Kidney Care Tips: કિડની થઇ જશે સાફ, 3 નેચરલ ડ્રિંક્સથી થશે ડિટોક્સ

Kidney Care Tips: આપણા શરીરને ફીટ રાખવા માટે જરૂરી છે કે, કોઇપણ વિષાક્ત એટલે કે ટોક્સિંસ જમા ન રહે. ખોટી આહારશૈલીના કારણે જમા થનારા ટોક્સિક પદાર્થોને ગાળીને શરીરને બહાર કરવાનું કામ આપણી કિડની કરે છે.

કિડની આવા ટોક્સિકને ફિલ્ટર કરે છે અને પેશાબ દ્વારા શરીરમાંથી બહાર ફેંકી દે છે, પરંતુ જો કોઈ કારણસર કિડની જ બગડી જાય તો? આવી સ્થિતિમાં દર્દી ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ વધે છે.

Kidney Care

તમારી સાથે આવી પરિસ્થિતિ ન બને તે માટે આજે અમે તમને એવા 3 કુદરતી પીણા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપયોગથી તમારી કિડની હંમેશા સાફ રહે છે.

કોથમીરનો રસ - કોથમીર એ એક પ્રાકૃતિક વસ્તુ છે, જે આપણા બધા ઘરના શાકભાજીમાં જોવા મળે છે. તેમાં એવા તત્વો મળી આવે છે, જે કિડનીને સાફ રાખવામાં મદદ કરે છે. જો કોઈને કિડનીમાં પથરીની સમસ્યા હોય, તો રોજ કોથમીરનો રસ પીવાથી આરામ મળે છે.

આ જ્યુસ બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં કોથમીર નાખીને 10 મિનિટ સુધી ઉકાળો. જે બાદ તેને ગાળીને ઠંડું કર્યા બાદ તેમાં એક ચમચી મધ અને લીંબુનો રસ નાખો. આ પછી તેને પીવો.

એપલ સીડર વિનેગર ડ્રિંક્સ - એપલ વિનેગર ડ્રિંક પણ આપણી કિડનીને સાફ કરવામાં એટલે કે તેને ડિટોક્સિફાય કરવામાં ઘણી મદદ કરે છે. વાસ્તવમાં એપલ વિનેગર ડ્રિંકમાં ફોસ્ફરસ, એસિટિક એસિડ અને સાઇટ્રિક જેવા તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ઝેરને બહાર ફેંકી દે છે.

આ વિનેગર તૈયાર કરવા માટે, 1 ગ્લાસ નવશેકા પાણીમાં 2-3 ચમચી એપલ સાઇડર વિનેગર નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પછી, દરરોજ સવારે ખાલી પેટે એપલ વિનેગર ડ્રિંક પીવાનું શરૂ કરો.

બીટરૂટ સ્મૂધી - બીટરૂટ સ્મૂધી પણ કિડનીની ફિટનેસ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામીન B10 ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર ફાઈટોકેમિકલ છે. આ સ્મૂધી બનાવવા માટે એક બીટરૂટ અને એક સફરજન લો.

આ પછી બંનેને નાના-નાના ટુકડામાં કાપીને મિક્સરમાં ફેરવો. આ પછી તે સ્મૂધીમાં એક ચમચી લીંબુનો રસ અને અડધો ગ્લાસ પાણી મિક્સ કરીને પીવો. આ પીવાથી તમારી કિડની હંમેશા ડિટોક્સ રહેશે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X