For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીવો એલોવેરા જ્યુસ અને ઘટાડો શરીરની ચરબી

|
Google Oneindia Gujarati News

અત્યારસુધી આપણે સૌ કોઇ જાણી ચૂક્યા છીએ કે ઘરમાં લગાવવામાં આવેલો કાંટાળો છોડ એલોવેરા આપણાં સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે. એલોવેરા વાળ, ચહેરા, તથા ચામડી માટે ઘણું જ લાભદાયી છે. પરંતુ શું તમે જાણો છો કે એલોવેરા જેલ વજન ઓછું કરવા માટે પણ ઘણું કામ આવે છે.

એલોવેરા જેલને તમે પાણી, જ્યુસ અથવા તેની સ્મૂધી બનાવીને તમે દિવસમાં ઘણી વખત પી શકો છો. એલોવેરા ઘણાં પોષક તત્વોથી ભરપૂર છે. એલોવેરામાં 75 એક્ટીવ વિટામીન્સ, મિનરલ્સ, એન્જાઇમ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, અમીના એસિડ, સેલિસીલીક એસિડ, અને ફાઇટોકેમીકલ્સની માત્રા હોય છે. એલોવેરાના આ બધાં જ પદાર્થો તમારા વજનને ખુબ સરળતાથી અને પૈસા ખર્ચ કર્યા વગર ઓછું કરશે.

જો તમે નિયમીત રીતે એલોવેરા જ્યુસનું સેવન કરશો તો માત્ર મોટાપો જ દૂર નહીં થાય પરંતુ શરીરની અન્ય બિમારીઓને પણ દૂર કરશે. જો કે એલોવેરાનું સેવન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂરથી લેશો. તો આવો જાણીએ કે એલોવેરાને તમે કઇ કઇ વસ્તુઓ સાથે મીક્સ કરીને પી શકો છો. જેનાથી તમારૂં વજન સરળતાથી ઓછું થાય

એલોવેરા જ્યુસ અને ફળોનો રસ

એલોવેરા જ્યુસ અને ફળોનો રસ

એલોવેરાને કાપીને તેમાંથી જેલ કાઢી લો. ત્યારબાદ તેમા તમારા મનપસંદ કોઇ પણ ફળનું જ્યુસ મેળવીને પી શકો છો

પ્લેન એલોવેરા જેલ અને જ્યુસ

પ્લેન એલોવેરા જેલ અને જ્યુસ

એલોવેરાને છોલીને તેનું જેલ કાઢી લો અને તેને ફ્રીઝમાં નિયમીત ઉપયોગ માટે મૂકી દો. તમારે સવારે નિયમિત રીતે દરેક ખોરાકની 15 મિનીટ પહેલા અડધો કપ જ્યુસ પીવાનું રહેશે. આ જ્યુસને 1-2 અઠવાડિયા સુધી પીવો. જો ઇચ્છો તો 1 ચમચી જેલને દિવસમાં એકવાર ખાઇ પણ શકો છો.

એલોવેરા અને લીંબુ

એલોવેરા અને લીંબુ

એલોવેરાની જેલીને એક ગ્લાસમાં કાઢીને તેમાં લીંબુ, પાણી, અને થોડું મધ મીક્સ કરીને પીવો. આમ નિયમીત રીતે પીવાથી મોટાપો દૂર થશે.

એલોવેરા અને મધ

એલોવેરા અને મધ

એક ગ્લાસ એલોવેરા જ્યુસમાં એક ચમચી મધ મીક્સ કરીને પીવો. આ મિશ્રણને નિયમીત રૂપે પીવાથી મેટાબોલીઝ્મમાં વધારો થાય છે. પેટ ઠીક રહે છે. અને ચરબી બર્ન થાય છે.

એલોવેરા અને પાણી

એલોવેરા અને પાણી

1-2 ચમચી એલોવેરા જ્યુસને પાણી સાથે મીક્સ કરીને દિવસમાં એક વખત જરૂરથી પીવો.

એલોવેરા, ફળ અને નારિયળ સ્મુધી

એલોવેરા, ફળ અને નારિયળ સ્મુધી

એક મધ્યમ એલોવેરા પત્તી, 1 કપ બદામ કે નારીયેળનું દુધ, અડધો કપ તાજી રાસબરી કે કેરી, અડધી ચમચી નારિયેળનું તેલ, 1 ચમચી મધ, 1 ચમચી અડસીના બીજ, અને પ્રોટીન પાઉડરને મીક્સરમાં નાખીને બ્લેન્ડ કરીને દિવસમાં એક બે વખત નિયમીત પીવો.

ગ્રીન એલોવેરા સ્મૂધી

ગ્રીન એલોવેરા સ્મૂધી

એક મુઠ્ઠી પાલક, એક મોટો ટુકડો એલોવેરાનો, અડધી કાકડી, 1 કપ કેરી અથવા અનાનસ, 2 સંતરા, અડધો કપ નારિયેળ પાણી, 5-6 આઇસ ક્યુબ આ બધું મીક્સરમાં નાખીને સ્મુધી બનાવો અને દિવસમાં એક-બે વખત ચોક્કસ પીવો.

English summary
how to use aloe vera juice for weight loss. Listed below are several simple ways you can use Aloe Vera juice as an effective at-home weight loss system
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X