કોરોના વાયરસથી બચવા માટે પ્રવાસ દરમિયાન રાખો આ સાવચેતી

અહીં વાત કરીએ એ સાવચેતીઓ વિશે જે તમારે પ્રવાસ દરમિયાન કોરોના વાયરસથી બચવા માટે ધ્યાન રાખવી જોઈએ...

ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો કોરોના વાયરસનો પ્રકોપ ધીમે ધીમે દુનિયાના ઘણા દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. જો કે હજુ સુધી આ વાયરસ વિશે અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સંક્રમિત નથી થતો. પરંતુ હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને કહ્યુ હતુ કે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી, એકબીજા સાથે વસ્તુઓ શેર કરવાથી કોરોના વાયરસના ફેલાવવાની સંભાવનાને સંપૂર્ણપણે નકારી શકાય નહિ. જો કે હવે ચીન તરફથી એ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે કે આ વાયરસ હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સફર થાય છે. અહીં વાત કરીએ એ સાવચેતીઓ વિશે જે તમારે પ્રવાસ દરમિયાન ધ્યાન રાખવી જોઈએ...

દેશવાસીઓને સૂચન

દેશવાસીઓને સૂચન

કોરોના વાયરસ ફેલાવવા અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દેશવાસીઓને સૂચન કરવામાં આવ્યુ છે કે જો તમે કોઈ કારણસર ચીનના પ્રવાસે જઈ રહ્યા છો તો ત્યાં સી-ફૂડ અને મીટનુ સેવન ન કરો. ખેતર અને મીટ માર્કેટમાં ન જાવ.

સી-ફૂડ ખાવાથી બચો

સી-ફૂડ ખાવાથી બચો

એક વાત જે આ વાયરસ વિશે ખૂબ જ ક્લીયર છે કે આ મીટ અને ખાસ કરીને સી-ફૂડ ખાવા સાથે સંબંધિત છે. વૈજ્ઞાનિકો તરફથી કહેવામાં આવ્યુ છે કે આ સામાન્ય રીતે પશુઓમાં મળી આવતો વાયરસ છે પરંતુ હવે આ મનુષ્યથી મનુષ્યાં પણ ફેલાઈ રહ્યો છે. એટલા માટે દેશની બહાર જતા અને દેશમાં રહેતા લોકોને પણ સી-ફૂડ હાલમાં ન ખાવાની સલાહ આપવામાં આવી રહી છે. ખાસ કરીને આ લોકોને જે સમુદ્રી તટ સાથે જોડાયેલા વિસ્તારોમાં રહે છે. સંભવ હોય ત્યાં સુધી કોઈ પણ દેશનો પ્રવાસ કરવા દરમિયાન મીટ ખાવાથી બચો અને કાચુ કે અધકચરુ રાંધેલુ મીટ તો બિલકુલ પણ ના ખાવ.

બિમાર લોકો સાથે સંપર્કમાં ન રહો

બિમાર લોકો સાથે સંપર્કમાં ન રહો

પ્રવાસ દરમિયા બિમાર લોકો સાથે સંપર્કમાં ન રહો. જો કોઈને શરદી, ખાંસી, ફિવર, નાક વહેવુ જેવી મુશ્કેલીઓ હોય તો આવા મુસાફરોથી અંતર જાળવો.

જે લોકો કોલ્ડ અને ફીવર જેવી બિમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે, તેઓ સાવચેતી રાખીને પ્રવાસ કરવાથી બચો. જો પ્રવાસ કરવો પડે તેવુ હોય તો માસ્ક પહેરો અને ખાવાપીવા અંગેની સાવચેતી અચૂક રાખો.

જે લોકો ખાસ કરીને ચીનના પ્રવાસે જઈ રહ્યા છે તેમણે કોઈ પણ વસ્તુને સ્પર્શ કર્યા કે યુઝ કર્યા બાદ સાબુથી હાથ ધોવા જરૂરી છે.

સહપ્રવાસીઓ સાથે ખાવાપીવાનુ શેર કરવાથી બચો.

ખાંસતી કે છીંકતી વખતે મોઢા પર રૂમાલ રાખો. હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતા રહો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X