મહારાષ્ટ્રના રાયગઢમાં ઈમારત ધરાશાયી, 2ના મોત, PMએ વ્યક્ત કર્યુ દુઃખ

મહારાષ્ટ્રના રાયગઢમાં બિલ્ડીંગ પડવાની ઘટના પર પીએમ મોદીએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

રાયગઢઃ મહારાષ્ટ્રના રાયગઢમાં બિલ્ડીંગ પડવાની ઘટના પર પીએમ મોદીએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. પીએમે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ત્વરિત સ્વસ્થ થવાની કામના કરી. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યુ, 'મહારાષ્ટ્રના મહાડ, રાયગઢમાં ઈમારત ધરાશાયી થવાનુ દુઃખ થયુ. મારા વિચાર એ લોકોને પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલોના જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરુ છુ. સ્થાનિક અધિકારીઓ અને એનડીઆરઆપની ટીમ ઘટના સ્થળ પર છે, બધા સંભવ મદદ કરી રહ્યા છે.'

PM Modi

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં સોમવારની સાંજે એક બહુમાળી આવાસીય ઈમારત ધરાશાયી થઈ જતા 2 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 17 ઘાયલ જણાવાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 60 લોકોને બચાવવામાં આવી ચૂક્યા છે. પોલિસે જણાવ્યુ કે ઈમારત દસ વર્ષ જૂની હતી અને કાટમાળમાં હજુ પણ લગભગ 18 લોકો ફસાયા હોવાની સંભાવના છે.

માહિતી મુજબ ઈમારત મહાડ તાલુકાના કાજલપુરમાં બની હતી જેમાં 45 ફ્લેટ હતા. પોલિસે જણાવ્યુ કે ઘણા લોકોને ઈમારતના કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે અને તેમને મહાડના સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે જે મુંબઈથી લગભગ 170 કિલોમીટર દૂર છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘટના પર ઉંડો શોક પ્રકટ કરીને જિલ્લાના અધિકારીઓ સાથે રાહત તેમજ બચાવ કાર્ય તેજ કરવાના નિર્દેશ આપ્યા છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X