માથાના દુખાવા માટે ઉપયોગી એવા 6 ઘરેલુ નુસખા...
ઘણા લોકોને માથાના દુખાવાની સમસ્યા હોઈ છે. જેના માટે તેઓ ઘણી દવાઓનું પણ સેવન કરે છે. તેમ છતા પણ તેમનો દુખાવો ઓછો થતો નથી. જો તમને પણ માથાના દુખાવાની સમસ્યા હોઈ તો તમે કેટલાક ઘરેલુ નુસખા અપનાવી શકો છો.
નાક બંધ, થકાન, શરદી, તાવએ બધા જ તેના લક્ષણ હોઈ છે. તેને પૂરી રીતે ઠીક તો નથી કરી શકાતો. પરંતુ ઘરેલુ ઉપચાર ઘ્વારા આ દર્દને ઓછો કરી શકાય છે.
તો જાણો 6 એવા ઉપયોગી ઘરેલુ નુસખા જેના તમને માથાના દુખાવામાં રાહત મળી શકે છે...

હળદળ
1 ગ્લાસ દૂધમાં 1 ચમચી હળદળ અને 1 ચમચી મધ મેળવીને 2 અઠવાડિયા સુધી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.

કાળી મિર્ચ
1 કપ સૂપમાં 1 નાની ચમચી કાળી મિર્ચ મેળવો અને ધીરે ધીરેથી તેને પીવો એવું અઠવાડિયામાં 2 થી 3 વાર કરો.

તજ
તજમાં એંટીસેપીક ગુણ હોઈ છે. જે માથાના દુખાવામાં રાહત આપે છે. તજને ગરમ પાણીમાં મેળવીને તેની ભાપ લેવાથી ફાયદો મળે છે.

લીંબુ
1 ગ્લાસ પાણીમાં 1 લીંબુ અને 1 ચમચી મધ મેળવીને પીવો. રોજ 2 થી 3 અઠવાડિયા સુધી સવારે પીવાથી રાહત આપે છે.

આદુવાળી ચા
આદુ માથાના દુખાવામાં રાહત આપે છે.

મેથીના દાણા
એક વાસણમાં 1 ગ્લાસ પાણીમાં 3 ચમચી મેથીના દાણા નાખો અને પછી તેને ઉકાળીને તેનું સેવન કરો.












Click it and Unblock the Notifications
