For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે લંચ બૉક્સ સિન્ડ્રોમ? જાણો કોને છે બચવાની જરૂર?

જ્યારે બાળકો પોતાનો લંચ બૉક્સ ભરેલો લઈને સ્કૂલેથી પાછા આવે તો મમ્મીઓની ચિંતા વધી જાય છે. જાણો લંચ બૉક્સ સિન્ડ્રોમ વિશે.

|
Google Oneindia Gujarati News

મોટાભાગની મમ્મીઓને ઘણીવાર ફરિયાદ રહે છે કે તેમના બાળકો જમતા નથી. બાળકો જે દિવસે લંચ બૉક્સ ખતમ કરે તે દિવસ મમ્મી માટે રાહતભર્યો હોય છે. જ્યારે બાળકો પોતાનો લંચ બૉક્સ ભરેલો લઈને સ્કૂલેથી પાછા આવે તો મમ્મીઓની ચિંતા વધી જાય છે. મમ્મીઓ ઘણી વાર કહે છે કે તેમનુ બાળક લંચ બૉક્સ આખુ ખતમ નથી કરતા. તેમને આના માટે ઘણી કોશિશ કરવાની હોય છે કે બાળક જમવામાં રસ લે. એવામાં મોટાભાગની મહિલાઓ રોજ સવારે જલ્દી ઉઠી જાય છે અને એ માટે મૂંઝવણમાં રહે છે કે તે પોતાના બાળકોને નાશ્તા કે લંચમાં કઈ વસ્તુઓ આપે. આ સમસ્યા લંચ બૉક્સ સિંડ્રોમના નામથી ઓળખાય છે.

મમ્મીઓએ આ ભૂલ ન કરવી

મમ્મીઓએ આ ભૂલ ન કરવી

ખાસ કરીને કામકાજી મહિલાઓ ઘણી વાર એક ભૂલ કરે છે અને તે છે આગલા દિવસનુ ડિનર લંચ બૉક્સમાં નવી રીતે પેક કરવુ. પરંતુ બાળકો પણ ઘણા સ્માર્ટ હોય છે. તે એ જ ભોજન ફરીથી નથી ખાતા અને ઘણી વાર ઓછુ ખાય છે અથવા ભૂખ્યા રહે છે. એટલા માટે એ બહુ મહત્વનુ છે કે તમે પોતાના બાળકોને રોજ લંચ બૉક્સમાં કંઈક નવુ પેક કરી આપો. પરંતુ સાથે જ એ વાતનુ પણ ધ્યાન રાખવુ પડશે કે તમે જે પણ ભોજન બનાવો તે હેલ્ધી હોય અને બાળકને ઓળખવામાં મુશ્કેલી ના થાય કે તે કઈ વસ્તુ છે? કારણકે બાળક એ જ ભોજન જમે છે જેને તે સરળતાથી ઓળખી શકે અથવા જેના વિશે સમજવામાં તેને મુશ્કેલી ન થાય. માટે નવી વસ્તુઓ બાળકને પીરસવાનુ ટાળો.

પ્રોટીન ખવડાવો

પ્રોટીન ખવડાવો

બાળકો માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. તે શરીરના વિકાસ માટે ઘણુ ફાયદાકારક હોય છે. માટે બાળકોના ભોજનમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટની યોગ્ય માત્રા શામેલ થવી જોઈએ. જમવામાં પણ બાળકને ગમે તેનુ પણ ધ્યાન રાખો. આ રીતે દૂધથી બનેલ ઉત્પાદન અને લીલી શાકભાજી તેમા ભોજનનો ભાગ હોવી જોઈએ.

ફળ-શાકભાજી પર ધ્યાન આપો

ફળ-શાકભાજી પર ધ્યાન આપો

વધતા બાળકોને મુખ્ય રીતે પ્રોટીન અને એનર્જીની જરૂર હોય છે. થોડી ઘણી ફેટ પણ તેમના મગજ માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. માટે તમારા બાળકના લંચ બૉક્સમાં ફળ, શાકભાજી અને થોડુ ઘણુ આરોગ્યવર્ધક ઓઈલી ફૂડ શામેલ કરો.

બાળકને પૂછો તેની પસંદ

બાળકને પૂછો તેની પસંદ

આ ઉપરાંત આ સમસ્યાથી બચવા માટે તમે બાળકને પસંદ કરવા અને જાતે પોતાનો લંચ તૈયાર કરવામાં મદદ માટે પણ પ્રોત્સાહિત કરી શકો છો. આ પ્રક્રિયામાં તેમને શામેલ કરો જેથી તેમને એ અહેસાસ ન થાય કે જે વસ્તુઓ તેમને પસંદ નથી તેને બળજબરીથી ખવડાવવામાં આવી રહી છે. બાળકોને પોતાના ભોજનની યાદી બનાવવા માટે પણ પ્રોત્સાહિત કરો.

મહારાષ્ટ્રના રાયગઢમાં ઈમારત ધરાશાયી, 2ના મોત, PMએ વ્યક્ત કર્યુ દુઃખ

English summary
Know about Lunch box syndrome, which is something that we all face!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X