યક્તિને માથાનો દુઃખાવો થવાના અલગ અલગ કારણો હોય શકે છે.

|
Google Oneindia Gujarati News

Home Remedies for Headache : આજના સમયમાં માથાનો દુઃખાવો એક સામાન્ય સમસ્યા છે. માથાના દુઃખાવાની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. દરેક વ્યક્તિને માથાનો દુઃખાવો થવાના અલગ અલગ કારણો હોય શકે છે. માથાના દુઃખાવાની સારવાર પણ સમસ્યાની ગંભીરતા અનુસાર છે. કેટલાક લોકોને સવારે ઉઠતાની સાથે જ માથાનો દુઃખાવો થવા લાગે છે.

માથાના દુઃખાવા માટેના કારણો

માથાના દુઃખાવા માટેના કારણો

માથાના દુઃખાવા માટે ઘણા કારણો હોય શકે છે, જેમ કે ઊંઘનો અભાવ, તણાવ, થાક અથવા કોઈ વસ્તુ વિશે અવાજ, પરંતુ ઘણી વખતમાથાનો દુઃખાવો થવાનું કોઈ કારણ આપણે સમજી શકતા નથી. આવી સ્થિતિમાં લોકો પેઈનકિલરનો સહારો લેવા લાગે છે.

આ લેખમાં,આપણે જાણીશું કે, માથાનો દુઃખાવો થવાના કિસ્સામાં, તમે કયા ઘરગથ્થુ ઉપચાર દ્વારા પેઇનકિલર લીધા વિના તેને ઠીક કરી શકો છો.

દર અઠવાડિયે માથાની મસાજ કરો

દર અઠવાડિયે માથાની મસાજ કરો

ઓફિસમાં સતત કામ કરવાને કારણે અને દિવસભરની ભાગદોડને કારણે આપણે આપણી જાતને જરૂરિયાત મુજબ આરામ આપી શકતાનથી.

જેના કારણે માથાના દુઃખાવાની સમસ્યા વારંવાર રહે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક રાહત માટે આપણે પેઈનકિલર ખાઈએ છીએ,પરંતુ તેઓ આપણા શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે.

તેના બદલે, તમે ઘરે એક ટ્રીક અપનાવી શકો છો. કોઈપણ તેલથી તમારા માથાનીમાલિશ કરો. તેનાથી તમારા જ્ઞાનતંતુઓને ઘણો આરામ મળશે અને માથાના દુઃખાવામાં પણ રાહત મળશે.

અરોમા થેરાપી અજમાવી જુઓ -

અરોમા થેરાપી અજમાવી જુઓ -

માથાનો દુઃખાવો થાય તો લવંડર તેલ ગરમ કરો. પછી તેને એવી જગ્યાએ રાખો જ્યાંથી તેની સુગંધ સારી આવે. તેની આસપાસ બેસો. એવુંમાનવામાં આવે છે કે, એરોમા થેરાપી માથાના દુઃખાવામાં ઘણી શાંતિ અને રાહત આપે છે.

શ્વાસ લેવાની કસરત -

શ્વાસ લેવાની કસરત -

તમે ઘરેલું ઉપચારમાં શ્વાસ લેવાની કસરત કરી શકો છો. તમે ઓછામાં ઓછા 10 મિનિટ માટે આ કરો. આ કસરત કરવાથી તમને ઘણોઆરામ મળશે. ઉલ્લેખનીય છે કે, શ્વાસ લેવાની કસરતથી નર્વ્સ એકદમ રિલેક્સ થઈ જાય છે, જે માથાનો દુઃખાવો દૂર કરવામાં મદદ કરે છે.

આઇસ પેક રાહત

આઇસ પેક રાહત

તમે બરફના ટુકડાને કપડામાં લપેટી લો અને કપાળ પર હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી તમને દુઃખાવામાં રાહત મળશે. તમે ધીમીગતિએ કપાળ પર આઇસ પેક ખસેડો. માથાનો દુઃખાવો મટાડવાનો આ સૌથી અસરકારક ઉપાય છે.

English summary
Home Remedies for Headache : Immediate relief from headache, no need for painkillers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X